welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 20 November 2014

वात तो मामुली छे. राम जाणे शुं सांचु अने शुं खोटुं? पाप छापरे चडी पुकारे रे...

वात तो मामुली छे. राम जाणे शुं सांचु अने शुं खोटुं? पाप छापरे चडी पुकारे रे...

१...रात्रे चोरो बेकनुं एटीएम मसीन तोडी चोरी करवा गया. छुरी चाकाथी चोकीदारने धमकी आपी हथोडाथी मसीन तुटी गयुं. सीसीटीवी केमेराने पहेलेथी तोडी नाख्युं. बधुं बरोबर हतुं पण चोकीदार्नी बेग अने हथोडाए चाडी खाधी. केमेरामां जे बेग अने हथोडो देखातो हतो ए चोकीदारना घरेथी मळी आव्यो. चोरी पकडाई गई.

२... रेल्वे पाटा उपर महीलानो बळेलो बीन वारसु बोडी मळी. पोस्ट मोर्टममां थापाना ओपरेशन अने लोखंडनी पट्टी मळी. लोखंड पट्टीने लीधे पोलीस कुम्पनी अने होस्पीटलमां पहोंची. डोकटरे ३-५ वरस अगाउ करेल ओपरेशन अने सरनामुं आप्युं. बस पछी बीन वारसुनी तपास करी महीलाना भाडोत्री खुनीओ पकडाई गया.

३... प्रेमीनी मददथी पत्नीए सरकारी नोकरी करता पतीनो कांटो काढ्यो अने क्यांक जंगलमां दाटी दीधो. पत्नीए ६-८ मईना पछी सरकारी नोकरी के पेन्सन माटे अरजी करी. पती लापता होवाथी मुंझवण थई. फरीथी खोदो खोदी हाडका बहार काढ्या अने बाजुमां आधार कार्ड मुकी दीधुं. ४-६ महीना पछी हाडका सडी गया पण आधार कार्ड अकबंधे चाडी खाधी. पेली पेन्सननी अरजीए बधो राज खुलो करी नाख्यो.

४... 

Saturday 15 November 2014

સુરતના ભગાભાઈની ભગરી ભેંસ વીમાન સાથે ટક્કરમાં મરી ગઈ. નેટ અને વેબ ઉપર બેસણમાં દેશ વીદેશથી લોકો આવ્યા અને લેખીત શ્રદ્ધાંજલી આપી. હેરીડ, ડેવીડ, લેરી મીલ્લર, ઍલમેર, નેરોબામા, માર્ક, માઈકલ, નટુભા, ઈશ્માઈલ ચાકી, ચીમનભાઈ, કુમારસીંહ, શાહુપ્રકાશ, યેલમ્મા, કોણ જાણે ક્યાંને કયાંથી લોકોએ નેટ વેબ ઉપર શ્રદ્ધાંજલી આપી અને ભેંસના પુરા પરીવારને આશ્ર્વાસન આપ્યું.

સુરતના ભગાભાઈની ભગરી ભેંસ વીમાન સાથે ટક્કરમાં મરી ગઈ. નેટ  અને વેબ ઉપર બેસણમાં દેશ વીદેશથી લોકો આવ્યા અને લેખીત શ્રદ્ધાંજલી આપી. હેરીડ, ડેવીડ, લેરી મીલ્લર, ઍલમેર, નેરોબામા, માર્ક, માઈકલ, નટુભા, ઈશ્માઈલ ચાકી, ચીમનભાઈ, કુમારસીંહ, શાહુપ્રકાશ, યેલમ્મા, કોણ જાણે ક્યાંને કયાંથી લોકોએ નેટ વેબ ઉપર શ્રદ્ધાંજલી આપી અને ભેંસના પુરા પરીવારને આશ્ર્વાસન આપ્યું.

સુરતના એરોડ્રામ ઉપર ગુરુવાર ૦૬-૧૧-૨૦૧૪ના સાંજના ઉપડી રહેલ એક વીમાન સાથે એક ભેંસની ટક્કર થઈ. ભેંસ મરી ગઈ. વીમાનને નુકશાન થયું અને ઉડવાનું મુલત્વી રાખ્યું. પછી તો રોજ ૨-૪ દીવસે દેશ અને દુનીયામાં આ સમાચાર આવવા લાગ્યા. 

જવાબદાર અધીકારીઓની ખબર લેવા લેહ, લડાખ, આસામ, આંદામાન, માડાગાસ્કર, ગીલગીટ કે એવી કોઇ જગ્યાએ બદલીના હુકમ છુટ્યા.

પાડા ઉપર બેસાડીને યમ રાજા પોતાના દુતને મોકલે છે. એટલે આ ભેંસના પરીવારમાં બીજા કોણ હતા એની તપાસ ચાલુ છે. રામ જાણે સત્ય શું છે?

નીચેના ફોટાઓ ગુગલ મારાજની મેરબાનીથી.

Tuesday 11 November 2014

રામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ અને ઉદ્ધવ ઠાકરે. મરાઠી સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, અંગ્રેજી એનડીટીવી...

રામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ અને ઉદ્ધવ ઠાકરે. મરાઠી સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, અંગ્રેજી એનડીટીવી...

લોકસભાની ચુંટણીઓ પછી મહારાસ્ટ્રની વીધાનસભાની ચુંટણીમાં ભાજપા અને શીવસેનામાં સમજુતી ન થઈ એમાં ઘણું જાણવા મળ્યું. શરદ પવાર બાળ ઠાકરેને મળવા ગયેલ ત્યારે સાથે શું લઈ ગયેલ એ હજી ખબર નથી પડી. ઘણાંને દારુ પીવાનો શોખ હોય તો ઘણાંને વગર દારુએ નશો ચડે. રાષ્ટપતીની ચુંટણી વખતે શીવસેનાએ કોંગ્રેસના ઉમેદવારની તરફેણ કરેલ એ જગ જાહેર છે. સામનામાં રોજ એક સમાચાર ચોક્કસ હોય કે મીડીયામાં આવતું  બધું સત્ય હોતું નથી છતાં ગામ આખાને સલાહ આપતા સમાચાર ચોક્કસ હોય છે. મુંબઈ નજીક લોનાવાલા પાસે કાર્લા ગુફા પાસે એકવીરા મંદીર છે અને ઉદ્ધવ ઠાકરે કહેલ કે આજે ૬૩ ધારા સભ્યો સાથે આવેલ છું અને હવે ૧૮૦ ધારાસભાસદોને લઈ આવીશ.

આજ મંગળવાર તારીખ ૧૧.૧૧.૨૦૧૪ના સવારના બે વાગ્યાથી જે સમાચાર આવેલ છે એની મરાઠી છાપા સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની લીન્ક નીચે આપેલ છે.


(Ambarish Mishra & Chittaranjan Tembhekar,TNN | Nov 11, 2014, 02.00 AM IST)

લંબગોળનું ચીત્ર... ગોળ દડા જેવી થોડીક નમેલી પૃથ્વી સુર્યની આસપાસ લગભગ આ રીતે ફરે છે.

