મીત્ર ભુપેન્દ્રસીંહ પોતાના બ્લોગ ઉપર એક પોસ્ટ મુકેલ છે. એ કૃતીનું હેડીંગ છે.
“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “ અને એની લીન્ક છે.
=
મહાવીર નો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભ ને ઉઠાવીને ક્ષત્રીયાણી ના પેટા માં મૂકી દીધો. વાર્તા છે.સમજવા માટે છે.
==
જૈનોમાં શ્ર્વેતામ્બર અને દીગમ્બર એમ બે મુખ્ય ભાગ છે. કોઈક કારણસર જૈન સાધુઓ પોતાના અનુયાયીઓને છોડી ક્યાંક (સમજી લો કે દક્ષીણમાં) ચાલ્યા ગયા. પાછા વસ્તીમાં આવ્યા ત્યારે જોયું કે અનુયાયી શ્રાવકોએ સફેદ વસ્ત્રોમાં સાધુઓને તૈયાર કરી જેવો આવ્યો એવો જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. રોજ નવી નવી વાર્તા બનાવવા લાગ્યા.
આ દીગમ્બર સાધુઓએ જોયું કે આપણે અનુયાયી શ્રાવકોને છોડી ગયા એટલે શ્રાવકો ભરવાડ બદલાવી એક વાડામાંથી બીજામાં ચાલ્યા ગયા છે અને બધું જ રુપ રંગ આચાર વીચાર બદલાવી નાખેલ છે. આ ગર્ભ હરણની વારતા શ્ર્વેતામ્બરોમાં આવે છે. દીગમ્બરો તો આજે પણ ઉપજાવી કાઢેલ વાર્તા કહે છે.
મહાવીર અને બૌદ્ધ આત્મા, પરમાત્મા, કર્મ, નરક, મોક્ષ, જન્મ, આગલા કે પુર્વ જનમ અને હવે પછીના પુનઃ જનમમાં માનતા જ ન હતા. પણ મહાવીર અને બૌદ્ધના ૪૦૦-૬૦૦ વર્ષમાં વાડા એટલા બદલાયા કે આત્મા, કર્મમાં માન્યા વગર ચેન પડતું ન હતું.
મંદીરો અને મુર્તી પુજાના વીરુદ્ધમાં બૌદ્ધ અને જૈનોએ ઈસ્લામના શાસકોને ભારતમાં આમંત્રણ પણ આપ્યું. આ છે વાર્તાનો સાર.