welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 24 October 2013

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...

મોબાઈલની નવી ટેકનોલોજીથી ઠગાઈની પણ નવી ટેકનોલોજી આવી છે. 

મોબાઈલમાં કોઈ મોટેથી વાતો કરતું હોય અને જે એમાં રસ લે તો સમજવું કોઈકનું ખીસું કપાયું કે પાકીટ કે મોબાઈલ ચોરાયો.

મોટેથી વાતો કરવાનો ઢોંગ ઉભો કરી ધ્યાન બીજે દોરવાનું હોય છે.

બસની લાઈનમાં બધા સીધા ઉભા હોય તો એક જણ લાઈન વગર આગળ ઉભો રહે. પછી એકાદ બે આવવા માંડે. મોબાઈલ શરુ થાય અને સમજવું ખીસ્સા કાપવાની ગેંગ આવી. એક તો સીધી લાઈન તુટે અને ખીસ્સામાંથી પાકીટ કે મોબાઈલ જાય.

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...






















Monday, 21 October 2013

ભોર ઘાટમાં રખડવાની મજા....

ભોર ઘાટમાં રખડવાની મજા....

હું ભોર ઘાટમાં રખડવા માંગતો હતો. મુંબઈથી કર્જત, ખોપોલી સહેલાઈથી જઈ શકાય. મુંબઈ પુના વચ્ચે રેલ્વે લાઈન છે અને હવે મુંબઈ પુના વચ્ચે એક્ષપ્રેસ હાઈવે છે. હાઈવેથી પસાર થઈએ તો ખબર ન પડે કે આપણે ઘાટ ચડી રહ્યા છીએ. ખોપોલીથી બસમાં ડ્રાઈવર પાછળની સીટવાડી બસમાં બેસવું. સડસડાટ બસ જાય અને આજુબાજુ નજર નાખીએ એટલે ખબર પડે કે ખોપોલી ખંડાલા લોનાવાલા વચ્ચે ૨૦૦૦ વરસ પહેલાં લોકો, બળદ, ઘોડાથી મુસાફરી કેમ કરતા હતા? આ ખોપોલી ખંડાલા મુસાફરી કરીએ તો ખબર પડે.

શું લાગે છે હું ખોપોલી થી ખંડાલા ગયો હતો?
એમબીએના વીધ્યાર્થીઓને નોકરી કરવી હોય તો પરીક્ષા આપવી પડે. એના પ્રશ્રપત્ર જોતો હતો?
ઉદ્યોગપતી કેમ બનવું એનો કોઈ સેમીનાર હતો?
ગુજરાતી ટાઈપ કેમ કરવું એની તામીલ લેતો હતો?
લેકચરમાં અંગ્રેજી વીરુદ્ધ ગુજરાતી બાબત બોલતો હતો?

કોમ્પ્યુટર, કીબોર્ડ, નેટ ઉપર બેસી આ બધું ગુગલ મહારાજના ઈજનેરને પુછ્યું અને આ લખી નાખ્યું.
મુંબઈ થાણા વચ્ચે ૨૧ માઈલ એટલે કે ૩૩-૩૫ કીલોમીટર થાય અને  પ્રથમ રેલ્વે દોડી ૧૬ એપ્રીલ, ૧૮૫૩ના.પછી તો ૧૦-૨૦ વરસમાં મુબઈ, કલકત્તા, દીલ્લી બધા રેલ્વેથી જોડાઈ ગયા. આ રેલ્વે ભારતનો નકશો બદલી નાખ્યો.

નીચે થોડાક ફોટા મુક્યા છે આ ફોટાઓ જ્યાંથી લીધા છે એની લીન્ક પણ મુકેલ મુકેલ છે. આ નેટ અને વેબના જમાનામાં આ બધું કોણે અને ક્યારે મુકેલ છે એ તો ખબર નથી પણ લીન્ક આપેલ છે.

















Wednesday, 16 October 2013

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે. મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે.


મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. 


ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.










Tuesday, 8 October 2013

ફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.

ફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.

ફુટબોલની રમતમાં મોટા દડાને ૧૦-૨૦ માણસો પગના જોરથી માર કે ધક્કો લગાડે છે અને આ મોટો દડો ઉછડી કે દોડી ક્યાનો ક્યાં જાય છે.

સમજણ પડી? આ આત્માનું એમ જ છે આત્મા નામના દડાને રમતવીરો કોઈ જ કારણ વગર ધક્કો મારી ક્યાં ને ક્યાં ઉછાડે છે અને બીચારો રેફરી જોયા કરે છે. પછી એમાં ગાળા ગાળી, મારા મારી પણ થાય. સ્ટેડીયમમાં દર્શકો પણ મારા મારી કરે.

