મુસલમાનો હીન્દુસ્તાનમાં આવ્યા અને ધર્માતરણ શબ્દ લેતા આવ્યા. આ મુસલમાનોને હીન્દુસ્તાનમાં લઈ આવનાર હીન્દુઓના પ્રતીનીધીઓ જ હતા. ભારતમાં મુર્તીપુજાનું ચલણ પુરજોરમાં ચાલતું હતું અને જે મુર્તીપુજામાં ન માનતા હતા ખાસ કરીને જૈનો જે મુર્તીપુજામાં ન માનતા હતા એઓમાંથી ઘણાં આ ઈસ્લામ ધર્મના શાસકો પાસે ગયા અને આવવા આમંત્રણ આપ્યું.
ઔરંગજેબના જમાનામાં આ પ્રવૃત્તીએ વેગ પકડયો. આમ તો શીવાજી ખંડીયો રાજા હતો અને એટલે જ શએનશાહના દરબારમાં ગયો હતો. શીવાજીએ સુરતમાં દુનીયાની મોટામાં મોટી લુંટ ચલાવેલ અને ઔરંગજેબના હજુરીયાઓ ઉશ્કેરાયા. આ શીવાજીને પાંસરો કરવા ધર્મ પરીવર્તનની શરુઆત કરી. પછી તો ઔરંગજેબને આવા ખંડીયા રાજાઓને પાંસરો કરવાનું સહેલું હથીયાર મળી ગયું. જરા ઈતીહાસ જોવાથી ખબર પડશે શીવાજીનો બાપ, પોતે અને પુત્ર બધાએ મુસલમાનો પાસે પગચંપી કરેલ છે. સુરત લુંટ પછી દીલ્લી કે આગ્રા શહેનશાહ આલમગીર પાસે જવાની શી જરુર હતી?
ધર્માંતરની શરુઆત અહીંથી થાય છે. એ પહેલાં હીન્દુ, બૌદ્ધ કે જૈનોમાં જે અરસ પરસ ધર્માંતર થયેલ એ બે ભાઈઓ ઝગડી અલગ થતા હતા અથવા ભેગા થતા હતા. પણ શીવાજી પછી કોઈ ભેગા ન થઈ શક્યા. શીવાજી કે મરાઠાઓની ચોથને કારણે આખા ભારતમાં આ મરાઠાઓ અળખાંમણા થયા. આજે બાળ ઠાકરે ભલે હીન્દુ હીન્દુ નું ગાણું ગાતો હોય પણ આ શીવાજીએ ઔરંગજેબને ઉશ્કેરી જે નુકશાન કર્યું એનું પાપ આ શીવાજી અને એના વારસદારોને ૭૧ પેઢી સુધી ચાલશે.