દ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.
બુદ્ધના મૃત્યુ પછી બે ચાર મહીનામાં મગધના રાજા અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં મહાકશ્યપના પ્રમુખપદે પ્રથમ પરીષદ મળેલ અને બુદ્ધના ઉપદેશનું સંકલન કરવાનું નક્કી કરવામાં આવેલ.
એજ રીતે ઈ.સ. પુર્વે ચોથી સદીમાં આચાર્ય સ્થુલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં પ્રથમ ધર્મ પરીષદ મળેલ અને જૈન ધર્મના બાર અંગોની રચના થઈ.
બુદ્ધના મૃત્યુ પછી બે ચાર મહીનામાં મગધના રાજા અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં મહાકશ્યપના પ્રમુખપદે પ્રથમ પરીષદ મળેલ અને બુદ્ધના ઉપદેશનું સંકલન કરવાનું નક્કી કરવામાં આવેલ.
એજ રીતે ઈ.સ. પુર્વે ચોથી સદીમાં આચાર્ય સ્થુલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં પ્રથમ ધર્મ પરીષદ મળેલ અને જૈન ધર્મના બાર અંગોની રચના થઈ.
બુદ્ધના મૃત્યુ પછી સો વરસ રહી મગધના રાજા કાલાશોકના સમયમાં સર્વકામીનીના અધ્યક્ષ પદે વૈશાલીમાં બીજી પરીષદ થઈ અને બૌદ્ધ સંઘમાં ઉભી થયેલ અશીસ્ત અંગે કડક પગલા લેવાનું નક્કી થયેલ.
ક્ષમાશ્રમણના અધ્યક્ષ પદે ઈ.સ. પાંચમી સદીમાં ગુજરાતના વલ્લભીપુરીમાં મળેલ બીજી જૈન ધર્મ પરીષદ પછી શ્વેતાંબર અને દીગંબર એમ ફાટા પડયા.
બુદ્ધ અને મહાવીર બન્ને આત્મા પરમાત્મા, ભગવાન કે કર્મમાં માનતા ન હતા. એમના મૃત્યુ પછી શીષ્યો અને ધર્મગુરુઓએ હજાર વરસમાં ઈ.સ. પાંચમી સદી પછી આત્મા, પરમાત્મા, કર્મ અને મુર્તીપુજામાં માનવા લાગ્યા. ઈશ્લામનો ઉદય થયો. હીન્દુઓને જે ખબર ન હતી એ આત્મા, પરમાત્મા, કર્મ, પત્થર પુજા, જન્મ, પુનઃ જનમની બોલાબોલ થઈ.
એના પછી સાયલા તાલુકા તથા સુરતના અને હાલે દોહા, કતાર મીડલ ઈસ્ટમાં કાર્યરત રીતેશભાઈ મોકાસણાએ મંગળવાર તારીખ ૧૦.૦૯.૨૦૧૩ના આત્મા સંમેલનનો અહેવાલ એમના બ્લોગ રીતેશમોકાસણા.વર્ડપ્રેસ.કોમ ઉપર મુકેલ.
લીન્ક નીચે મુજબ છે.
http://riteshmokasana.wordpress.com/2013/09/10/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8/
લીન્ક નીચે મુજબ છે.
http://riteshmokasana.wordpress.com/2013/09/10/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8/
અહેવાલ મુજબ દેશ વીદેશના બધા આત્માઓને આમંત્રણ આપવામાં આવેલ. મનુના પ્રમુખસ્થાને અબ્રાહમ લીંકન, ભીષ્મ, પીકાસો, ઈંદીરા ગાંધી, દધીચી, હીટલર, કુંતી, ગંગા, મેડમ ક્યુરી, વગેરે નામી અનામી ઘણાં આત્માઓ હાજર રહ્યા હતા.
બૌદ્ધ અને જૈનની પરીષદો વખતે આમંત્રણ, સ્થળ, આવવા જવાની વ્યવસ્થા કે અન્ય સગવડ, કાર્યસુચી, એજન્ડા બાબત ઘણીં તકલીફો હતી. બધું જ મૌખીક હોવાથી બૌદ્ધ અને જૈનમાં અમે જ સાચા અને મુખ્ય એમ કહી ઘણાં ફાંટા પડી ગયા અને અશીસ્ત બાબત કાંઈજ પગલા લેવાયા નહીં.
