welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 29 April 2012

બંધારણ અને અસ્પૃસ્યતા, આભળછેટ


અસ્પૃસ્યતા આભળછેટ અને બંધારણ

17. अस्पृश्यता का अंत -- ''अस्पृश्यता'' का अंत किया जाता है और उसका किसी भी रूप में आचरण निषिद्ध किया जाता है। ''अस्पृश्यता'' से उपजी किसी निर्योषयता को लागू करना अपराध होगा जो विधि के अनुसार दंडनीय होगा।

ઉપરની લીન્કમાં દેશનું બંધારણ  આપેલ  છે.  બંધારણના આર્ટીકલ  ૧૭માં આભળછેટનો ઉલ્લેખ  છે આ  આર્ટીકલનો બંધારણમાં સમાવેશ  થવો એ  બતાવે છે કે ખ્રીસ્તી અને મુસલીમો સીવાયના બધા હીન્દુઓ   પોતાના જ  ભાઈઓ  ઉપર  અત્યાચાર  કરતા હતા.  

આજના જમાનામાં પણ  આ  બાબત  નીયમીત  સમાચાર  આવતા રહે છે અને એ  હીસાબે આભળછેટનો નાસ  થયો નથી.

હીન્દુ અને ધર્મ ગુરુ ઉપર  ખાસ  આ  કલંક  અને કાળી ટીલી  છે.  બંધારણના આ  આર્ટીકલને કાઢી  નાખવા કોઈ  ધર્મ ગુરુ ચળવળ  સરુ  કરે એ  જરુરી છે...




Sunday 15 April 2012

ગુજરાતી દીવ્ય ભાસ્કરમાં અભીવ્યક્તીમાં બે તંત્રી લેખ

મીત્રો,

શુક્રવાર ૧૩.૪.૨૦૧૨ અને શનીવાર ૧૪.૪.૨૦૧૨ના ગુજરાતી દીવ્ય ભાસ્કરમાં અભીવ્યક્તીમાં નીચેના બે તંત્રી લેખ છે.

મુળ લેખ માટે લીન્ક આપેલ છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-editorial-this-is-big-won-of-peoples-3104164.html

==લોકહિતની આ જીત છે મોટી==

જાહેર હિતની આ મોટી જીત છે. સુપ્રીમ કોર્ટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો (આરટીઇ)ની વિવિધ જોગવાઇઓની બંધારણીય કાયદેસરતાની પુષ્ટિ કરી દીધી છે.તેમાં કાયદાની એ કલમનો પણ સમાવેશ થાય છે, જેની હેઠળ સરકારી ગ્રાન્ટ વિના ચાલતી ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવાની જોગવાઇ છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસએચ કાપડિયાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે એ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી ગ્રાન્ટ વિના ચાલતી લઘુમતી શાળાઓ સિવાયની બધી શાળાઓ માટે આરટીઇ કાયદો સમાન રીતે લાગુ થશે. તેને લીધે દેશભરમાં ૬ થી ૧૪ વર્ષની વયનાં તમામ બાળકોને શાળાનું શિક્ષણ આપવાની મહત્વાકાંક્ષી યોજનાના માર્ગમાંનો મોટો અવરોધ દૂર થયો છે. હવે તમામ બાળકોને શિક્ષણ અપાવવાની જવાબદારી સરકારોની છે.આરટીઇના અમલનો અત્યાર સુધીનો રેકોર્ડ બહુ સારો નથી. આમ છતાં આ દિશામાં પ્રગતિના જરૂર સંકેત છે.

આઝાદી પછી ૧૪ વર્ષ સુધીની વયનાં તમામ બાળકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ રાખવામાં આવેલું હતું. ૨૦૦૨માં બંધારણીય સુધારા થકી પ્રાથમિક શિક્ષણને બાળકો માટેનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો હતો. તેનો અમલ કરાવવા માટે ૨૦૦૯માં આરટીઇ કાયદો બન્યો, જે ૧લી એપ્રિલ ૨૦૧૦થી અમલમાં આવ્યો. પરંતુ તેનો અમલ ધીમી ગતિથી ચાલી રહ્યો છે. આમે ય પહેલેથી જ શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરવાની દિશામાં ઘણું મોડું થઇ ચૂક્યું છે.

