વરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....
આપણા દેશમાં કચ્છ રાજસ્થાનમાં રણ પ્રદેશ આવેલ છે. પાકીસ્તાનમાં વાદળા મુંજાય તો ક્યારેક ૨-૪ ઈન્ચ વરસાદ આવે. બાકી રામ ભરોંસે. અરબ સાગરના સીધા વાદળાથી વરસાદ ઘંણાં વરસો પછી માંડ માંડ આવે. વરસાદનું મહત્વ આ પ્રદેશના લોકોને પુછવું.
હમણાં જુન મહીનો પુરો થવા આવ્યો છે અને દેશમાં વરસાદ હજી જામ્યું નથી.
૧૯૦૧થી દેશમાં વરસાદ નીયમીત મપાય છે. ૧૯૦૫માં જુન મહીના સુધીમાં ૮૮.૭ મી.મી., ૧૯૨૬માં ૯૭.૨૦ મી.મી., ૨૦૦૯માં ૮૫.૮ મી.મી. અને ૨૦૧૪માં ૮૦.૮ મીલીમીટરની વરસાદની નોંધ છે.
મુંબઈમાં વરસાદ તો ઘણોં પડે છે મુંબઈને પાણી પુરુ પાડતા સરોવર વીસ્તારમાં તો ઘણોં વરસાદ પડે છે પણ આ રામ ભરોંસે હવામાને ઉંઘ ઉડાડી નાખી છે.
મને કચ્છના ગામડાથી મીત્રે ફોન કર્યો. વરસાદના સમાચાર? મેં કહ્યું રુપીયાનો વરસાદ પડે છે. વાદળાના વરસાદની મુંબઈમાં કોને પડી છે?