નેટ, વેબ, ફેસબુક અને બ્લોગ જગતમાં આ બધી તકલીફો દુર થઈ ગઈ છે. બટન દબાવતાં દેશ વીદેશમાં ખુંણે ખાંચરે, આમંત્રણ પહોંચી જાય છે. એજન્ડા કાર્યસુચીમાં બધા મુદ્દા સમાવેશની સગવડ છે.
મોક્ષ, સ્વર્ગ, નરક, તીર્યંચ, ભુત પીશાચ, કોઈ પણ શરીર, ભુચર, ખેચર, જળચર, બેકટરીઆ, વાઈરસ, ઋષી, મુની, ભગવંત, ભગવાન, અવતારી મહીલા પુરુષ, ગુરુ, શીષ્ય પુર્વે જે શરીરમાં હતા કે હાલ જે શરીરમાં હોય એ આત્મા પોતાના વીચારો લેખીતમાં રજુ કરી શકે એ માટે આ દ્વીતીય મહાપરીષદમાં આમંત્રણ છે.
પ્રશ્નપત્ર
ReplyDeleteગુજરાતી ધોરણ બીજું. વર્ગ ક.
નોંધ પહેલાં ધ્યાનમાં લેવી.
પહેલો પ્રશ્ન ફરજીયાત સમજવો.
બાકીમાંથી કોઈ પણ ચારના જવાબ આપવા અથવા છોડી દીધેલ પ્રશ્નોના મુદ્દાસર કારણો જણાવવા.
બધાના ગુણ સરખા છે. જવાબ ગુજરાતીમાં લખવા. મસીન લેન્ગવેજમાં જવાબ હોય તો ફોન્ટ અને કોડ જણાંવવું.
પ્રશ્ન ૧ થી ૯.
૧. આડી લીટી ક્ષ હોય તો ઉભી લંબ લીટી ય સમજવી. હવે અ નો વર્ગ ગુણ્યા ક્ષ નો વર્ગ વતા બ નો વર્ગ ગુણ્યા ય નો વર્ગ બરોબર ક વર્ગ હોય જેમાં અ, બ, ક વગેરે કોઈ ચોક્કસ સંખ્યા હોય અને આ લંબ વર્તુળ કે લંબગોળના સુત્રમાં પૃથ્વી સુર્ય આસપાસ ફરતી હોય અને ગેલેલીયોને દુરબીનમાં વચ્ચે બીલાડીનું મડદું દેખાય તો કેપલર શું કરે?
૨. પતીયાલા કે ફરીદકોટના મહારાજા ઈંગલેન્ડની મહારાણીને મળવા જાય અને રાણી છ કે આઠ ઘોડાની બગીમાં સાથે બેસાડી રાજ મહેલમાં લઈ આવે તો કૃષ્ણના મીત્ર સુદામાની પત્ની જે કાવ્ય ગાય એનું વર્ણન કરો. વચમાં ઘોડાને વાછુટ થાય તો બ્રહ્મા વીષ્ણુ અને મહેશમાંથી કોને જવાબદાર લેખી શક્યા?
૩. ઘરમાં મા ખેતરે ગઈ હોય અને પાંચ ભાઈ બહેનોમાં મોટી બહેન રસોઈ બનાવતાં માંટીની તાવડી ઉપર રોટલો જરાક બાળી નાખે તો એ માટે યુનોમાં મીટીંગ ભરી નક્કી કરો કે એ રોટલો પહેલો કોણ ખાય?
૪. ૧૩મી લોકસભામાં વીરોધપક્ષના નેતા શુષ્મા સ્વરાજ હોય અને માથું ટકલું કરાવે. સોનીયા ગાંધી વૈકુંઠમાં જઈ વીષ્ણુની પત્ની લક્ષ્મીને આજીજી કરે. ૧૪મી લોકસભામાં નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી બે જણાં જ વીજયી થાય તો શરદ યાદવ અને શરદ પવારમાંથી વડા પ્રધાન કોને બનાવવા?
૫. કોઈક કારણ સર ચાર્વાકને બે ત્રણ દીવસ જમવા ન મળે તો એ ઉપવાસનો લાભ બ્રહ્મા, વીષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણમાંથી કોને મળે? એ લાભથી મૃથ્યુ લોકમાં જન્મ લેવો હોય તો ભારતમાં ભુખમરો મટવાની શક્યતા ખરી? હડ્ડપ્પા અને મોંએ જો દડોના ઝવેરીઓ લોકોને ઘંઉ મફતમાં શા માટે આપતા હતા?
