welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 13 September 2010

બંધારણની કલમ ૩૭૦

મીત્રો,

આજ કાલ બંધારણની કલમ ૩૭૦નો ઉલ્લેખ રોજે રોજ આવે છે. હકીકતમાં ૩૬૯ પછીની ઘણી કલમો કામ ચલાઉ એટલેકે ટેમ્પરરી છે. બંધારણમાં એવી કેટલીયે કલમો છે જેનો પ્રથમ દીવસથી અમલ થયો હોવા છતાં એના અમલ માટે આજ દીવસ સુધી અલગ અલગ કાયદા કે કોર્ટ બનતી જાય છે.

દાખલા તરીકે આભળછેટ બંધારણથી દુર થઈ પણ એની અસર આજ દીવસ સુધી ચાલુ છે. મહારાષ્ટ્રમાં ૩-૪ દીવસ પહેલાં હમણાં જ નક્કી થયું છે કે એટ્રોસીટી આટકાવવા માટે વધારાની કોર્ટો બને. એટલે કે બંધારણનો અમલ થતો નથી એ ચોક્કસ છે.

શીક્ષણના અધીકાર બાબત પણ ૫૦-૬૦ વર્ષ ચર્ચા ચાલુ હતી. અનુસુચીત જાતી જમાતી બાબત તો કેટલીયે ચર્ચા થાય છે અને હજી ૫૦-૬૦ વર્ષ ચાલશે.

એવી જ આ કલમ ૩૭૦ છે. આ કલમને દુર કરવા માટે ઘણાં સમયથી જોરથી ચર્ચા ચાલે છે અને હોઈ શકે એને કોઈક ચુંટણીનો મુદ્દો પણ બનાવે.

આ દેશમાં લોક તંત્ર છે અને લોકોથી રાજ ચાલે છે. કોંગ્રેસ હમેશાં લઘુમતીઓનો સહારો લઈ સરકાર બનાવે છે અને જેવો આ કલમ ૩૭૦ને કોઈક મુદ્દો બનાવશે કે જોરથી ચર્ચા થશે જુઓ દલીતોના અત્યાચાર અટકતા નથી અને નવરા નવું ગતકડું ૩૭૦નું લઈ આવ્યા.