રવીવાર ૬.૧૦.૨૦૧૩ની ફુટબોલ મેચના થોડાક ફોટાઓ મુકેલ છે. બધાની શાંતી થાય એટલે હસ્તા મોઢાવાળા ફોટા મુકેલ છે. બીચારા કાળ સર્પની વીધીવાળાને જરાયે ખબર નહીં હોય આ લાત મારવાની રમત તો વર્ષો જુની છે? પછી સર્પને વચ્ચે લાવી નાહકનો નકલી કે સોનાનો સાપ કે માનવ આકૃતી બનાવી તારણું કરે છે.















Monday, 7 October 2013

કાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.

કાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.

કુંટુંબમાં કોઈનું અચાનક કે અકાળે મૃત્યુ થયું હોય તો મરનારની આત્મા ભટકે છે અને ભટકતી આત્માની શાંતી કરવી જરુરી છે.

અકાળે મૃત્યુમાં દાખલા તરીકે રામની જેમ પાણીમાં ડુબી મરવું.  કૃષ્ણનું ખુન થયેલ, એમ ખુનથી મૃત્યુ થાય. કૃષ્ણના જમાનો તીર કામઠાનો હતો એટલે તીર મારી મારવામાં આવેલ. ભીષ્મનું ઈચ્છામૃત્યુ હોવા છતાં યુદ્ધમાં તીરોના પ્રહારથી કંટાળી આપઘાત કરેલ. ૪-૫મી સદી પછી અપમૃત્યુમાં વધારો થયો.  ૯-૧૨મી સદીમાં ઈશ્લામના શાસકોનું આગમન થતાં હીન્દુઓમાં રોજે રોજ સેંકડો હજારોમાં અપમૃત્યુ થતા ગયા. ઘણાંની શાંતી થઈ કે નથી થઈ.

આ શાંતીની વીધી સહજ, સરળ, સહેલી અને સસ્તી છે. ૧૦૦ કે ૨૦૦ ગ્રામ માંટી કે ભીની માંટી લઈ એની માનવ જેવી આભાસી કે ગમેએવી આકૃતી બનાવવી. સ્નેહીની  શાંતી માટે આ કરું છું એમ કહી શબને દાટવામાં માનતા હો તો દાટી દેવો અને શબને બાળવામાં માનતા હો તો બાળી દેવો. એના માટે કોઈ હીન્દુ શમસાન કે મુસ્લીમ કબ્રસ્તાન કે ખ્રીસ્તી મસાણમાં જવાનું નહીં. એનો બારણે ઉભેલો રક્ષક કે કાર્યાલયનો કલાર્ક તમારી પાસેથી મૃત્યુનું અધીકૃત પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટીફીકેટ માંગશે અને એ વીધી નહીં કરો તો કદાચ જેલમાં જવાનો વારો આવે. દફન વીધી સહેલી છે તો બની શકે તો દફન વીધી કરવી. નર્મદા કીનારે, નાસીક, તાપી, કાવેરી, ગંગા યમુના નદી કીનારે જઈ વીધી કરવી એનાં કરતા આ વીધી સરળ છે.

આમ થોડીક માંટીથી કામ થઈ જતું હોય તો કોણ સોનાનો સાપ બનાવે?

આ સાપને પગ ન હોવાથી એ પેટે સરકીને ચાલે છે.બીચારા સાપને હાથ પગ નથી. મદારીની મોરલીનો અવાજ સાંભળવા કાન પણ ક્યાં છે?  હવે આ સાપને ફુટબોલ કે વોલીબોલ રમવું હોય તો શું કરે? ફુટબોલ રમતાં ઉશ્કેરાઈ જાય કાંઈક પણ બોલે , મારામારી કરે તો રેફરી બીચારો શું કરે?

હાલે નવરાત્રી ચાલે છે અને રોજ યુવાનો નવરાત્રીના ડ્રેસમાં સજધજ થઈ દાંડીયા કે રાસ રમે છે. આ કાળસર્પના સાપને પણ દાંડીયા કે રાસ રમવાની ઈચ્છા થાય?

આ પ્રથમ ભાગને હજી થોડુંક એડીટ કરી બરોબર લખવાનું બાકી છે પછી બીજા ભાગ માટે રાહ જુઓ.

જરુરી ફોટાઓ મુકવામાં આવશે...

દશેરા કે  કાળી ચૌદસ પહેલાં બધાને કાળ સર્પની બધી વીધી સમજમાં આવે એ રીતે કહેવામાં આવશે.