૬. ટ્રેન ૯૦ કીલોમીટરની ઝડપથી દોડતી હોય. વચ્ચે બે કીલોમીટર લાંબા પુલ ઉપર ૧૨૦ કીલોમીટર ઝડપથી દોડતી હોય. બે સ્ટેશન વચ્ચેના દસ કીલોમીટર અંતરમાં વચ્ચે ઉભી રહી જાય એ ફરીયાદ ફરીદકોટના કોઈ બાદલસીંહ, ઝૈલસીંહ, કરણસીંહ, કે ઝાફરસીંહને કરીએ અને જવાબ પંજાબી ભાષામાં હોય તો ગુગલ મદદથી ગુજરાતીમાં થઈ શકે?
૭. અભ્યાસ કરતાં સ્નાતક, અનુસ્નાતક, પીજીડીએચઈ કરવું હોય અને એક હજાર રુપીયા ફી હોય તો પહેલાં શું કરવું? દસમાં પછી ડાયરેક્ટ પીજીડીએચઈ કરવું હોય તો પહેલાં ચા પીવી કે કોફી?
૮. રસ્તામાં ચાલતાં અચાનક હવામાનમાં ફેરફાર થાય, વાદળો દેખાય, વીજળી અને ગર્જના થાય અને ઘરે પહોંચીએ તો લાપસી મળે? વેલણથી સ્વાગતની શક્યતા ખરી? કે પછી થેલી આપવામાં આવે ઘરે મીંઠુ નથી એ ખરીદવાનો ઓર્ડર થાય?
૯. આવા અનેક પ્રશ્નો કોઈ મોલમાં ઘંઉ ચોખા ખરીદવા જતાં પહેલાં મોલમાં બેસી ઉકેલતા હોઇએ અને ખીસામાં રુપીયા ન હોય તો બાબા, ગુરુ કે બાપુ પાસેથી ઉધાર લેવા રામ જેઠમલાણી મદદ કરે? આ શુભ મુહર્ત માટે રેલ્વે સ્ટેશને ઘડીયાલ જોવી કે ખુલ્લા મેદાનમાં આકાશમાં સુર્ય જોવો?
૧૦ આ પ્રશ્નોના જવાબ ને બદલે તમે પોતેજ આવા પ્રશ્નો બનાવી પોતે જ જવાબ લખી શકો છો અને પ્રશ્ન બનાવવા માટે પુસ્તક, નેટ, વેબ, ગુગલ કે એમબીએ જેવા નીષ્ણાંતની મદદ લેવાની છુટ છે.
જબરું અજબ-ગજબનું સંમેલન. :)
ReplyDeleteઉંટ કહે આ સભામાં
Deleteઝુલફિકાર અલી ભુત્તો ૧૯૭૧ - ૧૯૭૩ સુધી પાકિસ્તાનના પ્રેસિડન્ડ રાષ્ટ્રપતિ હતા. ૧૯૭૩ થી ૧૯૭૭ સુધી પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર એટલે વડા પ્રધાન હતા.
Deleteકોને ખબર શું અપરાધ કરેલ. ભુત્તોની પત્નિ નશરત ભુત્તોએ દુનિયાના વકિલોની ફોજ ભેગી કરી બચાવવા પ્રયત્ન કરેલ. લાહોર હાઈકોર્ટ અને પાકિસ્તાનની સુપરિમ કોર્ટમાં કાંઈ ન ઉપજ્યું અને ૪.૪.૧૯૭૯ના રાવલપિંડી સેન્ટ્રલ જેલમાં ફાંસીને માચડે ચડવું પડયું.
આને કહેવાય ટિમ વર્કનો અભાવ. ફાંસીના માચડેથી બચાવવા વિરોધ પક્ષ કે પાર્ટીઓ પણ ન આવી.
વિરોધીઓને જીવતા રાખ્યા હતા?
વિશ્વ યુદ્ધ બે થયા. પહેલું વિશ્વ યુદ્ધ અને બીજું વિશ્વ યુદ્ધ.
ReplyDeleteબીજા વિશ્વ યુદ્ધના કારણે દુનિયાનો રાજકીય નકશો બદલાઈ ગયો.
પહેલા વિશ્વ યુદ્ધમાં બધા દેશો જોડાય ન હતા.
