ગડકરીનું વજન ઓછું થયું.....મરાઠી છાપું લોકમત....
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
welcome હાર્દીક સ્વાગત Welcome
આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
https://www.instagram.com/vkvora/
અનુક્રમણીકા લીસ્ટ લેબલ
- 01 મારો પરીચય
- 021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...
- 031 वीशाल मोनपुरा गुजराती हीन्दी पाटीयुं
- 041 મીત્રોના બ્લોગ
- 051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી
- 061 શીક્ષણને લગતી વેબસાઈટ
- 062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન
- 063 Report writing
- 071 ફોટો ગેલેરી
- 31 देश वीदेशना समाचार तंत्री लेख
Friday 25 May 2012
ગડકરીનું વજન ઓછું થયું.....મરાઠી છાપું લોકમત....
..
vkvora Male Age 75
Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist.
http://vkvora.in
..
==
..
મારો પરીચય મારા શબ્દોમાં
==
મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 74 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે
એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.
ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું.
મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે.
http://vkvora.in
..
..
Subscribe to:
Post Comments (Atom)
મોદીનો ધમકીભર્યો લેટરઃ સંજય જોશીને કાઢશો નહીં તો રાજીનામુ આપીશ
ReplyDeleteSource: Bhaskar News, Gandhinagar | Last Updated 8:21 AM [IST](25/05/2012)
કેશુભાઈને સમર્થન આપવાની કિંમત ચુકવી રહ્યા છે સંજય જોષી
Share
25
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સંજય જોશી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં અચાનક ગરમાળો કેવી રીતે આવ્યો અને છેલ્લાં ૨૪ કલાકમાં એવું તો શું થયુ તેની સીલસીલાબદ્ધ વિગતો જાણવા મળી છે.
ભાજપ હાઇકમાન્ડને નરેન્દ્ર મોદીનો પત્ર મોકલી દેવાયો હતો જોકે, સૂત્રોના દાવા પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા આગલા જ આ પત્ર લઇને મુંબઇ ગયા હતા. જેમાં મોદીએ લખ્યું હતું કે જો સંજય જોશીને કાઢશો નહીં તો હું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દઇશ અને ગુજરાત ભાજપના કોઇપણ સભ્ય હાજરી નહીં આપે.
સંજય જોશીને ભાજપમાં પાછા લેવાયા ત્યારથી જ નરેન્દ્ર મોદી ભાજપ હાઇકમાન્ડથી નારાજ હતા અને તેના કારણે જ ઉત્તર પ્રદેશ ચુંટણીમાં તેઓ ગયા ન હતા. પરંતુ મુંબઇ કારોબારીની જાહેરાત થઇ ત્યારથી જ ગુજરાત ભાજપ જ નહીં પરંતુ મોદી એકમના તમામ લોકો આ મુદ્દાને કેવી રીતે ટેકલ કરવો તેની ગડમથલમાં હતા.
મોદી - જોશીના મુદ્દે પત્રકારોને ધારદાર સવાલોનું ભાથું મળ્યું
નીતીન ગડકરીએ ગુરુવારે ભાજપમાં એકતા અને શિસ્ત પર ભાર મૂકતાં પ્રસાર માધ્યમોને તેમને 'વ્યથિત’ કરતા પ્રશ્નો પૂછવાનું ભાથું મળી ગયું હતું. પક્ષની રાષ્ટ્રીય કારોબારી વિશે મીડિયાને જાણકારી આપવા માટેની બેઠકમાં 'ટાર્ગેટ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છે કે શું?’ એવા અનેક અણિયાળા સવાલોનો સામનો ભાજપ નેતાઓએ કરવો પડયો હતો. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના રવિશંકર પ્રસાદ પત્રકારનો સવાલોથી મુંઝાઈને વ્યથિત બની ગયા હતા.
શું થયું ?: મોવડી મંડળ અને સંઘને મોદીએ આબાદ ભીંસમાં લીધા
મોદીના ઈશારે રાજીનામા ધરી દેવાનો વ્યૂહ હતો
મોદીની રાજીનામાની ધમકી માત્ર પોકળ ધમકી ન હતી પરંતુ નરેન્દ્ર મોદીની લાંબા સમયથી તૈયાર કરાયેલી વ્યૂહરચનાનો ભાગ હતો. આ માટે છેલ્લાં એક અઠવાડિયામાં મોદીએ પોતાના વિશ્વાસુઓ સાથે ઊંડાણપુર્વક ચર્ચા કરી હતી અને મોદીના એક ઇશારે નેશનલ એક્ઝિક્યુટીવના ગુજરાતના તમામ સભ્યોના રાજીનામા આપી દેવાનો વ્યુહ નક્કી થયો હતો અને કેશુભાઇ પટેલના ઉગતા ઝાડની કુપળો જ કાપી નાંખવામાં મોદી સફળ થયા હતા.