ગેલેલીયોની પહેલાં ૩-૪ જણાંએ આકાશને જોઈ, અભ્યાસ કરી તારણ કાઢેલ કે બીજ ગણીતના વર્તુળ અને લંબવર્તુળ સુત્રની જેમ પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે. બીચારા ગેલેલીયોને મોટી ઉંમરે ચર્ચે સજા કરી. ગેલેલીયોએ કબુલ કરેલ કે હું ખોટો છું.  પૃથ્વી ગોળ દડા જેવી નથી અને સુર્યની આસપાસ ફરતી પણ નથી. જોકે અમારો દાદો ગેલેલીયો મનમાં બડબળ્યો ખરું કે મારા સાચા ખોટા બોલવાથી પૃથ્વી સુર્યની આસપાસ ફરવાનું બંધ નહીં કરે એતો ફરતી જ રહેશે.

બાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સામનામાં જે અફઝાલ ખાનની ફોજ, નરેન્દ્ર મોદીના પીતાજી દામોદર મોદી અને ન જાણે કેટલીએ વાતોનો ઉલ્લેખ કરેલ જે રોજે રોજ બધા છાપામા આવેલ છે. રવીવારના સવારના શીવસેનાની મીટીંગ પછી એક સંસદ સભ્ય મારતે વીમાને મુંબઈથી દીલ્લી ગયેલ. માંડ માંડ પહોંચેલ અને દીલ્લીના એરોડ્રામથી પાછા મુંબઈ આવી ગયા એનો ઉલ્લેખ મરાઠી છાપામાં કલાક, મીનીટ અને સેકેન્ડોના હીસાબે આવેલ છે. નરેન્દ્ર મોદીએ ઘણાંને બપોર પહેલાં ઘરે ચા પાણી માટે બોલાવેલ અને સમયસર દોઢ વાગે રાષ્ટ્રપતી ભવનમાં સોગંદવીધી માટે હાજર રહેવા જણાંવેલ. પેલા ભાઈ વગર આમંત્રણે ચા પાણી માટે મારતે વીમાને મુંબઈથી દીલ્લી ગયેલ હશે? રામ જાણે...

રવીવારે શીવસેનાએ નક્કી કર્યું કે ભાજપા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શરદ પવારનો ટેકો લેશે તો અમે વીરોધપક્ષના બાંક્ડા ઉપર બેસીસું. આમાં પ્રત્યક્ષ તો ખબર છે પણ પરોક્ષ એટલે શું? કોઈના લગનમાં આમંત્રણ હોય તો આપણે સજ્જ ધજ્જ થઈ જઈએ પણ આમંત્રણ વગર જવાય કેમ?  હવે શરદ પવાર માતોશ્રીમાં પ્રણવ મુખરજીના ટેકા માટે શા માટે ગયેલ એ બધાને ખબર તો પડવી જોઈએ. લોકો તો એમ કહેશે શરદ પવાર પાસે થોડાક ફોટાઓ છે જેમાં રામ જાણે શું છે? અને શીવસેનાના ધારા સભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીને મત આપેલ.

આ નેટ અને વેબના જમાનામાં લોકો અસલી ફોટાને એવા બનાવી નાખે છે કે એમાં અસલી કે નકલી શું છે એ રામ જાણે?

મરાઠી સામના મંગળવાર ૧૧-૧૧-૨૦૧૪ સવારના ૦૨-૧૦ વાગે.
भाजपने राष्ट्रवादीचा प्रत्यक्ष-अप्रत्यक्ष पाठिंबा घेतला तर शिवसेना विरोधी पक्षात बसणार
लाचारी करुन सत्तेत जाणार नाही!

उद्धव ठाकरे यांनी ठणकावले : महाराष्ट्राचे चित्र स्पष्ट करा नाहीतर
शिवसेना विश्‍वासदर्शक ठरावाविरोधात मतदान करणार!!


शिवसेना नेते आणि शिवसेनेचे नवनिर्वाचित आमदार यांची बैठक रविवारी शिवसेना भवनात पक्षप्रमुख उद्धव ठाकरे यांच्या उपस्थितीत झाली. या बैठकीनंतर उद्धव ठाकरे यांनी पत्रकारांशी संवाद साधला. युवा सेनाप्रमुख आदित्य ठाकरे यांच्यासह मनोहर जोशी, ऍड. लीलाधर डाके, खासदार संजय राऊत, आमदार रामदास कदम, आमदार दिवाकर रावते हे शिवसेना नेते तसेच केंद्रीय मंत्री अनंत गीते, शिवसेना सचिव खासदार विनायक राऊत, खासदार अनिल देसाई आणि शिवसेनेचे पदाधिकारी उपस्थित होते.
मुंबई, दि. ९ (प्रतिनिधी) - ‘भगवा दहशतवाद’ म्हणणार्‍या आणि अतिरेकी इशरत जहॉंची पाठराखण करणार्‍या शरद पवारांचा पाठिंबा सत्तेसाठी घेणार काय, असा रोखठोक सवाल शिवसेना पक्षप्रमुख उद्धव ठाकरे यांनी भाजपला केला. राज्यात भाजपने राष्ट्रवादीचा प्रत्यक्ष अथवा अप्रत्यक्ष पाठिंबा घेतला तर आम्ही तत्त्वांशी तडजोड करणार नाही. केंद्रातल्या मंत्रीपदावर शिवसेनेने लाथ मारली आहे. त्यामुळे कोणतीही लाचारी करून आम्ही सत्तेत जाणार नाही. त्यापेक्षा शिवसेना विरोधी पक्षात बसेल, अशा स्पष्ट शब्दांत उद्धव ठाकरे यांनी आपली भूमिका स्पष्ट केली. भाजपने आधी महाराष्ट्राचे चित्र स्पष्ट करावे, अन्यथा शिवसेना विश्‍वासदर्शक ठरावाविरोधात मतदान करेल, असेही त्यांनी ठणकावून सांगितले.
उद्यापासून विधानसभेचे तीन दिवसांचे अधिवेशन सुरू होत असून यावेळी सरकार विश्‍वासदर्शक ठराव मांडणार आहे. या पार्श्‍वभूमीवर शिवसेनेची महत्त्वाची बैठक आज शिवसेना भवनात झाली. शिवसेनेचे सर्व नेते, उपनेते, आमदार, खासदार आणि पदाधिकारी या बैठकीला उपस्थित होते. बैठकीनंतर उद्धव ठाकरे काय बोलणार याकडे अवघ्या महाराष्ट्राचे लक्ष लागले होते. त्यामुळे शिवसेना भवनात मीडियाची प्रचंड गर्दी झाली होती. सायंकाळी ७ वाजता उद्धव ठाकरे यांनी पत्रकारांशी संवाद साधला.
शिवसेना सत्तेत सहभागी होणार की विरोधी पक्षात बसणार, असा पहिलाच प्रश्‍न पत्रकारांनी विचारला तेव्हा उद्धव ठाकरे म्हणाले, हिंदूंना संपवणारी ताकद वाढू लागली आहे. देशविघातक शक्ती वाढत असताना त्यांचा मुकाबला करण्यासाठी हिंदुत्ववादी शक्तींचे विभाजन होऊ नये ही माझी भूमिका आहे, म्हणून मी थोडा संयम पाळला आहे. ज्या शरद पवारांनी ‘भगवा दहशतवाद’ असा शब्द वापरला आणि अतिरेकी इशरत जहॉंला निरपराधी ठरवले. राष्ट्रवादीचे नेते तिच्या कुटुंबीयांना भेटले त्या पवारांनी भाजपला पाठिंबा जाहीर केला आहे. हा पाठिंबा भाजप घेणार असेल तर त्यांच्यासोबत शिवसेना जाणार नाही. भाजप आणि राष्ट्रवादी एकत्र आले तर आम्ही विरोधी पक्षात बसू, असे उद्धव ठाकरे यांनी सांगितले. आमचे नाते हिंदुत्वाशी आहे. उद्या शिवसेना-भाजपमध्ये विभाजन झाले तरी आम्ही आमचे हिंदुत्व सोडणार नाही, जनतेशी प्रतारणा करणार नाही. केंद्रातल्या मंत्रीपदावर आम्ही लाथ मारली. त्यामुळे सत्तेसाठी आम्ही लाचार नाही हे आमच्या निर्णयावरून कळलेच असेल. महाराष्ट्रातील जनतेसाठी जो लढा आम्ही लढत आहोत तो आम्ही यापुढेही लढत राहू, असा निर्धार त्यांनी व्यक्त केला. राज्यातील जनतेने मोठ्या अपेक्षेने शिवसेनेला निवडून दिले असून शिवसेना सत्तेत असो वा नसो राज्यातील जनतेला निश्‍चितच न्याय मिळवून देऊ या जिद्दीने यापुढील काळात काम करू, असे उद्धव ठाकरे यांनी ठणकावून सांगितले.

स्थिर सरकार आम्हालाही हवे आहे, पण...

स्थिर सरकार आम्हालाही हवे आहे, पण जनतेशी प्रतारणा करून नाही. शिवसेना-भाजपची युती केवळ राजकारणासाठी नव्हती, हिंदुत्वासाठी होती. म्हणूनच मी भाजपला आठवण करून दिली आहे. त्यांना आठवण झाली तर ठीक, अन्यथा शिवसेना हिंदुत्वाची कास सोडणार नाही. दोन दिवसांत उत्तर मिळाले नाही तर विरोधात बसू. त्यामुळे भाजपने आपली भूमिका स्पष्ट करावी, असे उद्धव ठाकरे यांनी सांगितले.

प्रभूंचा निर्णय दुर्भाग्यपूर्ण

सुरेश प्रभू यांनी भाजपात प्रवेश करून मंत्रीपदाची शपथ घेतली याकडे पत्रकारांनी लक्ष वेधले तेव्हा उद्धव ठाकरे यांनी प्रभू यांना शिवसेनेनेच पहिल्यांदा केंद्रात मंत्री केले होते याची जाणीव करून दिली. ते म्हणाले, आजही मला तो दिवस आठवतो. अटलबिहारी वाजपेयी यांचे तेरा दिवसांचे सरकार त्यावेळी आले हेाते. अटलजींनी बाळासाहेबांना फोन करून शिवसेनेतून कुणाला मंत्री बनवायचे असे विचारले तेव्हा बाळासाहेबांनी पहिले नाव प्रभू यांचे दिले हेाते. मात्र तेच प्रभू खुर्चीसाठी भाजपमध्ये गेले. त्यांचा निर्णय दुर्भाग्यपूर्ण आहे. वाजपेयी यांचे ते १३ दिवसांचे सरकार पाडणारेसुद्धा शरद पवारच होते आणि भाजप आज त्यांचाच पाठिंबा घेत असल्याकडेही उद्धव ठाकरे यांनी लक्ष वेधले.

राज्यातला निर्णय झाला नाही म्हणून अनिल देसाईंना माघारी बोलावलं

पंतप्रधान नरेंद्र मोदी यांनी केंद्रीय मंत्रिमंडळाचा आज विस्तार केला. या विस्तारात शिवसेनेच्या वतीने खासदार अनिल देसाई यांचे नाव पाठविण्यात आले होते. मात्र केंद्रात शिवसेनेला सत्तेत सहभागी करून घेता त्याचवेळी राज्यातील नाते कसे असेल हे स्पष्ट झाले पाहिजे ही शिवसेनेची भूमिका आहे. अनिल देसाई यांना केंद्रातील मंत्रीपदाची शपथ घेण्यासाठी पाठविले होते, मात्र राज्यातील नाते कसे असेल हे भाजपने स्पष्ट केलेले नाही. महाराष्ट्र वार्‍यावर सोडून केंद्रातील सत्तेत सहभागी होण्यात शिवसेनेला रस नाही. राज्यात शिवसेनेसोबत कसे नाते असेल ते स्पष्ट झाले नाही. असे असताना देसाई यांनी मंत्रीपदाची शपथ घेतली असती तर ते हास्यास्पद ठरले असते आणि म्हणूनच मी त्यांना माघारी बोलावले असे उद्धव ठाकरे यांनी स्पष्ट केले. जर सगळे व्यवस्थित झाले असते तर देसाईंनी नक्कीच मंत्रीपदाची शपथ घेतली असती, असेही उद्धव ठाकरे म्हणाले.

गीतेचा संदेश लवकरच कळेल

अनंत गीते केंद्रातील मंत्रीपदाचा राजीनामा देणार का, शिवसेना ‘एनडीए’तून बाहेर पडणार का, असे प्रश्‍न पत्रकारांनी केले. त्यावर उद्धव ठाकरे म्हणाले, शिवसेनेचा सन्मान राहिला पाहिजे. अपमान सहन करून सत्तेत बसणार नाही हीच आमची भूमिका आहे. गीता ही कळायला थोडी कठीण असते. पण काळजी करू नका. गीतेचा संदेश तुम्हाला लवकरच कळेल.

विधानसभा गटनेतेपदी एकनाथ शिंदे

जनतेने मोठ्या विश्‍वास आणि अपेक्षेेने शिवसेनेच्या ६३ आमदारांना निवडून दिले. त्या मतदारांचा विश्‍वास सार्थ ठरवू असे सांगत शिवसेनेच्या विधानसभा गटनेतेपदी एकनाथ शिंदे यांची एकमताने निवड झाल्याची घोषणा उद्धव ठाकरे यांनी यावेळी केली.

शिवसैनिकांचा माझ्यावर विश्‍वास आहे

आम्ही राष्ट्रवादीसोबत जाण्याचा प्रश्‍नच नाही. शिवसेनेकडून कुणीही शरद पवारांना भेटले नाही. त्यांना मला भेटायचे असेल तर उघडपणे भेटेन, चोरून भेटणार नाही, असे उद्धव ठाकरे यांनी ठामपणे सांगितले. सत्तेत जाण्यापेक्षा विरोधात बसा, असे शिवसैनिकांचे म्हणणे आहे असा प्रश्‍न पत्रकारांनी विचारला असता उद्धव ठाकरे म्हणाले शिवसैनिकांचा माझ्यावर विश्‍वास आहे. सत्तेत जाण्याची आम्हाला घाई नाही.