બીજા વિશ્વ યુદ્ધમાં જગત આખું સીધી કે આડકતરી રીતે જોડાઈ ગયું અને અમેરિકાએ જાપાન ઉપર અણુ હુમલા કરેલ. જાપાને શરણાગતી સ્વીકારી.
વિમાનોની બોલાબોલ હતી.
વધુમાં વધુ નાગરિકોના મૃત્યુ બીજા વિશ્વ યુદ્ધમાં થયા.
શાંતિની સ્થાપના માટે ચર્ચા થઈ. ગુલામો આઝાદ થયા. દુનીયામાં લોકોને આઝાદીની ખબર પડી.
નીચેના મુદ્દા જરુર આવરજો.
ReplyDelete૦૧. મંડપ, મંચ વ્યવસ્થા, અધ્યક્ષ, સ્વાગત.
૦૨. આત્મા જન્મ, અસ્તિત્વ અને મૃત્યુ - તરફેણ, વિરુદ્ધ બાબત.
૦૩. સ્વાગત શરબત, જળ પાણી, ચા પાણી, અલ્પાહાર, આહાર, દુધ, માંસાહારી, શાકાહારી, વનસ્પતિ અને પ્રાણીજ આહાર વ્યવસ્થા
૦૪. ઉંચ નીચ ગરીબ તવંગર રંગ, ભાષા, પ્રાંત ભેદ બાબત.
૦૫. સમય મર્યાદા તથા રજુઆત વખતે મૌખિક, લેખિક, ચોપાનિયા, પાવર પોઈન્ટ પ્રોજેક્ટ વગેરે,
૦૬. સુત્રો ઉચ્ચાર, ખલેલ, વચ્ચે બોલવા અને શાંત રહેવા તથા પ્રશ્નોતરી બાબત.
૦૭. સમિતિઓ, પેટા સમિતિઓ, અતિથિ વિશેષો, નિષ્ણાતો દ્વારા રજુઆત, અહેવાલ બાબત
૦૮. આરામ, વિશ્રાંત, રાત્રે આનંદ પ્રમોદ મહેફિલ બાબત
૦૯. સંમાપન અને આભાર વીધિ બાબત
૧૦. ભવિષ્યમાં ક્યારે મળવાની જાણ બાબત
૧૧. ભવિષ્યમાં સંપર્ક બાબત
મારા ઘરની પાસે કે દેરાસરના ઉપાશ્રયની બાજુમાં શેરીમાં નાનું ગલુડિયું પુંછડી બહુ હલાવે છે.
ReplyDeleteક્યારેક આ ગલુડિયું ચપલ કે જોડો મોઢામાં લઈ ક્યાં ને ક્યાં મુકી આવે છે.
આ ગલુડિયાને ને આ પરિષદ સાથે કાંઈ સબંધ હશે?
અવાજે સંપુર્ણ શાંત આ ગલુડિયાને પરિષદમાં લઈ આવવાથી બીજાઓ અવાજ કરે એવી શક્યતા છે?
લિ. હિરજી રતનસિંહ શહામત, ગામ - મોટી વંઢી, કચ્છ.
http://www.write.co.nz/Resources/Writing+tips/Minute+writing+tips.html
Minute writing tips
These tips come from the specialists who run our Minute Writing workshop.
Decide why you're writing minutes
Knowing why you're writing minutes will help you know what to write down and what you don't need to write down. Will your minutes:
keep people informed of progress?
remind people what they should do and by when?
be a legal record of decisions?
Decide on the most suitable type of minutes
If you know why you're writing minutes, you can then decide what type of minutes you should produce.
Here are some options:
a full verbatim record of what everyone said
a full outline of the discussion plus any decisions and action points
a brief outline of what was discussed plus decisions and action points
only decisions and action points
only decisions
only action points.
Prepare for the meeting
To prepare for the meeting, follow the steps below.
Get a copy of the agenda.
Find out the meaning of terminology you don’t understand.
Read documents that will be tabled at the meeting.
Take minute notes
Take a laptop into the meeting if you're a fast typist.
Sit by the chair so they can see what you're writing and you can ask for clarification.
Have a template for writing notes. You could use columns: ‘speaker’, ‘item’, ‘action’.
Leave gaps to return to if necessary.
Interrupt if you didn’t catch everything.
Be prepared to review and summarise.
Turn notes into minutes
Turn the notes into minutes while still fresh.
Be accurate, brief and clear.
Follow the order of the agenda.
Highlight actions required.