Friday, 4 October 2013

ગુજરાતી નેટજગતનું ગૌરવ :

‘વેબ ગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે શ્રી વિશાલ મોણપરાનાં સન્માનનો અહેવાલ - ગુજરાતી નેટજગતનું ગૌરવ



[શ્રી વિશાલ મોણપરાનું સન્માન કરવાની ઘોષણા વેગુ પર "વિશાલ મોણપરા: ગુજરાતી નેટજગતનું ગૌરવ" શીર્ષકથી કરવામાં આવી હતી. એમાં ઉલ્લેખ કર્યા મુજબ,  હ્યુસ્ટનના શ્રી નવીનભાઈ બેંકરે, તેમની સિદ્ધહસ્ત કલમે લખેલો સન્માન કાર્યક્રમનો અહેવાલ અત્રે રજૂ કરીએ છીએ. -વેગુ સંપાદકો]


૨૨મી સપ્ટેમ્બર, 2013 ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી.


ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક


ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિ શ્રી વિશાલ મોણપરાને  ’ વેબગુર્જરી’ અને ‘ગુજરાતીસાહિત્યસરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો. સાથે સાથે તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં,  સમગ્ર કાર્યક્રમ દરમિયાન, પ્રથમ વખત,  ‘ગુગલહેન્ગઆઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો પણ આનો લાભ લઈ શક્યા હતા.




શરુઆતમાં, સંસ્થાના કોઓર્ડીનેટર  શ્રીમતી પ્રવિણાબેન કડકિયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબહેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઈને શુભારંભ કર્યો. યજમાન દંપતી દિનેશભાઈ અને હેમંતિબહેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરૂ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી  હતી. ભાગ લેનાર સર્જકો હતા – સર્વશ્રી ધીરુભાઇ શાહ,  ચીમન પટેલ, ગિરીશ દેસાઈ, પ્રવિણા કડકિયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડૉક્ટર ઇન્દુબહેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી નુરુદ્દીન દરેડિયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપિયા’ વાંચી સંભળાવી હતી. નીતિન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઈ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી સુરેશ દલાલ, સ્વ. શ્રી હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાનાં કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં  પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.


બેઠકના બીજા દૌરમાં,  શ્રી વિજય શાહે, વિશાલ મોણપરાની સિદ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી નિલકંઠભાઈને,  વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી.  શ્રી  નિલકંઠભાઈએ,  વિશાલની BAPS  પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેમણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી,  સંતોના આશીર્વચનો સંભળાવ્યાં.


૯૨ વર્ષની વયના વડીલ શ્રી ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું.


Bethak 137 (4) Vishal & Dhirukaka


શ્રી વિશાલ મોણપરાએ આ અંગે અતિ નમ્રતાપૂર્વક સૌનો  આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.


‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઈએ છે?

ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે?

શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના?

બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?


ત્યાર બાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે  દેવિકા ધ્રુવને  આમંત્રણ આપ્યું અને તેમણે વિશાલની સિદ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.-


Bethak 137 (2) Vishal & Devikaben


‘વેબગુર્જરી’ના શ્રી જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ સાહિત્યસરિતાના પ્રમુખશ્રી વિશ્વદીપભાઈએ વાંચી સંભળાવ્યો હતો.


Bethak 137- (1) Vishal Monpara


અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા,  હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતામાટે મથનાર કવિ શ્રી વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઈ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતું જેને હાજર રહેલા સૌ સાહિત્ય રસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.


Bethak 137 (3) Vishal & Vishvadeep


આખીયે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટન નિશાનની એક અજબની લ્હેરખી હતી..


ગુગલહેંગઆઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નીલમબહેન દોશી ( વિજયવાડા),  રેખાબેન સિંધલ( ટેનેસી), ડૉક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર(કેલીફોર્નિયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબહેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરેએ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલહેંગઆઉટ પર, હ્યુસ્ટનમાં બેઠાબેઠા,  છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દૃષ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો.


આ પ્રથમ પ્રયાસનું  શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના સહાયક તરીકે,  સતત કાર્યરત શ્રી વિજય શાહ, પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.


અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક, સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભાર વિધિ કરી હતી અને સૌ,  ધીરુકાકા,  દિનેશભાઇ અનેહેમંતિબહેનના દહીંવડા, રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યાં હતાં.


– (શબ્દાંકન અને તસ્વીરો : શ્રી નવીન બેન્કર)


Thursday, 3 October 2013

હકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....

હકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....

મુંબઈની લોકલ ટ્રેનમાં બારી પાસે આરામથી બેઠો હતો અને મને ફોન આવ્યો કે શીવરી આવવાનું છે અને મને થયું ગાંધી જયંતી છે લગભગ રજા જેવું છે એટલે વચ્ચે ઉતરી મેડીકલેઈમના હકના પૈસા આપતાં કમ્પનીઓ કેવા કેવા બહાના કાઢે છે એ જણાવી આવીશ.