१२ तारखेला तुम्हाला कळेलच

विधानसभा अध्यक्षपदासाठी शिवसेना कुणाला पाठिंबा देणार, असा प्रश्‍न विचारताच उद्धव ठाकरे म्हणाले, अध्यक्षपदासाठी कुणाचे नाव येते ते पाहून पाठिंबा द्यायचा की नाही ते आम्ही ठरवू. कदाचित शिवसेनाही अध्यक्षपदासाठी आपला उमेदवार उभा करेल. तुम्ही घाई का करताय, १२ तारखेला तुम्हाला कळेलच.

शिवसेनेने मोदींवर विश्‍वास दाखवायला हवा होता -फडणवीस

केंद्रीय मंत्रिमंडळ विस्तारात जेव्हा पंतप्रधान नरेंद्र मोदी शिवसेनेच्या खासदाराचा समावेश करतात तेव्हा शिवसेनेने मोदींवर विश्‍वास दाखवायला हवा होता. मोदींनी राज्यातील तिढाही योग्य रीतीने सोडवला असता अशी प्रतिक्रिया मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी व्यक्त केली. शिवसेनेचे अनिल देसाई यांचे नाव मंत्रीपदासाठी राष्ट्रपती भवनात गेलेले असतानाही त्यांनी ऐनवेळी शपथ न घेणे हा प्रकार दुर्दैवी असल्याचेही फडणवीस म्हणाले. शिवसेनेने उपस्थित केलेल्या तात्त्विक मुद्द्यांवर जरूर चर्चा व्हायला हवी. सत्तेत सहभागी होताना खातेवाटप मंत्र्यांची संख्या आणि इतर पदे यावर चर्चा करण्यात काहीच हशील नाही असे मुख्यमंत्री फडणवीस यांनी सांगितले.


Saturday 8 November 2014

મુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે રોજે રોજ પાના ભરીને સમાચાર આવે છે. સાંચુ શું છે અ તો રામ જાણે પણ એને શીવસેના કે ગુજરાતીઓ સાથે સમ્બધ હશે એ હજી કોઈએ કહ્યું નથી એ નવાઈ લાગે છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે રોજે રોજ પાના ભરીને સમાચાર આવે છે. સાંચુ શું છે અ તો રામ જાણે પણ એને શીવસેના કે ગુજરાતીઓ સાથે સમ્બધ હશે એ હજી કોઈએ કહ્યું નથી એ નવાઈ લાગે છે.

બે દીવસ પહેલાં મહારાષ્ટ્રના એક વખત મુખ્ય મંત્રી નાર્યાણ રાણેના પુત્રે કહ્યું કે મુંબઈમાંથી ગુજરાતીઓને હાંકી કાઢો. આ નારાયણ રાણે હાલ કોંગ્રેસમાં છે અને મુખ્ય મંત્રી વખતે શીવસેનામાં હતા.

આમ તો મલેરીયા જેવા રોગો માદા મચ્છરના ડંખથી થાય છે અને છેલ્લા ૫૦ હજાર વરસથી મચ્છરો ડંખ મારી પોતાના શરીરમાં રહેલા મેલેરીયાના જીવો માણસના શરીરમાં દાખલ કરે છે. પછી તાવ આવે અને શું ને શું થાય અને ક્યારેક જીવ પણ જાય.

છેલ્લા ૪-૬ મહીનાથી એટલે કે લોકસભા અને મહારાષ્ટ્રની વીધાનસભાની ચુંટણીઓ વખતથી સમાચારમાં ગુજરાતીઓનો ઉલ્લેખ આવે છે. મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી વખતે ભાજપ અને શીવસેના વચ્ચે સમજુતી તુટી ગઈ અને ગુજરાતી ભાષા વીશે છાપામાં ઉલ્લેખ આવવા લાગ્યો. રવીવાર ૯-૧૧-૨૦૧૪ના દીલ્લીમાં થોડાક પ્રધાનોમાં ફેરફાર થશે કે નવા ઉમેરાશે. શીવસેના પહેલાં ટેકો આપે અને પછી મહારાષ્ટ્રમાં શીવસેનાને સત્તામાં ભાગીદાર કરવામાં આવશે એવું મુખ્ય મંત્રીએ કહ્યું છે.

શીવસેનાના મરાઠી સમાચાર પત્ર સામના છાપામાં સમાચાર આવેલ છે કે મહારાષ્ટ્રમાં આરોગ્ય ખાતું કોણ સંભાળે છે એ જ ખબર નથી અને ડેન્ગ્યુ કે મલેરીયા વીશે ઉલ્લેખ આવેલ છે. મુંબઈમાં વરસોથી શીવસેના સત્તા સંભાળે છે અને મુંબઈના લોકોની આરોગ્યની જવાબદારી શીવસેનાની હોવી જોઈએ. શીવસેના  હપ્તાખોર તરીકે વરસોથી ઉલ્લેખ આવે છે. વીધાનસભાની ચુંટણી વખતે અફઝલખાનની ફોજ, મચ્છર, ઉંદર, વાઘ અને નરેન્દ્ર મોદીના પીતા દામોદર મોદીનો ઉલ્લેખ આવેલ.

આ ડેન્ગ્યુ બાબત હવે ઉલ્લેખ આવેલ છે કે મચ્છર મારવાની કે ભગાડવાની દવામાં ગડબડ થઈ છે મચ્છર મરતા કે ભાગતા નથી અને માણસનું લોહી ચુસવા મચ્છરો હવે ભુરાયા થયા છે. મુંબઈ મહાનગરના ભૃષ્ટ અધીકારી કે હપ્તાખાઉ સત્તાધારીઓએ દવા છાંટવાનું નામ લઈ દવા છાંટતા નથી. દવાની કુમ્પનીઓ દવાને બદલે રાખ કે એવો કોઈ ભલતો જ હલકો પાવડર આપે છે. આ કુમ્પની જરુર કોઈ ગુજરાતીની હશે એમ કહે છે.

દુનીયાની મોટામાં મોટી લુંટ શીવાજીએ સુરતમાં કરી એના પછી મોગલો અને અંગ્રેજોએ રાજ્ય કરવાની નીતી રીતી બદલાવી.  અંગ્રેજોની કોઠી સુરતમાં હતી એ મુંબઈમાં આવી અને અંગ્રેજોની કુમ્પનીના ગવર્નરોએ આખા દેશ ઉપર રાજ્ય કર્યું. મોગલોએ શીવાજીને ઉંદરની ઉપમા આપેલ. ક્યારે ક્યાંથી આંતકી આવી ચડે એ ખબર ન પડે અને પછી તો સીમી, મુજાહીદ અને તાલીબાની એવા કેટલાએ આંતકીઓ એમાંથી પાઠ શીખ્યા.

માદા મચ્છર પોતાના બચ્ચાને કહે જે દવાથી હું મરું એનો પ્રતીકાર કરતાં બચ્ચાને શીખી લેવું જોઈએ જે ગુણ છેલ્લા ૫૦ હજાર વરસથી મચ્છરોમાં વીકસ્યો છે. એટલે ગમે એવી ઝેરી દવા પણ છ મહીના પછી મચ્છર માટે પૌષ્ટીક આહાર કે અમૃત બની જાય છે. કોને ખબર પણ આ દવાની કુમ્પનીઓ ગુજરાતમાં હશે......

