welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 31 January 2014

ચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક મીથીલામાં થયેલ રામાયણ.

ચાલો નાટક બનાવીએ :  મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક મીથીલામાં થયેલ રામાયણ.

આજે ક્યાંક કોઈના જન્મદીવસે ૮૦-૧૦૦ જણાં સવારના ભેગા થયા. બધાને ગીત, સંગીત, નાચ ગાન કરી નાટક કરવાનું હતું. કોઈકે તબલા વગાડ્યા. કોઈકે રાસ ગાયા. કોઈક નાચ્યા કુદયા. બધાને ૧૦ રુપીયાની બે નોટ આપવામાં આવેલ અને સાથે લાડુ આપવામાં આવેલ. નાટક પુરું થયું.












Wednesday 29 January 2014

યુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.

યુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.

ગરીબ બાળકો માટે શીક્ષણ એ હજી શક્ય નથી. દેશમાં જે બાળકોને શીક્ષણ મળે છે એમાંથી પાંચ ધોરણા સુધીના મહારાષ્ટ્રના ૪૪ ટકા અને તામીલનાડુના ૫૩ ટકા બાળકોને બે આંકડાના સરવાળા બાદબાકીનું સાદુ ગણીત આવડતું નથી. દેશની બધી મહીલાઓને લખતાં વાંચતા હજી ૫૦-૭૦ વરસ લાગશે એટલે કે ૨૦૮૦ સુધી રાહ જોવી પડશે.



(રીપોર્ટ ડાઉન લોડ કરવા માટેની લીન્ક છે.)







(રીપોર્ટની તારીખ આજ બુધવાર ૨૯-૦૧-૨૦૧૪ છે.)


આ લીન્કને કલીક કરી બીબીસી અંગ્રેજી અને બીબીસી હીન્દીમાં  વધુ વીગતો જાણો.....











(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)

ભારત, ચીન, પાકીસ્તાન, બાંગલા દેશ, નાઈજેરીઆ, ઈથોપીઆ
આ બધામાં આપણો દેશ પ્રથમ....પણ શેમાં?








(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)









(ગામની પ્રાથમીક શાળાના બાળકો સાથે અને બીજા ફોટામાં પરીવારના યુવાનો સાથે....)






(મારી શાળા. ગેટ ખુલ્લો છે અને શાળાના બે ખંડ દેખાય છે. શાળા સ્થાપના ઈ.સ. ૧૯૫૫. 
ધોરણ છ સુધી સમજો કે ૧૯૬૨ સુધી અહીં અભ્યાસ કરેલ છે.)










Monday 27 January 2014

ચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને આ ચીઠ્ઠી ફરતી રહે એ એનો ઉદ્દેશ છે. હજી ફરતી રહે ઈ આપણે બધા ઈચ્છીએ છીએ. ( રચયિતા – શ્રી સાંઈરામ દવે )

ચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને આ ચીઠ્ઠી ફરતી રહે એ એનો ઉદ્દેશ છે. હજી ફરતી રહે ઈ આપણે બધા ઈચ્છીએ છીએ. ( રચયિતા – શ્રી સાંઈરામ દવે )










Monday 13 January 2014

મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક. શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.

મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક.  શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.

મુંબઈ સમાચાર :  સોમવાર તારીખ ૧૩-૦૧-૨૦૧૩ના સમાચાર.



મુંબઈ: મહારાષ્ટ્રમાં જેમની વસ્તી ૧૮ લાખ જેટલી મોટી છે તેવા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને દોઢ દાયકા બાદ તેમનો અધિકાર ફરીથી મળ્યો છે. મહારાષ્ટ્રમાં ૧૯૫૦ પહેલાંથી રહેવાની જે શરત હતી તેને પણ માફ કરીને ૧૯૬૦ પહેલાંના વાસ્તવ્યના પુરાવાને આધારે પણ આવા લોકો હવે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવી શકશે. જેનાથી તેમને શિક્ષણ અને સરકારી નોકરીના બધા જ લાભો મળતા થશે.

હરિજન રુખી (ભંગી) વિકાસ પરિષદના સેક્રેટરી જગદીશ સોલંકીએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હરિજન, ભંગી, રુખી, રુખી-વાલ્મિકી, વણકર, રોહિદાસ, ગલબા અને માહ્યાવંશી જેવા ગુજરાતીભાષી અનુસૂચિત જાતિના લોકો વર્ષોથી રહે છે, પરંતુ તેમને અનુસૂચિત જાતિના હોવા છતાં આ જાતિના લોકોને મળનારા લાભો મળતા નહોતા.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ ૩૪૧ના આધારે તેમના અધિકારનો ઉપયોગ કરીને ૧૦મી ઑગસ્ટ ૧૯૫૦ના રોજ ત્યારના મુંબઈ પ્રાંતમાં વસવાટ કરનારાની અનુસૂચિત જાતિની યાદી જાહેર કરી હતી. ૧ મે, ૧૯૬૦માં મુંબઈનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક એમ ત્રણ રાજ્યમાં વહેંચાઈ ગયું. મહારાષ્ટ્રની ફેરરચના બાદ જે ભાગ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત રાજ્યોમાં ગયો છે તેમાં વસવાટ કરનારા અનુસૂચિત જાતિના લોકોને પણ જાતિ પ્રમાણપત્રો અને અનુસૂચિત જાતિના લાભ મળી શકશે. મુંબઈ હાઈકોર્ટે આ મુદ્દે આપેલા ચુકાદાને આધારે હવે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે અરજીકર્તાના પિતા/દાદા/ફઈબા/કાકાના ભાઈઓના રુખી/ભંગી વગેરે જાતિ બાબતના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી પાસે રજૂ કરવામાં આવશે અને ૧૯૬૦ પહેલાંથી એટલે કે મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું તે પહેલાંથી તેમના વડવાઓ રાજ્યના વતની હોવાનું સિદ્ધ થતું હશે તો તેમના દસ્તાવેજોને આધારે તેમને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ લોકોને માટે ૧૯૫૦ની પહેલાંના વસવાટનો પુરાવો આવશ્યક રહેશે નહીં. આવી જ રીતે સ્કૂલ છોડવાના પ્રમાણપત્રમાં જાતિ હરિજન તરીકે લખવામાં આવી હોય તેઓ પણ પોતાની જાતિના પ્રમાણપત્રો માટે જ્ઞાતિ મંડળ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરશે તો તેમની જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે, એમ રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે મોડે મોડે પણ જાગીને જે પગલું લીધું છે તેનાથી મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને પ્રગતિના માર્ગે આગળ વધવાની તક મળશે.