મોવડી મંડળ પાસે શું વિકલ્પ હતો ?
મોદીની ધમકી બાદ મોવડી મંડળ પાસે કા તો સંજય જોશીનું રાજીનામુ લેવાનો અથવા તો મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામાનો જ વિકલ્પ બચ્યો હતો. મોદીને અવગણવાનો સીધો અર્થ સૌથી શક્તિશાળી મુખ્યપ્રધાનનો અને તેમના રાજ્યના એકમના મોટા ભાગના લોકોનો બળવો વ્હોરી લેવાનો હતો. આ સંજોગોમાં મોવડી મંડળ પાસે સંજય જોશીને વિદાય કરવા સિવાઇ કોઇ રસ્તો રહ્યો ન હતો.
ગડકરીને શરણાગતિ કેમ સ્વીકારવી પડી ?
પક્ષના મોવડી મંડળમાં અને સંઘમાં પણ જોશી-મોદીની લડાઇને લીધે બે જુથો પડી ગયા હતા.અડવાણી મોદીથી નારાજ હતા પણ સંજય જોશીને ઇચ્છતા ન હતા. મોહન ભાગવત મોદીને નારાજ કરવા માગતા ન હતા. આથી ગડકરી માટે પીછેહઠ સ્વીકારવા સિવાઇ કોઇ રસ્તો બચ્યો ન હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોની તરફે છે ?
સંઘને મોદી કે ગડકરી બેમાંથી કોઇને ગુમાવવા પરવડે તેમ ન હતા. કદાવર બની ગયેલા નરેન્દ્ર મોદી સાથે સંજય જોશીને લીધા ત્યારે એમ હતું કે બંનેને મનાવી શકાશે પરંતુ તેમાં સફળતા મળી નહીં. ગડકરીને સંઘ પસંદ કરે છે તેમના નૈતૃત્ત્વમાં લોકસભાની ચુંટણી લડી છે અને સન ૨૦૧૪ની ચુંટણી પણ તેમના નેતૃત્ત્વમાં જ લડવા માગે છે.
http://www.gujaratsamachar.com/20120526/head/head2.html
ReplyDeleteગડકરીને બીજી ટર્મ માટે જ કારોબારી બોલાવાયાની ચર્ચા
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં આંતરિક જૂથવાદ ને વિવાદો છવાયા
મોદીની સુલતાનગીરી ઃ યેદીયુરપ્પા હાજર પણ દબાણ ન લાવી શક્યા ઃ વસુંધરા પર નેતાઓ નારાજ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૫
ભાજપમાં જૂથવાદ, સંજય જોશીનું રાજીનામું અને નિતીન ગડકરીને બીજી ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પક્ષના બંધારણમાં સુધારો કરવાના મુદ્દે આને લીધે ભાજપના વરિષ્ઠ નેતાઓની નારાજગી આંખે તરી આવતા મુંબઇમાં બે દિવસ યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં કોઇપણ પ્રકારના પ્રભાવશાળી અને અગત્યના નિર્ણય લીધા વિના સમાપ્ત થઇ હતી. કારોબારી દરમિયાન આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવતા જાણે કોઠીમાંથી કાદવ કાઢયો હોય એવી સ્થિતિ થઇ હતી. જો કે આ કાદવમાંથી જ કેન્દ્રમાં કમળ ખીલવવાનો સંકલ્પ પક્ષે જાહેર કર્યો હતો, પણ અત્યારે તો કારોબારીનો મૂળ હેતુ જ ઓવર શેડો થઇ ગયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણને વશ થઇને પાર્ટીએ નિતીન ગડકરીને બીજી ટર્મ માટે ચાલુ રાખી શકાય એ માટેનો રસ્તો સાફ કરવા માટે બંધારણમાં ફેરફાર કરવો પડયો હતો.
