welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 31 December 2005

વીવેકપંથ

==વીવેકપંથ==
 ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.

એ જ અરસામાં આગડ પાછડ થોડાક એવા ઋષી મુનીઓ થઈ ગયા જેઓ લોકોને આત્મા, પરમાત્મા, અધ્યાત્મા અને કર્મવાદમાં લઈ ગયા. લોકો મુંજાઈ ગયા અને ફસાઈ ગયા. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષમાં આ કર્મ અને આત્માને કારણે આખો દેશ જાતી અને ધર્મમાં અટવાઈ ગયો.


આ કર્મ અને આત્મામાં કાંઈ તથ્ય ન હોવાથી જાતી, પેટા જાતી, ધર્મ અને પેટા ધર્મના લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ ટુકડા થઈ ગયા. મહીલા અને બાળકો ઉપર અત્યાચાર વધતા ગયા.


આ કર્મને કારણે દુનીયાના જેટલા લોકો ભુખ્યા પેટે સુએ છે એમાંથી અડધો અડધ ફકત ભારતમાં છે.


આપણે ગુરુકુળ કે આશ્રમ પદ્ધતી બદલ ભલે ગૌરવ લેતા હોઈએ પણ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં દોઢ રુપિયાની સરળ અને સસ્તી બોલપેન જેવી શોધમાં જરાપણ યોગદાન આપેલ નથી. કર્મવાદને કારણે શીતળા અને પોલીયાની નાબુદીમાં દુનીયામાં સૌથી છેલ્લે આપણે છીએ. કર્મવાદને કારણે વધુમાં વધુ ભૃષ્ટાચાર આપણે કરીએ છીએ.


વીધવા, બાળકો અને દલીતો ઉપર અત્યાચાર કર્મવાદને કારણે થાય છે. બાળકી દુધ પીતી કરવી, સતી પ્રથા, દાસી કે દેવ દાસી પ્રથા, જોગણી પ્રથા વગેરે વગેરે પ્રથાને કર્મવાદને કારણે પ્રોત્સાહન મળ્યું.


ગુજરાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાં મુળરાજ સોલંકી અને કુમારપાળના જમાનામાં આ આતંકવીરુદ્ધ થોડીક ચડવડ થયેલ. ત્રીસ વર્ષ સુધી પ્રાણી હત્યા ઉપર મનાઈ હતી. આ સંસ્કારને કારણે ગુજરાતમાં હીંસા અને કર્મવાદ વીરુદ્ધ આજે પણ સુરતમાં સત્ય શોધક સભા, માનવવાદ, મુંબઈ ગુજરાતમાં રેશનલીસ્ટ ચડવળ ચાલે છે.


==


મારો પરીચય મારા શબ્દોમાં


મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર ૭૩ વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે.

હાલ મારો વષવાટ મુંબઈમાં છે.

એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.


મુંબઈમાં હું પેટીયું રળવા ૧૯૬૭માં આવેલ. મારા એક પીત્રાઈ ભાઈના કહેવાથી મેં કોલેજમાં માર્ક શીટ કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ વગર પ્રોવીઝનલ પ્રવેશ લીધેલ. સતત છ વર્ષ ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. ગુજરાતી સાહીત્ય પરીષદનો સભાસદ ઘણાં વર્ષથી છું. ઓલ ઈન્ડીયા રેડીયોનું લેક્ષીકોન અને સાર્થ ગુજરાતી જોડણી કોષ ૧૯૭૧થી વાપરું છું. ફંક અને વાગનલની ડીક્ષનરી એક બુક સેલરે મને ૧૯૭૧માં ભેટ આપેલ.


૧૯૭૧-૭૨માં ફેક્ષ વીશે ખ્યાલ હતો. ૧૯૭૫-૭૬માં સાઈન્ટીફીક કેલ્ક્યુલેટર હાથમાં આવ્યું. ૧૯૮૯થી કોમ્પ્યુટર વાપરું છું.

૧૯૯૨માં ચેસ માસ્ટર ૨૦૦૦ સીડી લીધેલ. એના પછી ચેસ માસ્ટર ૮૦૦૦ અને ૯૦૦૦ સીડી લીધેલ.

મારું ઈમેલ આઈડી ડીસેમ્બર ૨૦૦૦થી છે.


મારી આગળ પાછળ, ઉપર નીચે, આજુ બાજુ હું જ છું. મેનેજમેન્ટ, જવાબદારી અને રાજ કરણમાં ભરપુર રસ લઈ વ્યવહારીક કામકાજથી નીવૃત છું. દીવસના ભાગમાં મુંબઈના મસ્જીદ બંદર અને દાણા બંદર વીસ્તારમાં શિક્ષણ, વૈદકીય, કાનુની કાર્યવાહી સાથે ટ્રસ્ટી તરીકે સંકડાયેલ છું.


સ્પીડ સાથે અનલીમીટેડ ઈન્ટરનેટ એસેસ કરવાની મારી પાસે સગવડ છે. મારું ઈમેલ બોક્ષ જોયા પછી હીન્દી નવભારત ટાઈમ્સ ના સમાચારો ઉપર કોમેન્ટસ લખું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી વીકીપીડીયાને જોઈ પછી નીંગની સાઈટ ઉપર આવું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી ટાઈપ સ્પીડથી કરી શકું છું.


મુંબઈના ગુજરાતી રેશનલીસ્ટ ગ્રુપનો હું સભાસદ છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું.


મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે.


== ચાલો થોડોક વધુ પરીચય ==


હું એથેઈસ્ટ, રેશનલીસ્ટ અને હ્યુમનીસ્ટ છું. અનમેરીડ, સીન્ગલ એન્ડ અલોન. ઓન્લી મેમ્બર ઓફ વીકે રોયલ સોસાયટી.


સોમનાથ મંદિરને હું દેશનું કલંક ઘણું છું. દેશની જાતી પ્રથાનું આ પ્રતીક છે. મહમદ્દ ગજનવીએ હજાર વર્ષ પહેલાં ૨૫મી ડીસેમ્બર ૧૦૨૪ના એનો નાશ કરેલ જેનું સરંદાર પટેલ, મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશી આ ત્રણ મહાનુભાવો દ્ભારા સ્વતંત્ર, ડેમોક્રેટીક અને રીપબ્લીક દેશમાં સર્જન થયેલ છે એટલે એને દેશનું કલંક ઘણું છું.


ગુજરાતી વીકીપીડીયા ઉપર શુક્રવાર ૧૮.૦૧.૨૦૦૮ રાતના પ્રથમ હેમચંદ્રાચાર્ય ને હાથ લગાડેલ છે. મધ્ય પ્રદેશ હીન્દી સાહીત્ય અકાદમીની હીન્દીમાં પીડીએફ ફાઈલ મારી પાસે છે.


મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રહી દોષથી બચવા જય હીન્દ ની સાથે જય ગુજરાત કહીં દઉં છું.


Saturday  31st December, 2005.