Tuesday 7 January 2014

गांधीहाट : बच्चे जरुर शीखेंगे. देखें प्राथमीक शाला नवानदीसर, गोधरा, पंचमहाल, गुजरात.



गांधीहाट  : बच्चे जरुर शीखेंगे. देखें प्राथमीक शाला नवानदीसर, गोधरा, पंचमहाल, गुजरात. 


शालामें वीद्यार्थीओंकी आवश्यक चींजे, पेन, पेन्सील, नोटबुक, रब्बर अलग अलग खानेंमें रखकर उनपर वस्तुका भाव - मुल्य लीखा हो. वीध्यार्थी खुद वस्तु लेकर कींमत अनुसार खुले खानेमें पैसे रख दे.  गांधीहाटका हीसाब भी वीध्यार्थी देखें. ईस छोटीसी प्रवूत्ती से बच्चोंमें प्रमाणीकताका गुणका वीकास होता है. जीवनमें सहकारका गुण आता है.





 

Sunday 5 January 2014

કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....

કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....

ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગે સત્તા ઉથલાવવાના પડકાર માટે ૧૨૦ શીકારી કુતરાઓને ૩-૪ દીવસ ભુખ્યા રાખી કાકા અને ફુઆને કુતરાના પાંજરામાં છોડ્યા અને એક કલાકમાં શીકારી કુતરા બધા છ જણાંને ખાઈ ગયા.

ભારતની રાજદુત દેવયાની ખ્રોબગેડેને અમેરીકાએ કપડાં ઉતારી કરેલ તપાસના સમાચાર ઘણાં દીવસથી રોજ આવે છે.

આમ આદમી પાર્ટી એટલે કે આપ પાર્ટીના અરવીંદ કેજરીવાલ દીલ્લીમાં ૬-૮ દીવસ અગાઉ નવા મુખ્ય મંત્રી બન્યા છે અને હવે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે ઘણાં ઉમેદવાર ઉભા રાખશે.

કાશ્મીર બાબત પાકીસ્તાન સાથે ભારતે સમજુતી માટે શું વાત કરેલ છે?

લોકસભાની ચુંટણી પહેલાં ત્રીજા મોર્ચાનો નેતા કોણ?

ધુમ્મસના કારણે ઉત્તરભારતમાં લાંબા અંતરની ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર.

મહારાષ્ટ્રમાં મુંબઈ થાણા નજીક માલસેજ ઘાટ ઉપર બસ ઉથલી ૩૦૦/૪૦૦ ફુટ નીચે ઉંડી ખાઈમાં પછડાઈ અને ૨૦-૩૦ પ્રવાસી મુસાફરોનું મૃત્યુ.

આ સમાચાર બાબત કંઈક લખવા વીચારતો હતો.  સવારના વહેલા ઉઠી કામ પતાવી આજે લોકલ ટ્રેન વ્યવહાર મેઘા બ્લોકના કારણે બંધ જેવો છે અને ક્યાંયે જવું નહીં વીચારી સમાચાર અને બ્લોગ જોતો હતો અને ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની મસ્તી કી પાઠશાળા, નવાનદીસર પ્રાથમીક શાળાના બ્લોગ ઉપરથી ચાર ફોટા કોપી કરી પ્રોજેક્ટ રીપોર્ટ હેવાલ બનાવ્યો.

ચાર ફોટાઓ જ્યાંથી કોપી કરેલ છે એ બ્લોગનું સરનામું નીચે પ્રમાણે છે.




ઉપરના પ્રથમ ચીત્રમાં બાળકો ગોળાકાર બેઠા છે. બધા પાસે લખવા માટે પેડ, પાના, પેન છે. વર્તુળની વચ્ચે ગલુડીયું બેઠું છે. બે ઝાડ વચ્ચે દોરી ઉપર રંગીન કપડાં સુકે છે. ઝાડ પાસે એક ગાય અને વાછરડું દેખાય છે. સામે ઘણાં ઝાડ છે.


ઉપરના બીજા ચીત્રમાં ગલુડીયું બરોબર દેખાય છે. સામે ઈંટોનું મકાન, સાઈકલ, છાંણા દેખાય છે. બાળકો વીચાર કરે છે.


ઉપરના ત્રીજા ચીત્રમાં સામેની ત્રણે વીધ્યાર્થીનીઓ ગલુડીયું ફોટા માટે બેસી ગયેલું જોઈ રાજી થાય છે.


ઉપરના આ ચોથા ચીત્રમાં કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....



Wednesday 1 January 2014

Acharya Hemchandra