જયાં બેઠો હતો ત્યાં ચાર વરસની એક બાળકી આવી. પછી એની મમી આવી અને પછી એની નાની આવી. બાળકીને મમીએ કહ્યું તારો પરીચય આપ બાળકી જાણે માઈકની સામે ઉભી હોય એમ ૪-૬ લાઈનની કવીતા બોલી. ચાર વરસની બાળકીએ બધું પોતા વીશે કહ્યું જેમાં ચાર વરસની છું એમ પણ કહ્યું. નોટબુકમાં ડ્રોઈંગ કરું છું.

મેં એને મારી સમક્ષ નજદીક બોલાવી એક આંગળી ઉંચી કરી કહ્યું હકડો, બે આંગળી ઉંચી કરી કહ્યું બ, ત્રણ આંગળી ઉંચી કરી કહ્યું ત્રે અને હાસ્યનું મોજું ફર્યું. પછી મેં એને રીપીટ કરવાનું કહ્યું અને એ બોલી વન, ટુ, થ્રી એટલે ફરીથી હાસ્યનું મોજું ફર્યું.

મેં બાળકીની મમીને પુછ્યું તને ગુજરાતી આવડે છે? બાળકીને મમીએ કહ્યું મને ગુજરાતી અક્ષરો ઓળખતા આવડે છે પણ વાંચતા થોડીક ગડબડ થાય. મેં લખવા બાબત પુછ્યું તો કહે મને લખતાં બીલ્કુલ નથી આવતું. આઠમાંથી એકે કહ્યું ૫-૬ વરસ થયા નોટબુકમાં ગીત સ્તવન ઉતારેલ નથી પણ હજી ઉમરના હીસાબે અક્ષરોમાં લગભગ ફરક પડયો નથી.

મીત્રો આ હકડો, બ, ત્રે એ ઘણાં મરાઠી માણસોને મુંબઈમાં ખબર છે. ગુજરાતી વાંચવા લખવા બધા તાલીમ લે એ માટે આ લખાંણ મારા બ્લોગ, ફેસબુક અને ક્ચ્છીઓના કેવીઓઓર્કુટ ઉપર મુકેલ છે. ગુગલના ગ્રુપ ગુજબ્લોગ ઉપર લીન્ક આપેલ છે.

Wednesday, 2 October 2013

ન્યાય.....

ન્યાય.....

ન્યાય શબ્દને ગુજરાતીલેક્ષીકોનમાં મુકી ગુજરાતી થી ગુજરાતી શબ્દકોષમાં જુઓ તો ૩-૪ પાના ભરાય એટલું લખેલ છે અને ગુજરાતી થી અંગ્રેજીમાં મુકો એટલે ગુજરાતીલેક્ષીકોન તરત જ કહે ન્યાય એટલે જસ્ટીશ કે જજમેન્ટ. કંઈક તથ્ય રજુ કરો અને તથ્યના આધારે નીર્ણય લો.

આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ દીવસ છે. આ મહાત્મા ગાંધીએ બકરી અને ગુજરાતી જોડણી ઉપર ભાર મુકી દેશને આઝાદી આપવામાં ઢીલ કરેલ છે. વળી સોમનાથ મંદીરના નીર્માણમાં ભાગ લઈ પત્થર પુજા કે પત્થર પ્રાર્થનાને મહત્વ આપેલ છે.

જેલમાં જવું કે સજા ભોગવવી એ કાંઈ મોટી વાત નથી. ભગતસીંહ જેલમાં ગયેલ અને ફાંસી મળેલ. કોઈકે તો ન્યાય કર્યો જ હશે ને?

ગાંધીજી પોતે ઘણી વખત જેલમાં ગયા હતા.

૧૯૪૭માં આઝાદી પછી મોરારજી દેસાઈ, ઈંદીરા ગાંધી વગેરે જેલમાં ગયા છે. ભાજપના પ્રમુખ લાંચ કેસમાં સજા પામી જેલમાં ગયા છે. પ્રમોદ મહાજનની ખબર છે? કરોડો, અબજોના માલીક સગા ભાઈની સગા ભાઈએ સવારના પહોરમાં ગોળી મારી સજા કરી.

કહેવાતા ગુરુ કે બાપુ આશારામ હજી જેલમાં છે અને સમાચાર આવ્યા કે લાલુ પ્રસાદ જેલમાં ગયા. આતો હજી પંયાયત કે ખાપ પંચાયતનો ન્યાય છે. તાલુકા, જીલ્લા કોર્ટ, હાઈ કોર્ટ અને સુપરીમ કોર્ટ ઘણે લાંબે છે.

હવે તો લોકો ખુલ્લે આમ કહે છે કે રામ જેનો કેસ લે એના ૧૫-૨૫ કરોડ ઓછા થાય અને જેલમાં જવાની સજા ચોકસ થાય. બોલો શીયારામ કે રામ જેઠમલાણીની જય...

મહાત્મા ગાંધી રામ રાજ્યનું સ્વપનું જોતા હતા એ હવે આવવા લાગ્યું છે....