સુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી સજા, ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય. બાબરાનું ભુત.
પાકીસ્તાનના નાગરીક અજમલ કસાબને આંતકવાદી પ્રવૃત્તીઓ માટે મુંબઈના
એક પોલીસ કર્મચારીએ પોતાનું બલીદાન આપીને આંતકવાદી કસાબને જીવતો પકડી
પાડ્યો. પાનાઓ ભરી ભારી છાપામાં સમાચારો આવ્યા. પાકીસ્તાને હમેંશ મુજબ કહી
દીધું કે અમારો નાગરીક નથી અથવા કસાબની સાથે પાકીસ્તાનને કોઈ લેવડ દેવડ
નથી. કસાબને મારો કે જીવતો રાખો એ ભારતની સંસદ કે સંસદે બનાવેલ કાયદાથી કામ
કરો. પાકીસ્તાને એમ પણ વારં વાર કહ્યું કે ભારતની ભુમી પર એ પ્રવૃત્તી
ભારતના નાગરીકો દ્વારા કરવામાં આવેલ છે.
આ અજમલ કસાબને પકડવામાં આવ્યાથી કસાબના મૃત્યુ સુધીમાં ભારતમાં ઘણાં
નીર્દોસ નાગરીકોના જાન ગયા. એને જીવતો પકડી ફાંસીની સજા સુધી કાનુની
કાર્યવાહીમાં ૧૦૦-૨૦૦ કરોડ સુધીનો ખર્ચ થઈ
જસે. ભારતના ઘણાં નાગરીકોને એક ટક રોટલાના ટુકડા માટે વલખા મારવા પડે છે
ત્યાં વીદેશી આંતકવાદી માટે રોજના ૩ થી ૮ લાખ ખર્ચ કરવો પડે છે.
ફાંસી
આપતા પહેલાં હજી બખડજંતર થસે. છેવટે બાબરી મસીદનું ભુત ધુણસે.
બાબર મુઠી ભર લુંટારાઓ સાથે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એની પાસે તો કાંઈ ન
હતું પણ મરતા સુધીમાં ભારતમાં મોગલ સામ્રાજયનો પાયો નખાઈ ગયો.
કુરાનમાં શું લખેલ છે એ ઔરંગઝેબને
ખબર હતી. ઔરંગઝેબે ભારતમાં જેવી રીતે રાજ્ય કર્યું એનાથી દુનીયાના હા પુરી
દુનીયાના મુસલમાનોએ નક્કી કર્યું કે પોતાના બાળકનું નામ ઔરંગઝેબ રાખવું
નહીં. ઔરંગઝેબની ક્રુરતાને કારણે મોગલ સામ્રાજયના અંતની શરુઆત થઈ અને સગા
દીઠા સાહ આલમના સેરીએ ભીખ માંગતા એવી મોગલ સામ્રાજયના વારસદારોની હાલત થઈ.
મુઠીભર મુસલમાનો આવેલ અને ઔરંગઝેબે એમને વસ્તીનો ચોથો કે પાંચમો ભાગ બનાવી નાખ્યો.
ભારતમાં
હીન્દુઓએ દલીતો ઉપર જે અત્યાચાર કરેલ છે એના કારણે સ્વતંત્ર ભારતમાં
સીડ્યુઅલ કાસ્ટ સીડ્યુઅલ ટ્રાઈબ એટલે કે અનુસુચીત જાતી જમાતીની રચના થઈ અને
એ પણ વસ્તીઓ ચોથો કે પાંચમો ભાગ છે.
કોંગ્રેસને ખબર પણ ન હતી કે આ ઈસ્લામના અનુયાયીઓ અને અનુસુચીત જાતી જમાતીઓ એમને ટેકો આપસે.
ભારતમાં
જનસંઘ અને ભારતીય જનતા પક્ષની રચના કારણે હીન્દુઓ સંગઠીત થવા લાગ્યા.
સોમનાથ મંદીરથી રથ યાત્રાઓ નીકળવા લાગી. છેવટે છટ્ઠી ડીસેમ્બર ૧૯૯૨ના રોજ
બાબરીના ઢાંચાને તોડી પાડવામાં આવ્યું. એના પછી તો રમખાણો ખુબ થયા. ઘણાંના
માથા કપાયા અને સરહદની અંદર અને બહાર આંતકવાદને વેગ મળ્યો.
અજમલ કસાબ
એ કોંગ્રેસ અને બીજેપીએ કરેલી રાજકીય દાવ પેચની ભેટ છે. કોંગ્રેસને ખબર
છે ચુંટણીમાં વોટમાં એ જીતી જસે અને બીજેપી પાસે બાળ ઠાકરે જેવા કટર હીન્દુ
વાદીઓ હસે તો પણ બહુમતી સક્ય નથી. અભેમાને લંકા નરેસના જે હાલ કરેલ એવાજ
હાલ સીવસેના, બીજેપી અને કટ્ટર હીન્દુઓના અભેમાનના થાસે.
રામ રાજ્ય તો ક્યારે આવસે એ ખબર નથી પણ સોનાની લંકા જરુર નાસ થસે.
આ છે ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય.