welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 23 September 2012

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. 

લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ 
ટાંકણાની યાદો.

શનીવાર ૮ સપ્ટેમ્બર અને રવીવાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના મીત્રો 
સાથે લોનાવાલા, 
ડેલ્લા એડવેન્ચર્સથી આગળ, ઠાક્રરવાડીથી આગળ, રાજમાચી કીલ્લા,અપસરા ધોધ, વગેરે જોવા ગયેલ. એનું વર્ણન ફેસબુક ઉપર મુકવા મીત્રોને જણાવેલ. 

ફોટાઓ મેં ઘણાં ખેચેલ.  જેમાંથી ૩,૪ ફોટાઓ અહીં મુકેલ છે.


(આજે રવીવાર છે. નીશાળ બંધ છે. બે બાળકો નીશાળે આવ્યા છે)



(રાજમાચી જવા મીત્રો જઈ રહ્યા છે)




(રાજમાચી તો દુર છે. પણ અપસરા ધોધનો પહાડ દેખાય છે)



(પહાડ ઉપરથી પાણી પડે છે. આ પહાડ એક જ પત્થરનો બનેલ છે)


(મીત્રો ધોધમાં મજા માણે છે)



(મીત્રો ધોધમાં મજા માણે છે અને આ બાળક પણ ખુશ દેખાય છે)



લોનાવાલા પાસે કાર્લા, ભાજા, લોહગઢ, વગેરેનો અદ્દભુત જુના 
જમાનાનો વારસો છે.

કાર્લા ગુફાની અગાઉ ૩ વખત મુલાકાત લીધેલ છે અને કેમેરા વગર શનીવાર ૨૩.૯.૨૦૧૨ના કાર્લા મુલાકાત લીધેલ.

મુંબઈ થી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો. પનવેલથી રાજ્ય પરીવહનની ઘણીં બસો પનવેલ, ખાપોલી, ખંડાલા  થઈ લોનાવાલા જાય છે.

એમાંથી જે બસમાં આરામથી જવાની સગવડ થઈ એ બસમાં ગયો. 
મુંબઈથી લોકલ ટ્રેન ખોપોલી સુધી નીયમીત જાય છે.

ખોપોલી રેલ્વે સ્ટેશનથી થોડેક છેટે બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષા, ટેક્ષી કે બસથી ભોરઘાટ મુંબઈ પુના એક્ક્ષપ્રેસ હાઈવે માર્ગેથી ખંડાલા થઈ લોનાવાલા જઈ સકાય છે.

લોનાવાલાથી કાર્લા જવા બસ સગવડ છે અને શેરે રીક્ષાથી બસથી 
સસ્તામાં ઝડપી દસ રુપીયામાં કાર્લા પહોંચી જવાય છે  જે લોનાવાલા પુના હાઈવે ઉપર ઉતારે છે.

૨૦-૩૦ મીનીટ છેટે બે કીલોમીટર લાંબે પહાડ ઉપર કાર્લા ગુફાઓ આવેલ છે. ૨૦-૩૦ મીનીટ સુધી પગથીયા ઉપર ચડી ગુફાઓ પાસે પહોંચી જવાય છે. 

મહારાસ્ટ્રના કોળી, માછીમારોની કુળ દેવી એકવીરાનું મંદીર પણ આવેલ છે અને 
એકવીરા મંદીરના સ્થાન તરીકે આ વીસ્તાર જાણીતું છે. 

કોને ખબર કોણે બૌદ્ધ ગુફાને પોતાની જાગીર બનાવી મંદીર બનાવી નાખ્યું છે અને વેપાર ચાલે છે.

૨૦૦૦ વરસ અગાઉ બૌદ્ધ સાધુઓ માટેનું ચૈત્ય કે મંદીર અને રહેવાની આ જગ્યા પહાડને કોતરી બનાવવામાં  આવેલ છે. આટલી ઉંચાઈ ઉપર ખુબ વીશાળ ચૈત્ય જોવા દેશ વીદેશના લોકો નીયમીત આવે છે. ઘણી જગ્યાએ બ્રાહી લીપીમાં લખાંણ છે અને પહાડના પત્થરને ટાંકણાથી કોતરી અદ્દભુત કામ બૌદ્ધ સાધુઓએ કરેલ છે. 




(ગુફામાં લાઈનબંધ જ પત્થરના થાંભલા છે અને 
ઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે)

(પુરાતત્ત્વ વિભાગ અને વીકીપીડીયાના સૌજન્યથી બે ફોટા મુકેલ છે)


૨૦૦૦ વરસ અગાઉ જ્યાં લાકડું વાપરેલ છે એ પણ જોઈ સકાય છે.
ગુગલ મહારાજની મદદથી બે ફોટાઓ મુકેલ છે.

Saturday 15 September 2012

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.

અહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ પત્થરનો બનેલ છે અને એની વીશાળતા માટે એમાં નીચે બે ત્રણ મીત્રો છે અને બીજા ફોટામાં એ જ પહાડ ઉપરથી પાણી પડે છે અને નીચે મીત્રો છે.


 
આ પહાડ અને એની આજુ બાજુ જેટલા પહાડ છે એ બધા એક જ પત્થરના બનેલા છે એટલે  કે ઉપરથી નીચે આજુ બાજુ એના ટુકડા નથી. પુના અને મુંબઈ વચ્ચે લોનાવાલા વિસ્તાર છે અને ખુબ વરસાદ પડે છે જે પહાડ અને ખીણમાં વરસાદ જોવા હજારો માણસો ગાડીઓથી જોવા આવે છે. ખીણમાં નીચે વરસાદ પડતો હોય અને પહાડ ઉપરથી વાદળાઓ નીચે જોઈ સકાય છે. પહાડ ઉપર પણ ખુબ વરસાદ પડે છે.

હજારો વરસથી ચોમાસામાં આ પાણી પડે છે. એ હીસાબે આ પત્થર ખુબ પવીત્ર કહેવાય. દુનીયામાં આવા અને આનાથી મોટા મોટા પહાડ છે જે એક જ પત્થરના બનેલા છે.

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.
ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?
નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

http://www.facebook.com/notes/vk-vora