Check with meeting participants if you are unsure about anything.
Follow language conventions when writing minutes
Write minutes in the past tense. You are writing about discussions that have already happened. When you are typing up the minutes from your notes, you are recording a past event.
Paul stated that staff needed new uniforms. (correct)
Paul states that staff need new uniforms. (incorrect)
Note that you have some choices as well.
You can write in the active voice:
Jane expressed concern about customer service standards. (You are specifically identifying one person and what they said.)
Or you can use the passive voice:
Concern was expressed about customer service standards. (You are deliberately not saying who expressed concern.)
મીત્ર, આજ રોજ અમારા ચિત્રગુપ્ત શેઠના મુખ્ય સચિવ સાહેબે એમના સહાયક પ્રમુખ સચિવ સાહેબને જાણ કરેલ કે આનો જવાબ લખો. પ્રમુખ સચિવ સાહેબે મુખ્ય ઈજનેર સાહેબને હુકમ કર્યો કે આનો જવાબ આપો. હું નવો નિમણુક થયેલ નાયબ વિકાસ અધિકારી છું અને મારા સાહેબના હુકમથી તપાસ કરી ચિત્રગુપ્તના ચોપડામાંથી નીચે પ્રમાણે માહિતી જણાંવુ છું.
Deleteગલુડિયું કે કુતરા જે ચપલ કે જોડા લઈ જાય છે એ સામાન્ય રીતે ચામડાને બનાવેલ છે અને લોકો પ્રભુ પાસે કે ગુરુ મહારાજ પાસે પહેરીને આવે છે અને મંદિર કે વ્યાખ્યાન ગૃહની બહાર રાખે છે.
જે આત્માઓ પવિત્ર છે અને કોઈક કર્મ બંધનને કારણે સુઈ ગયા છે કે બેભાન થઈ ગયા છે એમના નાક ઉપર રાખી ઉંઘ કે બેભાન અવસ્થામાંથી જાગૃત કરવા આ ગલુડિયા કામ કરતા હોય છે. આમ કુતરાઓ શેઠશ્રી ચિત્રગુપ્ત શેઠ અને એમની મંડળી દ્વારા જે રુપરેખા કરવામાં આવેલ છે એ કામગીરીનો એક ભાગ કરે છે.
બીજી વાત પુંછડી હલાવવાની કે પટપટાવવાની છે. એમાં જણાંવવાનુંકે આ ગલુડિયા કે કુતરા પ્રભુ ધ્યનમાં મગ્ન થઈ કે ગુરુ મહારાજની વાણી સાંભળી આભા બની જાય છે અને અનાયાસે ખુશીમાં પુંછડી હલાવે છે. પણ ઘણાં ડાહ્યા કે એનાથી વધારે ડાહ્યા ભક્તો આને અનાદાર સમજી ગલુડિયાને હડધુત કરી મંદિર કે મંડપમાંથી હાંકે છે. જે બરોબર નથી. આવા ભક્તો અવાજ કરી બીજાને પણ હેરાન કરે છે અને એમને જ્ઞાન કર્મ બંધન લાગે છે. જે ભોગવવા પડશે.
મારી નિમણુંક સીધી હંગામી ધોરણે વર્ગ એકમાં કરવામાં આવેલ છે અને આજે જ આ પ્રથમ પત્ર લખવાનો મોકો મળેલ છે. મેં ઉપરી અધિકારીઓની સુચના મુજબ અને નક્કી કરેલ રુપરેખા પ્રમાણે જવાબ આપેલ છે. મારા જવાબથી આપને સંતોષ ન થયો હોય તો આપ મારા ઉપરી અધિકારીને અપીલ કરી શકો છો. આ પત્રના અનુંસધાનમાં આપને અપીલ કરવા કોઈ જાતની ફી ભરવી નહીં પડે.
સરનામું આ પ્રમાણે છે. ઉપલા અપીલ અધિકારી તે શ્રી મુખ્ય સચિવના સહાયક પ્રમુખ સચિવના મુખ્ય ઈજનેરશ્રી, ચિત્રગુપ્તનો દરબાર અને અહીં આ બારી ઉપર આપવી.
સહી/-
અ.બ. કડ
તારીખ આજની નોંધવહી પ્રમાણે.
નાયબ વિકાસ અધિકારી વર્ગ ૧ અને માહિતી અધિકારી.
આની એક નકલ મુળ ફાઈલ માટે મોકલેલ છે.