બીજી તરફ નરેન્દ્ર મોદીએ ત્રાગું કર્યું હતું કે કારોબારીમાં સંજય જોષીને ચાલુ રખાશે તો તેઓ રાજીનામું ધરી દેશે. મોદીને નારાજ કરવાનું પક્ષને પાલવે એમ ન હોવાથી સંજય જોષીને કારોબારીમાંથી હટાવવા પડયાં હતાં. જોષીએ રાજીનામું આપ્યા પછી મોદી મોડે મોડે રિસામણાં છોડીને કારોબારીમાં આવી પહોંચ્યા હતાં. આમ નરેન્દ્ર મોદી સામે ભારતીય જનતા પક્ષની નેતાગીરીએ ઘૂંટણીયે પડવું પડયું હતું. કોંગ્રેસે જ કરેલી ટકોર મુજબ મોદીથી હવે ભાજપવાળા જ ગભરાય છે.
ગડકરીને બીજી ટર્મ મળી એને લીધે પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી નારાજ થયા હતા. ફક્ત અડવાણી જ નહી પક્ષમાં ગડકરી વિરોધી છાવણીના તમામ લોકો નારાજ થયા હતાં. મહારાષ્ટ્રના ગોપીનાથ મુંડેની પણ ગડકરી સામેની નારાજી અગાઉ પણ છતી થઇ ગઇ છે. ગડકરી વિરોધી જૂથના જ એક કાર્યકરે કહ્યું હતું કે આ કારોબારીની બેઠક જાણે નિતીન ગડકરીને બીજી ટર્મ માટે ચાલુ રાખવાની જોગવાઇ કરી દેવા માટે જ યોજાઇ હોય એવો ઘાટ થયો હતો.
અધ્યક્ષને બીજી ટર્મ માટે મંજૂરી અપાવા બંધારણમાં સુધારાનો પ્રસ્તાવ રજૂ થયો ત્યારે અડવાણી સભાગૃહમાં જોવા નહોતા મળ્યાં.
કર્ણાટકમાં ભાજપનું નામ બોળનારા ભૂતપર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા કારોબારીમાં આવ્યા હતા ખરા. પણ તેમને ફરી વાર કર્ણાટકની ગાદીએ બેસાડવામાં આવે એ માટે કોઇ પ્રેશર પક્ષની નેગાતીગી પર લાવી નહોતા શક્યા. આવી જ રીતે રાજસ્થાનમાં થોડા દિવસ પહેલાં જ બળવાનો સંકેત આવી ચૂકેલા વસુંધરા રાજે સિંધિયાને જોઇને પક્ષના ઘણાં નેતાઓના ભવાં તણાયા હતાં.
ગુજરાતના મોદી વિરોધી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની ગેરહાજરીની ખાસ કોઇએ નોંધ નહોતી લીધી.
ગઇકાલથી શરૃ થયેલી ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં દેશના આર્થિક તંત્ર, કૃષિ, ભાજપના બંધારણમાં સુધારો, રાજકીય, પ્રસ્તાવ, કાશ્મીરનો મુદ્દા પર ગંભીર ચર્ચા થઇ હતી, પરંતુ આ વિષયો પર યોગ્ય તારણ નીકળ્યું ન હતું. એવું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે. કારોબારીની બેઠક શરૃ થતાં પૂર્વે સંજય જોશીનું કારોબારીમાંથી રાજીનામું લઇને ગુજરાતના મુખ્ય પ્રધાનને રાજી કરવાનો પ્રયાસ કરાવ્યો છે. નિતીન ગડકરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે બીજી ટર્મની મુદત ફાળવવા પક્ષના બંધારણમાં કરાયેલા સુધારાને લીધે ભાજપમાં જૂથવાદ આગળ તરી આવ્યો છે. એટલું જ નહિ દેશના રાષ્ટ્રપતિ અને ભાજપ કોને વડા પ્રધાન બનાવવા તે અંગે પણ અવઢવમાં છે.