નીચે બે ફોટા આપેલ છે જે ગુગલ મારાજની મેરબાનીથી મળેલ છે.
Thursday 6 November 2014

આજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરાતમાં જૈનો કારતકી પુનમને અલગ રીતે ઉજવે છે. હેમચંદ્રનો ઈતીહાસ લીપીબદ્ધ છે અને કારતકી પુનમે એનો જન્મ થયેલ. આ રહ્યા બે ફોટાઓ. રામ જાણે સાંચું શું હશે આજે રજા થોડી છે?

આજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરાતમાં જૈનો કારતકી પુનમને અલગ રીતે ઉજવે છે. હેમચંદ્રનો ઈતીહાસ લીપીબદ્ધ છે અને કારતકી પુનમે એનો જન્મ થયેલ.

જાહેર રજાનો દીવસ છે. મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડ તો રોજની જેમ હતી. મહારાષ્ટ્રના મંત્રાલય અને મુંબઈ મહાનગરપાલીકાથી બે પાંચ કીલોમીટર છેટે મસ્જીદ રેલ્વે સ્ટેશને બપોરના બાર વાગે ઉતરી બહાર આવ્યો તો પુલ ઉપર હાથગાડીને છ જણાં ધકેલી રહ્યા હતા. બે મીનીટ પછી હું પાછો આવ્યો પણ હાથગાડી આગળ નીકળી ગઈ. પુલ ઉપર રજા હોવાથી મોટી સ્ટેટ બેન્ક બંધ હતી એના પગથીયે બેસી બીજી હાથગાડીની રાહ જોવા બેસી ગયો. અહીં બે ફોટા મુકેલ છે. ગુરુવાર તારીખ 06.11.2014ના પહેલા ફોટોનો સમય 12:04:52 છે. કેમેરાને જરાક બાજુ હટાવી બીજો ફોટો કાઢ્યો એનો સમય 12:05:00 છે. એટલે કે આઠ સેકેન્ડનો ફરક છે. બેન્કનો દરવાજો બંધ છે એ જમીન ઉપર પડછાયામાં ખબર પડે છે. સામે મસ્જીદ રેલ્વે સ્ટેશનનું નામ દેખાય છે. પહેલાં ફોટામાં હાથગાડીને શ્રમીકો પુલ ઉપર ચડાવે છે. બીજા ફોટામાં બીજો હાથગાડી વાળો પણ આવી ગયો છે. સામે જે ટેમ્પો આવી રહ્યો છે એનો પહેલાં ફોટામાં અને બીજા ફોટામાં ફરક દેખાઈ આવે છે.

આ રહ્યા બે ફોટાઓ. રામ જાણે સાંચું શું હશે આજે રજા થોડી છે?(2)
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzF8yRbwM333immU770X3PUc_iVsvtel6ArOP8lb8mrZNKbL7VC9KuHgyS3zjeUwwLNe1IVUA4XAqgUOnb46jFoBdGT0fl3hY6N5LsZrfHrSvLEunsrnXi4buhk7HTRgUVFshQlg/s1600/IMG_20141106_120458.jpg


રામ જાણે સાંચુ શું છે? ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પુર્ણીમા. વાઘા સરહદ. પહેલાં અંટસ કે ઝગડો ઉભો કરવો. ઝગડો સુલટાવવા પતાવટ કરવી, લવાદથી નીવેડો લાવવો નહીંતો દાઉદ, છોટા રાજેનનો સમ્પર્ક કરવો.

રામ જાણે સાંચુ શું છે? ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પુર્ણીમા. વાઘા સરહદ. પહેલાં અંટસ કે ઝગડો ઉભો કરવો. ઝગડો સુલટાવવા પતાવટ કરવી, લવાદથી નીવેડો લાવવો નહીંતો દાઉદ, છોટા રાજેનનો સમ્પર્ક કરવો.

ગુરુ નાનક જયંતી ઉજવવા ભારત પાકીસ્તાનની વાઘા સરહદ ઓળંગી લાહોર પાસે નાનકના જન્મ સ્થળે ઘણાં શીખો જશે. 

ઝગડો કોઈ પણ રીતે ઉભો થાય. જેનું મગજ કામ ન કરતું હોય એ માણસ રાત્રે રખડતો હોય. ક્યાં પણ જાય. કોઈના બારણે રાતના બાર કે બે વાગે ઘંટી વગાડે. શું ઝગડો કરશો? કોની સાથે? 

પતી પત્ની વચ્ચેનો ઝગડો, માલ મીલ્કતનો ઝગડો, દાઉદ છોટા રાજનનો ઝગડો, ભારત પાકીસ્તાનનો ઝગડો, હીન્દુ મુસલમાનનો ઝગડો. આના માટે કોઈ અભ્યાસુ કે નીષ્ણાંત લવાદની જરુર નથી પડતી. મગજ બહેર મારી જાય. 

સરહદ ઓળંગી પકડાઈ જાય અને જેલમાં જાય એવા ભારત પાકીસ્તાનની જેલોમાં ઘણાં છે. હવે છોડી દે તો જાય કયાં? મગજ તો પહેલાં ક્યાં કામ કરતું હતું? 

૧૯૮૪ આસપાસ ઘણાં શીખોના મરણ થયા અને ૩૦ વરસ પછી પણ ૨૦૧૪માં આ શીખ રમખાણ અને શીખો બાબત સમાચાર નીયમીત આવે છે.

ભારત પાકીસ્તાનની જેલમાં છે એના કરતાં બહાર ઘણાં છે. ક્યારે પણ રાતના કોઈના બારણે ઉભા રહી ઘંટડી વગાડે છે. વાઘા સરહદ એનું ઉમદા ઉદાહરણ છે. લોકો જેને સ્વર્ગની ધરતી કહે છે એ આખું કાશ્મીર એનું ઉદાહરણ છે. જર્મનીની દીવાલ હોય કે લક્ષ્મણ રેખા. ઓળંગો એટલે હરણનું મોત ચોક્કસ.

ભારત પાકીસ્તાન વચ્ચે વાર્તાલાપ થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી અને શીવસેના વચ્ચે ઉંદર, વાઘ, અફઝલખાનની ફોજ, હપ્તા વસુલી, બાળ ઠાકરેના વારસદારો વચ્ચેનો ઝગડો સુલટાવવાનો બાકી છે. 

બાળ ઠાકરેના છોકરા કહે છે બાપ બાળ ઠાકરેનું મગજ ચાલતું ન હતું એટલે વીલ કે દસ્તાવેજ બનાવેલ છે એ નકલી છે. રામ જાણે સાંચુ શું છે?


Wednesday 5 November 2014

રામ જાણે સત્ય શું છે? કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....

રામ જાણે સત્ય શું છે? કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....

રવીવાર ૨-૧૧-૨૦૧૪ના ભારત પાકીસ્તાનની પંજાબ પાસે વાઘા સરહદ પાસે પાકીસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૫૦-૬૦ના મૃત્યુ થયા એ વીશે રામ જાણે સત્ય શું છે એમાં સોમવાર અને મંગળવાર પસાર થઈ ગયો. મંગળવારના મુંબઈમાં ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશને જવાનું થયું અને ફોટા પાડ્યા. એક જણે કહ્યું કે ચુનો ચોપડવા આટલે દુર જવાની શું જરુર? આ રહ્યો ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશનના બે નમ્બરના પ્લેટફોર્મનો મેં પાડેલ ફોટો. 
વાઘા સરહદના બે પ્રખ્યાત ફોટાઓ મુકેલ છે. આનાથી નફરત ઉત્પન્ન થાય છે. સાંજના સરહદ બંધ થાય ત્યારે આ જોવા લોકો બપોરથી લાઈન લગાડે તો સાંજના જોવા મળે. આ ફોટા ગુગલ મહારાજની મદદથી લીધેલ છે.

મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી પહેલાં અને ચુંટણીના પરીણામ પછી ભાજપા અને શીવસેના વચ્ચે ઘણીં એટલે ઘણીં મીંટીંગો થઈ. નીવેડો શું આવ્યો એ તો રામને ખબર? મુખ્ય મંત્રીની સોગંદવીધી પહેલાં શીવસેનાએ સોગંદવીધીમાં ગેરહાજર રહેવાનો નીર્ણય કરેલ અને શીવસેનાના નેતાઓનું કહેવું છે કે ફોન આવેલ એટલે હાજરી આપેલ. બીજા દીવસે એક સમાચાર પત્રમાં મુખ્ય સમાચાર હતા કે કોઈ પટાવાળા કે ચપરાશીએ પણ ફોન કરેલ નથી અને પોતાની મેળે પાકા ગુજરાતી અમીત શાહ સાથે હીસાબ માટે ગયેલ.

એક મીત્રે કઠપુતળીના ખેલનો વીડીયો મોકલેલ. નીચે પ્રમાણે છે. આ કઠપુતળીને લગતો ફોટો છે જેમાં મહોરા લગાડેલ છે. એમાં મનપસંદને ઈંદીરા ગાંધી, નરેન્દ્ર મોદી, સોનીયા ગાંધી, જય લલીતા કે ઉદ્ધવ ઠાકરે સમજી લો. મજા આવશે.બાકીના કઠપુતળીના ફોટા અને વીડીયો ફરી કયારેક.

૪-૬ મહીના પહેલાં લોકસભાની ચુંટણી પછી શીવસેનાના ૧૮ સાંસદો સાથે ઉદ્ધવ ઠાકરે કુળદેવી એકવીરા દેવીના દર્શને ગયેલ. મંગળવાર ૪-૧૧ના  મહારાષ્ટ્રમાં ૬૩ શીવસેનાના વીધાનસભાસદો સાથે ઉદ્ધવ ઠાકરે અને કુટુંબીઓ એકવીરા દેવીના દર્શને ગયેલ અને ઉદ્ધવ ઠાકરે પ્રાર્થના કરેલ કે હવે પછીની ચુંટણીમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે અને ૧૮૦ શીવસેનાના સભાસદો સાથે આવીશ. મરાઠી સામના છાપામાં આવેલ ધારાસભો સાથે ઉદ્ધવ ઠાકરેનો આ ફોટો જુઓ. મનોહર જોસી ચીફ મીનીસ્ટરને હટાવી બાળ ઠાકરેએ નારાયણ રાણેને ચીફ મીનીસ્ટર બનાવેલ ત્યારે સામનામાં સમાચાર હતા કે મનીયો ગયો અને નારીયો આવ્યો. હમણાં ચુંટણીમાં નારાયણ રાણે કોંગ્રેસના પ્રચાર સમીતીના વડા હતા અને પોતે હારી ગયા. હારી ગયા પછી નારાયણ રાણે બોલ્યા કે અપમાન સહન કરી શીવસેના ભાજપા સાથે ભાગીદારી કરે છે. આજે બાળ ઠાકરે હોત તો એ સત્તાને ઠોકર કે લાત મારત. શીવસેનાએ ભાજપાને અફઝલખાનની ફોજની ઉપમા આપેલ અને હવે શીવસેના પોતે અફઝલખાનની ફોજમાં જોડાય છે. કોને ખબર કોણ કઠપુતળીનો ખેલ રમે છે?

સવારના ચાર વાગે મોબાઈલ ફોન ઉપર મેસેજ આવ્યો. કંઈક એક્સપાયર્ડ જેવો મેસેજ વાંચ્યો. ખબર પડીકે ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડનો મેસેજ છે. 

મુંબઈમાં ૧.૬૪ કરોડ ઈન્ટરનેટના કનેકશન છે.  દીલ્લીમાં ૧.૨૧ કરોડના કનેકશન છે.  મુંબઈ, દીલ્લી, કોલકત્તા, બંગળુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણેમાં ૫.૮ કરોડ વાપરનારા છે એમાં મારો નમ્બર પણ છે. સુરત, નાગપુર, લખનૌ અને વડોદરામાં ૧.૧ કરોડ કનેકશન છે.મારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ.ઉપરવાડો પાસા ફેંકે અને નીચે રમનારા હોય છે. રામ જાણે સત્ય શું છે?

Monday 3 November 2014

રામ જાણે સાંચુ શું છે? ત્રીજો ભાગ...

રામ જાણે સાંચુ શું છે? ત્રીજો ભાગ...

૨૪ કલાક એમ્બ્યુલસ અને ડ્રાઈવર ખડે પગે હાજર રહેનાર સવારના નવ સવા નવ વાગે શ્રીમતી ઈંદીરા ગાંધીના મૃત્યુ વખતે હાજર ન હતો અને ઈંદીરા ગાંધીનું મૃત શરીર એમ્બેસેડર ગાડીમાં દીલ્લીમાં દેશની મોટામાં મોટી એમ્સ હોસ્પીટલમાં લઈ જવું પડ્યું. કમાલ તો જુઓ હોસ્પીટલમાં સવારના નવ સાડા નવ વાગે મૃત શરીર માટે સ્ટ્રેચર પણ હાજર ન હતું. એ આપણે અગાઉ રામ જાણેમાં જાણ્યું.  

મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી હમણાં પુરી થઈ. મુંબઈની બાજુમાં ઠાણે જીલ્લામાં માજીવાડા ઠાણે વીસ્તારથી શીવસેના પાર્ટીના પ્રતાપ સરનાઈકને ૬૮૫૭૧ મત મળેલ અને વીજયી થયા. બીજેપીના સંજય પાડેને ૫૭૬૬૫ મત મળેલ અને બીજા નમ્બરે આવેલ. બુધવાર ૨૯.૧૦.૨૦૧૪ના ઠાણે વરતક નગર પોલીસ સ્ટેશનમાં ભાજપાના સંજય પાંડે ફરીયાદ કરી છે કે મારી પોખરણ રોડ ઠાણેની ઓફીસમાં આવી શીવસેનાના પ્રતાપ સરનાઈકે ૨૦ કરોડની ખંડણી માંગી છે. લગભગ કારણ એ છે કે માંડ માંડ જીતવા આટલો બધો ખરચ કરવો પડેલ છે અને એ વસુલાત કરવી છે.