દેશે જો વિકાસને પંથે આગળ વધવું હોય અને લક્ષ્યાંકો પાર પાડવાં હોય તો હવે આમાં વધુ વિલંબ કોઇ રીતે ચલાવી શકાય એમ નથી. શિક્ષણ એ જાહેર અને રાષ્ટ્રીય જવાબદારી છે એ ભાવનાને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વધુ સમર્થન મળ્યું છે. આ નિર્ણયનો પૈગામ એ છે કે સૌને શિક્ષિત કરીને જ્ઞાનનો ઉજાસ ફેલાવવો એ એવો હેતુ છે જેના માર્ગમાં નાહકની દલીલોના આધારે કોઇ અવરોધ ઊભો થવો ન જોઇએ.


==


http://www.divyabhaskar.co.in/article/ABH-editorial-marriage-and-divorce-3109687.html


==લગ્ન અને છુટાછેડા, સલામતી અને સુવિધા==

કાયદાનો ઉદ્દેશ સલામતી અને સુવિધા આપવાનો હોય છે. એટલે બદલાતા સમયની જરૂરિયાતો પ્રમાણે એને વિકસિત કરતા રહેવામાં આવે એ જરૂરી છે. આથી જન્મ અને મૃત્યુની નોંધણી માટેના કાયદા-૧૯૬૯માં સંશોધન કરીને તેના હેઠળ લગ્ન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની જોગવાઈ આવકારદાયક છે. તેને લીધે લગ્નના કાનૂની દસ્તાવેજો તૈયાર કરવા સરળ થશે ઉપરાંત ખાસ કરીને આંતરધર્મીય લગ્ન કરનાર દંપતીઓને કાનૂની સલામતી પણ મળી રહેશે.

લગ્નનો આધાર પરસ્પરનો વિશ્વાસ હોવો જોઈએ પરંતુ અનેક પરિસ્થિતિઓ આવા સંબંધોમાં કાયદાકીય સલામતીની માંગ કરતી હોય છે. રજિસ્ટ્રેશનની જોગવાઇ એ સ્પષ્ટ કરે છે કે લગ્ન કાયદેસર થયેલાં છે અને તેની સામે કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજ નકલી છે એ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ વિરોધ નથી. હમણાં થોડાં અઠવાડિયાં પહેલાં સરકારે છુટાછેડાની પ્રક્રિયાને સરળ કરવાનો નિર્ણય કર્યો છે. પતિ-પત્ની એ નિર્ણય પર આવ્યાં હોય કે એમના વિવાદગ્રસ્ત સંબંધો સુધરે એવી કોઈ શક્યતા નથી તો તરત જ છુટાછેડા આપી દેવાની હવે વ્યવસ્થા કરાશે.

એ સાથે લગ્નજીવન દરમિયાન કમાયેલી સંપત્તિમાં પત્નીના હકની પણ જોગવાઈ હશે, જે કુટુંબમાં સ્ત્રીના વિશેષ યોગદાનની સ્વીકૃતિરૂપે હશે. આમ સરકારે લગ્ન અને છુટાછેડા માટેની કાયદાકીય વ્યવસ્થાને આધુનિક, ન્યાયપૂર્ણ, વધુ માનવીય અને સહજ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ જટિલતા વિના લગ્ન કરી શકવા માટે અને જો લગ્નજીવન બરાબર ચાલતું ન હોય તો સહેલાઈથી છુટાછેડા મેળવવાની જોગવાઈ સભ્ય સમાજની નિશાની છે.

સિદ્ધાંત એ છે કે સંબંધમાં નિર્ણાયક તત્વ બે વ્યક્તિઓની પસંદગી હોય છે. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાંને ચાહતી હોય તો તેમના અધિકારને કાયદાનું સંરક્ષણ મળવું જોઈએ. એ રીતે તેઓ સાથે રહેવા ન માગતાં હોય તો તેમના અલગ થવામાં કોઈ અવરોધો ન આવવા જોઈએ. પરંતુ આખાય ક્રમમાં સામાજિક યથાર્થની અવગણના કરી શકાતી નથી. એટલે એવા કાયદાની જરૂર છે કે જે સંબંધિત વ્યક્તિઓને કાયદાકીય રક્ષણ આપે. આશા છે કે એવું જ થશે