welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 29 May 2012

ગોબલ્સ, હીટલર, હીજડા અને શીખંડી એટલે ભાજપ અને કોંગ્રેસ... જુઓ રોજના સમાચાર પત્રો.....

ગોબલ્સ, હીટલર, હીજડા અને શીખંડી એટલે ભાજપ અને કોંગ્રેસ... જુઓ રોજના સમાચાર પત્રો.....

સમાચાર  પત્રો અને કોમેન્ટસ

3 comments:

 1. કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુપીએ સરકારની ઉગ્ર ટીકા કરવા બદલ મોદીને હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ સાથે સરખાવ્યા છે અને કહ્યું છે કે ‘હતાશ’ મોદીના શરીરમાં ગોબેલ્સનો આત્મા પ્રવેશી ગયો છે. મોદીએ ‘લક્ષ્મણરેખા’ ઓળંગી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ શનિવારે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી એક હતાશ પુરુષ છે. એવું લાગે છે કે જર્મનીમાં હિટલરના નાઝી શાસનમાં તેમના પ્રોપેગેન્ડા મંત્રી જોસેફ ગોબેલ્સનો આત્મા તેમનામાં પ્રવેશી ગયો હોય તેવું લાગે છે. તેમણે તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. તેમણે યુપીએ સરકાર સામે જે બિનસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો છે તેની કોઈપણ મુખ્યમંત્રી પાસેથી કલ્પના કરી શકાય નહીં. તેમણે આક્ષેપ કર્યો કે મોદીએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લક્ષ્મણરેખા ઓળંગી છે અને રાજનીતિની ગરિમાનો ભંગ કર્યો છે. - મોદીએ શું કહ્યું હતું : મોદીએ શુક્રવારે મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધન કરીને વડાપ્રધાન મનમોહનસિંઘ પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે આ યુપીએ સરકારે દેશના સમવાયતંત્રને મહત્તમ નુકસાન કર્યું છે અને આ સરકાર એક ક્ષણ પણ રહેવી ન જોઈએ. સરકાર અને સેનાના વડા જનરલ વી.કે. સિંઘ વચ્ચેના વિવાદ અંગે મોદીએ કહ્યું હતું કે ‘વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી કોંગ્રેસના છે. છતાં સરકાર હજી પણ સેના સામે પડી છે. શું મજબૂરી છે ?’ તિવારીએ કહ્યું કે મોદી રાજનીતિને આ સ્તરે લઈ જશે અને સેનાને પણ તેમાં સામેલ કરી દેશે તેવી અપેક્ષા ન હતી. મોદી કેવી રીતે ભૂલી જાય છે કે તેઓ જે પક્ષમાં છે તેની સરકારે નૌકાદળના વડા એડમિરલ વિષ્ણુ ભાગવતની હકાલપટ્ટી કરી હતી

  ReplyDelete
 2. વડાપ્રધાન મનમોહનસિંહને ભ્રષ્ટાચારીઓની યાદીમાં સામેલ કર્યા બાદ વધુ આક્રમક બનતાં ટીમ અણ્ણાએ સોમવારે તેમની સરખામણી 'શિખંડી' સાથે કરી હતી. અણ્ણા હઝારેએ વડાપ્રધાનને એકદમ સ્વચ્છ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ ગણાવ્યાના બીજા જ દિવસે ટીમ અણ્ણાએ મનમોહનસિંહ પર દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારના કેસો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ વડાપ્રધાન મનમોહનસિંહનો 'શિખંડી'ની જેમ એક ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.

  ભ્રષ્ટાચારના કેસોમાં સૌપ્રથમ વખત વડાપ્રધાનને નિશાન બનાવ્યા બાદ ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંતભૂષણે સોમવારે ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે યુપીએ સરકારનો બચાવ કરવા બદલ મનમોહનસિંહની ઝાટકણી કાઢી હતી. ભૂષણે કહ્યું હતું કે વડાપ્રધાનનું કહેવું છે કે તે પ્રામાણિક છે તેથી તેમની કેબિનેટ પણ પ્રામાણિક છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે વડાપ્રધાન શા માટે આ રીતે 'શિખંડી'ની જેમ કોંગ્રેસનું રક્ષણ કરી રહ્યા છે.

  રાજદ વડા લાલુપ્રસાદ યાદવે વડાપ્રધાનનો બચાવ કર્યો હતો અને વડાપ્રધાન પર અનાદરયુક્ત ટિપ્પણી કરવા બદલ ટીમ અણ્ણાની ટીકા કરી હતી. લાલુએ કહ્યું હતું કે વડાપ્રધાન માત્ર વડાપ્રધાન નથી, પરંતુ એક સન્માનનીય નેતા છે અને પ્રશાંતભૂષણ દ્વારા આ પ્રકારની ટીકા અયોગ્ય છે.

  ReplyDelete
 3. તે પૂર્વજન્મમાં અંબા નામક સ્ત્રી તરીકે જન્મેલ,ભીષ્મએ તેમની સાથે વિવાહનો ઇન્કાર કરતા તેણે ખુબ જ માનહાનીની લાગણી સાથે ભીષ્મ સામે વેર લેવાની પ્રતિજ્ઞા કરી. તેમણે ખુબ જ તપ કરી અને વરદાન મેળવ્યું કે પોતે ભીષ્મના મોતનું કારણ બનશે અને અંબાનો શિખંડી તરીકે પૂર્નઃજન્મ થયો. તેના જન્મ સમયે આકાશવાણી થયેલ. આકાશવાણીના અવાજે એમના પિતાને જણાવેલ કે આનો ઉછેર એક પૂત્ર તરીકે કરવો. આથી શિખંડીનો ઉછેર પૂત્ર તરીકે થયો, તેને યુધ્ધની તાલીમ પણ આપવામાં આવેલ અને લગ્ન પણ કરવામાં આવેલ. લગ્નની પ્રથમ રાતે સાચી વાતની જાણ થતાં તેની પત્નિએ તેનું ખુબ અપમાન કર્યું, આથી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ એક યક્ષએ તેને બચાવી લઇ અને તેનું જાતીય પરીવર્તન કર્યુ. શિખંડી પૂરૂષના રૂપમાં પાછો ફર્યો અને સુખી લગ્નજીવન વિતાવ્યું અને તેને બાળકો પણ થયા.

  કુરૂક્ષેત્રના યુધ્ધમાં ભીષ્મએ તેમને અંબાના પૂર્નઃજન્મ તરીકે ઓળખી, એક સ્ત્રી જાણી તેમની સાથે લડવાનું નકાર્યું. ભીષ્મ આમ જ કરશે એમ તે જાણતો હોવાથી અર્જુન શિખંડી પાછળ રહી ભીષ્મ પર બાણવર્ષા કરી. આમ શિખંડીની પ્રતિજ્ઞા પૂરી થઇ.

  શિખંડીનો વધ યુધ્ધના ૧૮માં દિવસે અશ્વશ્થામાએ કર્યો.

  ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર