welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 6 May 2009

ઉંમર કો તાલીમ સે ક્યા લેના દેના, બડે મિયાં !


http://www.gujaratsamachar.com/beta/content/view/34267/36/

ઉંમર કો તાલીમ સે ક્યા લેના દેના, બડે મિયાં !

પ્રસંગ પટ આના લેખક છે GS NEWS    બુધવાર, 06 મે 2009

બીજા ઘણા માબાપની પેઠે એ પણ ત્યાં એસ એસ સીનું ફોર્મ લેવા ઊભા હતા. એમની પૌત્રી એસ એસ સીની પરીક્ષામાં બેસવાની હતી. પૌત્રીનું ફોર્મ મળી ગયા પછી પણ એ પ્રૌઢ આદમી ત્યાં ઊભો હતો. એ જોઇ સ્કૂલના પ્રિન્સિપાલે પૂછ્યું -કુછ ઉલઝન હૈ, બડે મિયાં ? જી...જી... પેલા વડીલ થોડા ખંચકાતા હતા.


પ્રિન્સિપાલે એનો ઉત્સાહ વધારતાં ફરી કહ્યું - હાં હાં બતાઓ તો ક્યા બાત હૈ... ત્યારે સહેજ ડરતાં, સહેજ શરમાતાં પેલા પ્રૌઢે પૂછી લીધું કે ક્યા કોઇ ભી શખ્સ યહ ઇમ્તિહાન દે સકતા હૈ ? હાં હાં, ક્યૂં નહીં, જવાબ મળ્યો.


હવે પેલા માણસની હિંમત વધી. એણે પ્રિન્સિપાલની નજીક જઇને કહી દીધું કે સાહબ, સબ્જિયાં બેચ કર અપના પેટ ભરતા હું, લેકિન ઔર કુછ ઇલ્મ હાસિલ કરના હૈ, ઔર કુછ પઢના હૈ. બસ, થોડી સી ઝિઝક હૈ. કાહે કિ ઝિઝક બડે મિયાં, તાલીમ કો ઉંમર સે ક્યા લેના દેના? યહ લો ફાર્મ ઐાર ભર કે લાઓ.


આખોય ખેલ તમાશો સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ જોઇ રહ્યાં હતાં. એેને કારણે પેલા પ્રૌઢને મનોમન એવી લાગણી થતી હતી કે જાણે પોતે કોઇ ખોટું કામ કરી નાખ્યું છે. એક ખૂણામાં બેસીને એણે શાંતિથી સુઘડ અક્ષરે પોતાનું ફોર્મ ઊર્દૂમાં ભર્યું અને પ્રિન્સિપાલને જોવા આપ્યું. એક શાકવાળાના આવા મોતીના દાણા જેવા અક્ષર જોઇને પ્રિન્સિપાલ ખુશ થઇ ગયા. કદાચ એમને નવાઇ પણ લાગી હશે કે એવા કયા સંજોગો હશે કે આ માણસ ભણી નહીં શક્યો હોય. પોતે એક ભણવા ઇચ્છુક માણસને મદદ કરી રહ્યા છે એનો એ શિક્ષકને સંતોષ હતો.


વાત છે દેશના સૌથી વિરાટ અને સૌથી ગરીબ રાજ્ય ઉત્તર પ્રદેશની અને જેની વાત થઇ રહી છે એ માણસ દેશની સૈાથી મોટી લઘુમતીનો છે.


મુસ્લિમ છે. આ લઘુમતીના ૬૦ ટકાથી વધુ બાળકો માત્ર પારાવાર ગરીબીને કારણે સ્વેચ્છાએ કે માબાપના દબાણને કારણે અડધેથી ભણતર છોડી દે છે. અને એટલે જ આ કિસ્સો વધુ પ્રેરક છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સમાજમાં ભણતરનું પ્રમાણ ફક્ત ૩૦ ટકા છે. જો કે રાજ્યની એવરેજ કંઇ વધુ નથી. સાડા છપ્પન ટકા છે.


