ફીડ જેટનું લાઈવ ટ્રાફીક ગજેટ. સીંગદાણા અને શીફ્ટની કી બાબત....
૪-૬ દીવસ પહેલાં બ્લોગ ઉપર આ ગજેટ બેસાડ્યું અને સવારના અથવા વહેલી સવારના જોઉં તો છેલ્લા ૨૦-૨૨ કલાકમાં મુંબઈ, સુરત, રાજકોટ, જામનગર અને ન્યુજર્સી, મીડરન્ડ ગૌટંગ, બફેલો, ન્યુયોર્ક, ડલાસ ટેક્સાસ, મિસુરી, જ્યોર્જીયા, વર્જીનીયાથી મુલાકાતીઓએ બ્લોગ ઉપર મુલાકાત લીધેલ છે.
ગુજરાતી અંગ્રેજી લખાંણમાં શીફ્ટ કીનો ઉપયોગ થાય છે એમાં મેહનત વધુ કરવી પડે છે. શીફ્ટની કી પકડી રાખવી પડે છે જેથી ઝડપથી લખતી વખતે બ્રેક લાગે છે અને શીફ્ટની કી ઉપરથી ભુલથી પણ આંગળી ઉઠી જાય તો ભુલ થાય. આનો કોઈ સરળ ઉપાય હોઈ સકે?
સવારના ચાર વાગે ઉઠી ૧૦-૧૨ દાણા સીંગદાણાના ખાધા એટલે વધુ ખાવાનું મન થયું. એમાં હજી બીજા બે પ્રશ્ર્ન ઉભા થયા.
પેલા ડીએનએ વાળા સીંગદાણાના સ્વાદનો ડીએનએ શોધી એ ઘંઉ, બાજરી, જુવારમાં નાખી દે તો મજા આવે. જુવારના ભાવ કરતાં સીંગદાણા ૩-૪ ઘણાં મોંઘા છે.
બીજું સીંગદાણા જમીનની અંદર થાય એટલે સ્વાભાવીક એમાં પત્થરી કે કાંકરી આવવાની શક્યતા હોય. સીંગદાણાના ડીએનએમાં ક્યાંક આગળ પાછળ કરી એને મગફળી કે ચોરાફળી જેવું થઈ શકે?
આઠ દેશોના ઘણાં વીજ્ઞાનીઓએ ચણાંના સ્વાદ મર્મ કે ડીએનએ જાણી લીધો છે હજી વધુ ઉત્પાદન, સુલભ સ્વાદીષ્ટ માટે રાહ જોવી રહી. એવું સીંગદાણામાં શક્યતા માટે દેશ વીદેશના મીત્રો માટે આ લખેલ છે.
www.vkvora.in