લોકસભા કે વીધાનસભામાં સરકાર બચાવવા ઘણીં વખત મતદાન થતું હોય છે અને સભાસદોને લાંચમાં કરોડો રુપીયા આપવા પડે છે.  વડા પ્રધાન નરસીંહ રાવના જમાનામાં સીબુ સોરેને ઘણાં રુપીયા માંગેલ. એના પછી કર્ણાટકમાં વીધાનસભ્યને ૨૫ કરોડ બાબત આંકડો આવેલ. મહારાષ્ટ્રમાં આ આંકડો ૫૦ કરોડનો બોલાતો હતો.

એ હીસાબે ૨૦ કરોડની ખંડણીનો ભાવ વ્યાજબી કહેવાય.

નીશાળમાં જતો ટાબરીયો ઘરે આવી બાપાને કહેવા લાગ્યો હું નીશાળે નહીં જાઉ. આજે નીશાળમાં મારું વજન કરેલ છે અને હવે મારી કીંમત નક્કી કરી મને જરુર વેંચી નાખશે.

રામ અને લક્ષ્મણ બન્ને પરણીત હતા અને જંગલમાં રાવણની બહેન રામની પાસે જઈ લગ્નનો પ્રસ્તાવ મુકેલ. એ જમાનામાં આટલી હીમત?  જુઠા રામે રાવણની બહેનને કહ્યું હું પરણેલો છું અને લક્ષ્મણ પાસે જા. 

રાવણ જેવા મહારથીની બહેનને નાક કાન ખોવા પડ્યા અને બહેને ભાઈને ફરીયાદ કરી. રામાયણ થઈ ગઈ.  

રામ જાણે સાંચું શું છે?

Sunday 2 November 2014

==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.

==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.

ઉપર મુજબના ધ્યેય પ્રમાણે ભાગ એકમાં અમેરીકાના પ્રમુખ ઓબામાનો ચોર મુખવટો, સુરંગ બનાવી બેન્કમાંથી કરોડો અબજો લુંટનારની આત્મહત્યા અને વડા પ્રધાનની બાજુમાં મુખવટો પહેરીની બેઠેલા ઉદ્ધવ ઠાકરે બાબત જણાંવેલ. સીસીટીવી માટે ચોરો હવે ન્યુટન, ગેલેલીયો, આઈનસ્ટાઈનનો મુખવટો જ લગાડે છે. દુનીયાની મોટામાં મોટી અને પ્રખ્યાત લુંટ માટે સોમનાથ મંદીર લુંટનાર મુહમદ ગજનવી કે સુરતની લુંટ કરનાર શીવાજીને એ વખતે મુખવટાની ખબર નહીં હોય?https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpByMzlzcA3OXfAeTGoAfDZBzNTuk845_z9dYWvvYVE4NZPc8xAbVPywVZbsZiX61FZa4EmF3J-V8Mr2yWeVYVCwBd5wbpBrt5vhqOTv5B0wScwAD_xkhky0mi-rvfLv6HOYeVTA/s1600/smiling+camel.jpgઉંદર, વાંદરા કે ઉંટને પણ હસવું તો આવે. લાઈનમાં ઉંટ જતા હતા.  મીત્ર ડાર્વીન મોતાને ફોટા કાઢવાનું મન થયું અને એક ઉંટ સ્મીત સાથે ફોટો પડાવવા દોડી આવ્યું. ફોટાનો શોખ ઉંટને પણ હોય !

મુંબઈના વાનખેડે સ્ટેડીયમના કાર્યક્રમનો બહીસ્કાર કરી હાજર ન રહેવાનો શીવસેનાના નેતાઓએ નીર્ણય કરેલ. એના પછી ૩૧.૧૦ના વડાપ્રધાન સાથે ઉદ્ધવ ઠાકરેનો ફોટો જોઈ સમાચાર આવેલ કે ફોન આવેલ એટલે કાર્યક્રમ શરુ થયા પછી પુરુ થયાં પહેલા ઉદ્ધવે હાજરી આપેલ. ભાગીદાર થવા...

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી રોજ સમાચાર આવતા હતા કે કોંગ્રેસે બનાવેલ કે બનાવટી રાજ્યપાલો પોતાનો હોદ્દો નહીં છોડે. આ રાજ્યપાલોની નીમણુંક રાષ્ટ્રપતીએ કરેલ છે અને રાષ્ટ્રપતી કહેશે તો જ રાજ્યપાલનો હોદ્દો છોડશે. જો કે આ કોંગ્રેસી રાજ્યપાલોને રાષ્ટ્રપતીએ તો ફોન કે સુચના ન આપી પણ પછી બધાએ હોદ્દો છોડી દીધો. શીલા દીક્ષીત નામના રાજ્યપાલની નીમણુંક રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીએ કરેલ. આ નીમણુંક બાબત ઘણાં અહેવાલ આવેલ. લાગે છે કે કોઈ ચપરાશી કે કારકુને શીલાબેનને ફોન કર્યો અને ચુપચાપ હોદ્દો છોડી દીધો. આવા જ કોઈક હોદ્દા માટે ઈંદીરા ગાંધીના મૃત્યુ પછી કોંગ્રેસે પ્રણવ મુખરજીને સજા કરેલ. 

૩૧.૧૦.૧૯૮૪ના ઈંદીરા ગાંધી સવારના નવ સવા નવે ઘરેથી બહાર નીકળ્યા અને અંગરક્ષકોએ બંદુકની ગોળીઓથી હત્યા કરી નાખી. મૃત શરીરને હોસ્પીટલમાં લઈ જવા ૨૪ કલાક હાજર રહેનાર એમ્બ્યુલસનો ડ્રાઈવર ક્યાંક ચા પાણી પીવા ફરજ ઉપર હાજર ન હતો. જેમ તેમ કરી એમ્બેસેડર ગાડીમાં મોટી એમ્સ હોસ્પીટલમાં પહોંચ્યા તો સ્ટ્રેચર ન મળ્યું. હોસ્પીટલના નીષ્ણાંત ડોકટરોએ બપોરના બે વાગ્યા પછી મરણ ખબરની જાહેરાત કરેલ અને સરકારે ઠેઠ સુરજ આથમી ગયા પછી જાહેર કરેલ. આ હાલત હતી ભારતના વડા પ્રધાનની તો મામુલી માણસની કલ્પના કરો. ઉદ્ધવ ઠાકરેના પીતા બાળ ઠાકરેનું મરણ ક્યારે અને કેવી રીતે થયેલ એ ૪-૬ દીવસ રહીને બધાને જાણ થયેલ. શ્રીમતી ઈંદીરા ગાંધીના મૃત શરીરને એમ્સમાં લઈ ગયા પછી નીષ્ણાત ડોકટરોનું કહેવું હતું ફેફસાં, હૃદય, મગજને મસીનથી ચાલુ કરીશું. બોલો મરણ પછી ૮૦-૧૦૦ બોટલ લોહી ચડાવેલ. લોહી પીવા બાબત કોઈ કાયદો જ નથી.૧-૧૧-૨૦૧૪ના ધ સ્ટેટ્સમેનના પહેલા પાને નીચે મુજબ સમાચાર છે. ૧૯૮૪ના શીખ હુલ્લડ, સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીનો ફોટો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડનવીસનો ફોટો અને ઉદ્ધવ ચેન્જીસ માઈન્ડ, રાજા અને કનમોઝીનો ફોટો, એન્ડરસન ડેડના સમાચાર બધું પહેલે પાને...