તાજેતરમાં  અર્થાત્ ૨૦૦૯ના એપ્રિલમાં એવા એક નહીં બે પ્રૌઢે ઉત્તર પ્રદેશ સેકંડરી બોર્ડ એક્ઝામ આપી. બંને પોતાના પરિવારમાં દાદા અને નાના બની ચૂક્યા છે. પરંતુ તેમના મનમાં ભણતર પ્રત્યે અદમ્ય આકર્ષણ છે. પોતાના પૌત્ર-પૌત્રી કે દોહિત્ર -દોહિત્રીની વયનાં બાળકો સાથે બેસીને આ બંનેએ બોર્ડની પરીક્ષા આપી. એમને જોઇને ઘણાં બાળકોએ ક્હયું કે હમ આપ કે લિયે દુઆ કરેંગે કે આપ ઇસ બાર પાસ હો જાયેં... (અમે આપને માટે પ્રાર્થના કરીશું આ વખતે કે આપ પાસ થઇ જાએા.) એક પ્રૌઢનું નામ આખા ફતેહપુર જિલ્લામાં જાણીતું છે. ૬૫ વરસના જબ્બાર હુસૈન સબ્જીવાલે દદ્દુ તરીકે જાણીતા છે. બધા એમને પાનો ચડાવતાં કહે છે કે તમે બધાંને તાજાં શાકભાજી તો ખવડાવો છો. અબ તો હમકો આપ કે લડ્ડુ ખાને હૈં ઇસ લિયે બહેતર હૈ કિ આપ પાસ હો જાઓ... રોજ બારથી ચૌદ કલાક કામ કરતા જબ્બાર મિયાંને અભ્યાસનો સમય બહુ ઓછો મળે છે. જો કે ઘણીવાર એમની મૂંઝવણ મહોલ્લાના બીજા છોકરાઓ દૂર કરી દે છે. કારણ, સ્કૂલમાં જવાનો અને કોઇ શિક્ષકની મદદ લેવાનો એમને ન સમય છે, ન તો એ શક્ય છે. સરેરાશ રોજના રૃા.૨૦૦ કમાઇને પરિવારનું પેટ ભરવાના પ્રયાસોમાં એમનો દિવસ પૂરો થઇ જાય છે. સૌથી રસપ્રદ વાત એ છેકે આ માણસની ધીરજ અને એની સહન શક્તિ અનોખી છે.  આ વખતની ટ્રાયલ એમનો પિસ્તાલીસમેા પ્રયાસ છે. અત્યાર અગાઉ એ ૪૪ વખત પાસ થવાના પ્રયત્નેા કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી હતાશ થયા નથી. પહેલી વાર નાપાસ થઇને આપઘાત કરવાના વિચારો કરતા બાળકો માટે આ કિસ્સો પ્રેરણા રુપ બની રહેવો જોઇએ.


લેખની શરૃઆતમાં જેમની વાત કરી એ છે નૂર મહંમદ.  એ નવાબી શહેર લખનઉના છે.  એ જ્યારે પહેલા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે પરીક્ષા ખંડના સુપરવાઇઝરને એમ કે એ કોઇ બાળકના વાલી છે અને ભૂલથી હૉલમાં રહી પડયા છે એટલે એમને કહ્યું કે અબ આપ બાહર જાઇયે. ઇમ્તિહાન શુરુ હોને જા રહા હૈ... જરાય ખોટું લગાડયા વિના નૂર મહંમદે પોતાનું એડમિટ કાર્ડ સુપરવાઇઝરને દેખાડયું ત્યારે માંડ પેલાએ એમને સીટ પર બેસવા દીધા. નૂર મહંમદ થોડા રમૂજી સ્વભાવના છે. એ કહે કે ઉન કે ચહેરોં પર અચંબા સા દેખકર મુઝે બડા મજા આતા હૈ. એમને વિસ્મય અનુભવતા જોઇને મને મજા પડે છે. નૂર મહંમદ સીતાપુર જિલ્લાના પાડેરા ગામના છે. ત્રણ સંતાનના પિતા અને આઠ પૌત્ર-પૌત્રીના દાદા એવા નૂર મહંમદે ૧૯૬૪માં આઠમા ધોરણની પરીક્ષા પાસ કરેલી. પછી એમના પિતાએ કહ્યું, બસ બહુત પઢાઇ હો ચૂકી. અબ કોઇ કામ ધંધા કરો ઔર અપના પેટ ભરના સીખો....

અમીનાબાદ ઇન્ટર કૉલેજના પ્રિન્સિપાલ જે પી મિશ્રા કહે છે કે આજની પેઢીનાં સહેલાઇથી હતાશ થઇ જતાં  બાળકોએ નૂર મહંમદ જેવા લોકો પરથી કંઇક શીખવું જોઇએ. વાત તો સાચી.  ખરું કે નહીં ?
· · · Share · Delete