ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.
મીત્રો, આ બ્લોગ ઉપર ફેરફાર કરી મફતમાં માહીતી અને દેશ વીદેશના સમાચારો માટે છાપાઓની યાદી આપેલ છે. જેમાં હીન્દી દૈનીક ભાસ્કર, જાગરણ, નવ ભારત ટાઈમ્સ, બીબીસી હીન્દી, ગુજરાતીમાં દીવ્ય ભાસ્કર અને મુંબઈ સમાચાર અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, ઈન્ડીઅન એક્સપ્રેસ, ડીએનએ, ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગટન પોસ્ટ, કચ્છમીત્ર, મરાઠીમાં લોકમત્ત, લોકસત્તા વગેરે છાપાઓની લીન્ક આપેલ છે. રાજકરણ, આંતકવાદ, બજાર, વીજ્ઞાન, મરણખબર વગેરે વગેરે સમાચારો આ છાપાઓમાં આવે છે.
કચ્છના નાના ગામડામાં ચોથી પાંચમીમાં અભ્યાસ વખતે ૧૯૫૬ આસપાસ બજાર શું એ આછી પાતડી માહીતી કંઈક નીચે પ્રમાણે હતી. મારા ગામની બાજુમાં ડુમરા નામનું ગામ હતું અને નાના મોટા એટલે કે જોડા સીલાઈ, હજામત અને રેશનીંગની દુકાન જેવા કામ માટે ડુમરા જવું પડે. એ ડુમરા ગામના ચોકમાં ટમેટા, રીંગણા શાકભાજી માટે મળતા અને જ્યારે કોઈ નદીના પટમાં મોટા ટમેટાનો મોટો ફાલ થઈ જાય તો ટમેટા વેચનારી બાઈ કચ્છી બોલીમાં મોટેથી કહેતી......" ડુમરેમેં ટમેટેજી બજાર છ્યણી પ્યઈ. ગ્યનો ટમેટા....". એટલે કે બજારમાં ટમેટા ખુબ સસ્તા ભાવે મળે છે અને ટમેટાની બજાર નીચે ઉતરી આવી ગઈ છે. મુંબઈની શેર બજારનું જીજીભોય ટાવર એના પછી બન્યું.
પછીતો જાતજાત અને ભાતભાતની બજારો આવવા લાગી.
મુંબઈમાં ગેરકાનુની કાર્યવાહી માટે સોપારી બજાર આવ્યું અને મરાઠી છાપામાં ગેરકાનુની કારવાઈ માટે પણ ભાવ આવતા. જેમકે છુરીથી હુમલો કરવું, ખુન કરવું, અપહરણ કરવું, વગેરે. મુંબઈમાં બોમ્બ ધડાકા થયા તો ટેક્ષી કે ટ્રકના ડ્રાઈવરોને શું મળતું એના પણ ભાવ આવતા.
આજના હીન્દી, અંગ્રેજી, ગુજરાતી છાપામાં સમાચાર આવ્યા છે કે કાશ્મીરની અંકુશ રેખા પર શહીદ હેમરાજનું માથું કાપી લાવનારને તોઈબાએ પાંચ લાખ આપ્યા છે અને સુરંગ પાથરવાના, સૈનીકને ગોળી મારવાના ભાવ પણ આપેલ છે.
અંગ્રીજી, હીન્દીના છાપાઓના સમાચારમાં નીચે ઘણાં લોકો કોમેન્ટ પણ લખે છે કે સરહદની અંદર આવનાર જે કાર્યવાહી કરતો હતો ત્યારે આપણે શું કુમ્ભના મેળામાં સ્નાન કરતા હતા?