જો કે ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે અમારામાં કોઇ વિવાદ નથી. ભાજપ તેના સાથીપક્ષો એટલે કે એન.ડી.એ. ગઠબંધનને વધુ મજબૂત બનાવવા વ્યૂહરચના ઘડી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએને પાછી પાની કરાવવા કટિબદ્ધ થઇ છે. હવે આગામી કારોબારીની બેઠક ઓગસ્ટ મહિનામાં થશે ત્યારે અમે અગત્યના નિર્ણયો લઇને વધુ આક્રમક બનીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
http://www.bbc.co.uk/hindi/india/2012/05/120525_advani_sushma_skip_sdp.shtml
ReplyDeleteमुंबई में शुक्रवार को भारतीय जनता पार्टी की राष्ट्रीय कार्यकारिणी के दूसरे दिन गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी और पूर्व मुख्यमंत्री यदियुरप्पा की मौजूदगी के बावजूद पार्टी के भीतर की अंतरकलह की झलकियाँ नजर आने लगी हैं.
हालाँकि पार्टी ने अपने राजनीतिक प्रस्ताव में संयुक्त प्रगतिशील गठबंधन सरकार पर तीखे प्रहार करने की कोशिश की है लेकिन मीडिया का ध्यान भाजपा के अंतरद्वंद्व पर ही केंद्रित रहा है.
http://navbharattimes.indiatimes.com/bickering-is-complicating-the-bjp-congress/articleshow/13495116.cms
ReplyDeleteनवभारत टाइम्स
26 May 2012, 0900 hrs IST
विशेष संवाददाता ॥ नई दिल्ली
मंुबई में बीजेपी की कार्यकारिणी की बैठक के पूरे घटनाक्रम पर शुक्रवार को कांग्रेस ने जमकर निशाना साधा। कांग्रेस प्रवक्ता मनीष तिवारी ने कहा कि फिलहाल बीजेपी अपनी अंदरूनीकलह और आपसी झगड़ों में उलझी हुई है।
कार्यकारिणी से संजय जोशी के इस्तीफे के बारे में कांग्रेस प्रवक्ता का कहना था कि बीजेपी ऐसी पार्टी है, जिसके एक मुख्यमंत्री एक पूर्व पदाधिकारी की बलि ले लेते हैं, जबकि उसके एक पूर्व सीएम अपनी ही पार्टी के केंद्रीय नेतृत्व की खुलेआम आलोचना करते हैं। उन्होंने बिना किसी का नाम लिए कहा कि बीजेपी में एक प्रेजिडेंट हैं, एक सुपर प्रेजिडेंट और एक हाइपर प्रेजिडेंट।
कांग्रेस प्रवक्ता ने इशारों- इशारों में बीजेपी के बड़े नेताओं पर हल्ला बोला। आडवाणी और सु़षमा द्वारा रैली में भाग न लिए जाने पर उनका कहना था कि बीजेपी के बड़े नेता तो बैठक की औपचारिकताओं तक में शामिल होना जरूरी नहीं समझते। मनीष तिवारी ने कहा कि बीजेपी को दूसरों की आलोचना की इतनी आदत पड़ चुकी है कि उसकी बैठक रिजॉल्यूशन में भी आलोचनाएं ही थीं। इसलिए उनके कार्यकारिणी की बैठक का कोई मतलब नहीं रह जाता। कांग्रेस का मानना है कि बीजेपी ठीक तरह से रचनात्मक विपक्ष की भूमिका नहीं निभाती। वह सिर्फ विरोध और आलोचना करने में यकीन रखती है।
कांग्रेस का कहना था कि पिछले आठ साल में जनता के सामने बीजेपी का यह बिखरा हुआ और आपसी कलह से जूझता हुआ रूप सामने आया है। जनता अब बीजेपी की असलियत समझने लगी है।
http://navbharattimes.indiatimes.com/articleshow/13532908.cms
ReplyDeleteनई दिल्ली।। बीजेपी में नरेंद्र मोदी के बढ़ते कद को लेकर एनडीए की सहयोगी पार्टी जेडी-यू को थोड़ी परेशानी होने लगी है। पार्टी के किसी नेता ने हालांकि खुले तौर पर तो कुछ नहीं कहा, लेकिन ज्यादातर नेताओं का कहना है कि अगर साल 2014 के चुनाव के लिए मोदी को पीएम पद का कैंडिडेट प्रोजेक्ट किया जाएगा तो बीजेपी के साथ काम करना मुश्किल हो जाएगा।
जेडी-यू के एक सीनियर लीडर ने कहा कि जिस शख्स के साथ हम डिनर तक नहीं कर सकते, उसे हम प्रधानमंत्री के तौर पर कैसे स्वीकार कर सकते हैं। उनका इशारा साल 2010 में बिहार के सीएम नीतीश कुमार की ओर से मोदी के साथ डिनर कैंसल करने को लेकर था।