welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday, 30 August 2013

‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ

‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ




પ્રિય વાચકમિત્રો,
મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ‘રીડગુજરાતી’ તેમજ ‘ગુજરાતી બ્લોગ જગત’ વિશે અગાઉ મેં લખેલો એક વિગતવાર લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે.  ‘રીડગુજરાતી’નો શૈક્ષણિક ઉપયોગ થતો હોય એવા ઘણા સમાચારો મળતા રહે છે પરંતુ ગુજરાતી ભાષાની વેબસાઈટને કોઈ પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું હોય તેવો કદાચ આ પહેલો પ્રસંગ છે અને તેથી જ મારી જવાબદારી ઘણી વધે છે. નવી પેઢીના બાળકો આપણા સાહિત્યના વારસાથી તો માહિતગાર થાય જ પરંતુ તે સાથે સાહિત્યને આધુનિક ઉપકરણોના માધ્યમથી માણી શકે તેવો રીડગુજરાતીનો પ્રયાસ રહ્યો છે. આ માટે દેશ-વિદેશના અસંખ્ય વાચકો નો સાથ સહકાર સતત મળતો રહ્યો છે. તેથી આપ સૌનો આ શુભપ્રસંગે હું આભાર માનું એટલો ઓછો છે.
આ લેખ આપે અગાઉ અહીં વાંચેલો જ છે પરંતુ કદાચ કોઈ નવા વાચક તેનાથી માહિતગાર ન હોય તો એ માટેની લિન્ક અહીં આપું છું અને એ સાથે ગુજરાતી પાઠ્યપુસ્તકના ફોટોગ્રાફ પણ આપ અહીં જોઈ શકો છો. વિશેષમાં, ‘મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ’નો ખૂબ ખૂબ આભાર.....

 – મૃગેશ શાહ

Friday, 23 August 2013

રુપીયો તળીયે. ચાલો નીષ્ણાંત બનીએ.

રુપીયો તળીયે. ચાલો નીષ્ણાંત બનીએ.

બજારમાં રુપીયાની હાલત ખરાબ થતી જાય છે.

દેશના વડા પ્રધાન અને નાણાં મંત્રી આમ તો ભણેલા ગણેલા છે પણ રુપીયાના વહેવારમાં એમના હાથ કોલસાથી કાળા થઈ ગયા છે.

આ ડોલર અને રુપીયાનો ભાવ મુંબઈની રીઝર્વ બેન્ક કે દીલ્લીના નાણા મંત્રાલયના હાથમાં થોડું છે?

શાકભાજીના ભાવમાં કાછીઓ જાણે છે કે ભાવમાં વધઘટ થાય પણ શાકભાજી ખરાબ થઈ જાય એના કરતાં વેચી કાવડીયા ઉભા કરી લેવા.

વડા પ્રધાન અને નાણાંમંત્રી આ કાછીયાથી પણ ગયા સમજવા.

મેં ખીસ્સામાં હાથ નાખ્યો અને એક રુપીયાના છ સીક્કા નીકળ્યા. બાજુમાં ફુટપટ્ટી હતી એટલે ફુટપટ્ટી અને રુપીયાને સ્કેનર ઉપર રાખી સ્કેન કર્યા જેનો આ ફોટો છે.

મેં જોયુ કે ફુટપટ્ટીતો સીધી હતી. અને રુપીયા પાછળના ભાગે સીધા રાખેલ પણ સ્કેન કરેલ ફોટામાં જોઈ શકશો કે બધા આડાઅવડા છે.

ફોટાની પ્રોપર્ટીમાં જઈને જોયું તો સમજણ ન પડી.

બન્ને ફોટાઓ એટલે કે રુપીયા અને ફુટપટ્ટીનો ફોટો અને ફોટાની પ્રોપર્ટીનો ફોટો મુકેલ છે.


 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhTr8fI1Icig5MT-Jgtka4fs5llt5M9L79Sfo0BNdjvhyphenhyphen2QRQWuh4z_JrT06MKZnaDv4SxIpnzkAly-EtBO2YvmhUe2TriSz3JYtjE1hKYHN5cMUkQzNNKtzFohmhS7xFShRVvwXw/s1600/Rupee1.jpg











મને તો આમા રાજા ભૃતુહરી અને રાણી પીંગલા નાટક જેવું લાગે છે. ભીક્ષા દે દે મૈયા પીંગલા.
આ ડોલર અને રુપીયાનો સંબધ કોઈને ખબર નહીં પડે.

Thursday, 22 August 2013

ગાડી પાટા ઉપરથી ઉતરી નથી. તો પછી રુપીયાની આવી હાલત....

ગાડી પાટા ઉપરથી ઉતરી નથી. તો પછી રુપીયાની આવી હાલત....








Thursday, 8 August 2013

શીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર

શીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર 

સોનીયા ગાંધી અને મન મોહનસીંઘની સરકારે શીક્ષણ અધીકારનો કાયદો બનાવ્યો.

હવે અન્ન સુરક્ષા કાયદો બનાવવાની છે.

ભાજપના સાંસદ વીરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજને અન્ન સુરક્ષા કરતાં દેશની સુરક્ષાની ચીંતા વધુ છે.

વાંચો બીબીસી હીન્દી, દૈનીક જાગરણ, નવભારત ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ઈન્દીઆને નીચેની લીન્કને કલીક કરીને...

ફોટાઓ ઈન્ટરનેટથી ડાઉન લોડ કરેલ છે.