દલપતરામે ઉંટને ખોટો અન્યાય કરેલ છે. સાંભળી શીયાળ બોલ્યું અન્યના તો એક વાંકું આપના અઢાર છે....

ઉપર સોનેરી ઉંટનો ફોટો બરોબર જુઓ. કાળી લક્ષ્મીમાં બધાને લાલચ હોય. લાલચુ કાળી સીતાને સુવર્ણ મૃગના ચામડામા રસ જાગ્યો અને ખુદ ભગવાન એને જીવતો પકડવા ગયો.  પછી રેખા કે વર્તુળ દોરનાર લક્ષ્મણ ગયો. રાવણના હાથે મરવા કરતાં ભગવાનના હાથે મરણ માંગવા મામા મરીચી આવેલ. આમાં સત્ય ક્યાં શોધવું? 


 સાચું ખોટું રામ જાણેમાં મેં વોરેન એન્ડરસનાના મરણ ખબર લખેલ છે.

આ વોરેન એન્ડરસનને Warren M. Anderson હું ઓળખું. મુંબઈ ચર્ચગેટમાં સરકારી ઓફીસમાં હું ઘણી વખત જતો. ૧૧માં માળે જવા લીફ્ટમેન મને સલામ કરે એ જોઈ ઘણાંને નવાઈ લાગતી. નોકરી કે પાપી પેટને કારણે માર
ે ના છુટકે જવું પડતું. એક મોટા સાહેબે પોતાના જુનીઅરોને બોલાવી મારી સામે બધાને કહેલ આ વોરાની સાથે વહેવાર કરવો નહીં અને રુપીયાનો વહેવાર કરશો એ દીવસે નોકરી જવાની નોબત વાગશે.

૨-૩ ડીસેમ્બર ૧૯૮૪ના સવાર થતાં પહેલાં ભોપાલ આસપાસ ઝેરી વાયુના ગળતરને કારણે હજારો નીર્દોષના કરુણ મરણ થયેલ. ૧૯૮૪ પછી દર વરસે વોરેન એન્ડરસનની ઠાઠડી કે નનામી બનાવી બાળવામાં આવતી. આ વોરેન એન્ડરસનનું ખરેખર મૃત્યુ ૨૯.૦૯.૨૦૧૪ના થયું એના પછી એક મહીનો રહીને એના મરણ ખબર સમાચાર આવ્યા. ભોપાલમાં હજી ઘણાં લોકો આ માણસને પકડી સજા કરવા માંગે છે.

૧૪.૧૧.૨૦૧૩ના મેં ચાર લીન્ક અને ચાર પીડીએફ ફાઈલ મુકેલ છે. ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ. यूनियन कार्बाइड के भोपाल स्थित प्‍लांट से दो और तीन दिसंबर 1984 की दरम्‍यानी रात रिसी जहरीली गैस ने हज़ारों लोगों की जान ले ली थी. આ રહી એ લીન્ક...


http://www.vkvora.in/2013/11/blog-post_14.htmlSaturday 1 November 2014

સાચું ખોટું તો રામ જાણે. રામાયણ કથાના દશરથ પુત્ર રામને પણ સત્ય ખબર નથી હોતી. ભાગ ૧.

સાચું ખોટું તો રામ જાણે. રામાયણ કથાના દશરથ પુત્ર રામને પણ સત્ય ખબર નથી હોતી. ભાગ ૧.

રાતના લાઈટ જાય કે ગરમી થતી હોય અને ઉંઘ ઉડી જાય એટલે સમાચાર વાંચવા પડે. ખબર પડે કે અમેરીકાના પ્રમુખ ઓબામાનો મુખવટો પહેરી ચોર આવેલ.

આવું તો રોજે રોજ બનતું હોય છે. સુરંગ ખોદી બેન્કને પ્રથમ વાર લુંટનારને કરોડો અબ્જો રુપીયાનો માલ મળે. પણ લુંટનારને આપઘાત કરવો પડે?

મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી પછી ભાજપ અને શીવસેનાના આગેવાનોની રોજે રોજ ૪-૫ વખત સભાઓ થતી. ચર્ચા તો રામ જાણે શું થતી બધા કહેતા હતા કે મીડીયામાં જે સમાચાર આવેલ છે એ ખોટા છે.

ચુંટણી વખતે શીવસેનાના નેતા (નેતા એટલે ઉદ્ધવ ઠાકરે એક જ )એ ભાજપ અને નેતાઓ માટે જે ભાષા વાપરેલ એ માટે માફી માંગશે એના પછી જ ભાજપ અને શીવસેના વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બાબત ચર્ચા થશે.

બે દીવસ પહેલાં સમાચાર આવેલ કે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં અને શપથવીધી કે સોગંદવીધી વખતે કોઈ શીવસૈનીક (વાંચો ઉદ્ધવ ઠાકરે ) હાજરી નહીં આપે.

મંચ ઉપર વડા પ્રધાનની બાજુમાં ઉદ્ધવ ઠાકરેને જોઈને ઘણાંને લાગેલ કે કોઈક માણસ ઉદ્ધવ ઠાકરેનો મુખવટો પહેરી બેઠો છે.

આવું તો ભાગ ૧ થી ૧૦૦ સુધીમાં ઘણું ચીત્ર કે ફોટાઓ સાથે આવશે.

ભારતમાં ૧૫.૦૮-૧૯૪૭ અથવા ૨૬.૦૧.૧૯૫૦ પછી લોક સભા દ્વારા દેશનું સંચાલન થાય છે. કાઈ પણ ગડબડ થાય, નુકશાન થાય, પ્રગતી કે વીકાસ માટે સમીતી કે પંચ (કમીટી એન્ડ કમીશન) નીમવામાં આવે અને બધી તપાસ કરી અહેવાલ આપે. જેમકે કોઠારીનો શીક્ષણ બાબતનો અહેવાલ, ગજેન્દ્ર ગડકરનો મજુરો બાબતનો અહેવાલ. આવા કેટલાયે અહેવાલ બહાર પડ્યા છે.

સમજો કે આજથી શરુ થાય છે ચીત્ર કે ફોટાઓ સાથે અહેવાલ ઉપર અહેવાલ. મુખવટો પહેરી સાચું ખોટું પણ જાણવા મળશે. આપણે જાણીશું લુંટારા ઓબામા કે ઉદ્ધવ ઠાકરે વીશે પણ.

આ બધું વીકેવોરા.ઇન વેબ સાઈટ ઉપર. ફેસબુકમાં ફક્ત નોંધ આવશે અહેવાલ અને ચીત્ર કે ફોટા મહોરા વેબ સાઈટ ઉપર આવશે.