રીપોર્ટ બનાવવો, કોમેન્ટ લખવી, અહેવાલ આપવો એ હવે વ્યવસ્થીત શીખડાવવામાં આવે છે. મુંબઈમાં રેલ્વેની શરુઆત થઈ એ વખતે થડગાટ અને ભોરગાટ જે મુંબઈથી પુના નાસીક જવા થડગાટ કે ભોરગાટ પસાર કરવો પડે છે એના ઉપર અંગ્રેજ ઈજનેરોએ રીપોર્ટ બનાવેલ છે. અમેરીકાની હારવર્ડ કે એવી જ કોઈક મોટી વીદ્યાપીઠની લાયબ્રેરીમાં આવા ટાઈપ કરેલ કે પ્રીન્ટ કરેલ રીપોર્ટ જોવા મળે છે.
અનુક્રમણીકા, ફકરા વગેરે જેવું કાંઈજ નહીં અને સીધું પહેલીથી છેલ્લે સુધી લખાંણ. અને છતાં માહીતી વાંચીએ તો ખબર પડે શું મહેનત કરી રીપોર્ટ બનાવેલ છે.
મેં આવા રીપોર્ટ કે અહેવાલ કેમ આપવા એ બાબત આછી પાતળી માહીતી અલગ અલગ પોસ્ટમાં ક્યાંક મુકેલ છે. દેશમાં કંઈક ઘટના બને અને કમીશન કે કમીટી બનાવી અહેવાલ અને અમલ માટે કારવાઈ થાય. દાખલા તરીકે કોઠારી કમીશનનો શીક્ષણ બાબતનો અહેવાલ, ન્યાયાધીશ અને મુંબઈ વીદ્યાપીઠના ચાન્સેલર ગજેન્દ્રગડકરનો લેબર કમીશન અહેવાલ અને दिल्ली में सामूहिक दुष्कर्म की घटना के बाद ऐसे आरोपों के लिए सख्त कानून का खाका तैयार करने के लिए बनी जस्टिस जेएस वर्मा समिति की रिपोर्ट पर जल्दी अमल का आश्वासन खुद प्रधानमंत्री ने आगे आकर दिया है।
મેં તો મુલાકાતીઓ અને વાંચનારાઓને કોમેન્ટ લખવા લેબલ વાળી લીન્ક બનાવી મુકેલ છે.
ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.
રીપોર્ટ બનાવવા માટે નીચે બે લીન્ક આપેલ છે.
http://www.vkvora2001.blogspot.in/2013/01/blog-post.html
http://www.learningdevelopment.plymouth.ac.uk/LDstudyguides%5Cpdf/7Reports.pdf
पाकिस्तानी सैनिकों के सिर काटने का भारत ने किया खंडन
High corruption risk in defence purchases by India: Study
वैज्ञानिकों ने किया चने का जीनोम कोड ब्रेक
આભાર...૧૮૯૫૦. શુક્રવાર ૨૭.૦૯.૨૦૧૩ ૦૦:૩૧:૦૦
આભાર...૧૯૩૧૫. શનિવાર ૦૫.૧૦.૨૦૧૩ ૧૩:૨૫:૦૦
આભાર...1,15,231 SUN., 4th Nov., 2018. 09:00:00.આભાર...1,35,600 SAT., 28th Dec., 2019. 14:49:00.
આભાર...1,51,759 WED., 22nd., April 2020. 15:06:00.
આભાર...1,91,749 Fri., 12th Feb., 2021. 14:25:00.
આભાર...1,91,749 Fri., 12th Feb., 2021. 14:25:00.
આભાર...૨૨૦૨૪ શનીવાર ૦૪.૦૧.૨૦૧૪ ૧૨:૦૧:૦૦
આભાર...૨૨૫૬૭ શુક્રવાર ૨૪.૦૧.૨૦૧૪ ૧૪:૦૫:૦૦
આભાર...૪૮૧૭૩ શનીવાર ૧૭.૦૧.૨૦૧૫ ૧૩:૦૦:૦૦
આભાર...88575 Monday 13.02.2017 12:00:00
આભાર...1,13,597 THU., 6th Sept., 2018. 08:00:00.