welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 31 January 2010

ગાંધીજીની પુણ્ય તીથી : જય હો જો આ પ્રાર્થના કરનારા ઘેટાઓની.


ગાંધીજીની પુણ્ય તીથી : જય હો જો આ પ્રાર્થના કરનારા ઘેટાઓની.

ભલું થાજો આ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, યુનીકોડ અને બ્લોગવાળાનું. દુનીયાના ખુણેં ખાંચરેથી લોકોને ભેગા કરી આપ્યા. માહીતી જે અને જેટલી જોઈએ એ ભેગી કરી આપી. બીજાના વીચારો જાણવાની અને પોતાના વીચારો વ્યક્ત કરવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી આપી.

ઈસ્લામના શાસકો હજાર વર્ષ પહેલાં હીન્દુસ્તાન ઉપર ચડી આવ્યા અને ફાંકી મારતા હીન્દુઓ ઉપર ચાબુકના ફટકારે આરામથી ઐયાશી સાથે રાજ્ય કર્યું, ખાધું પીધું અને મોજ કરી. ઓછ હતી તે ઔરંગઝેબે શરીયત કાયદો પણ લગાવ્યો અને બધું મુંગે મોઢે સહન કર્યું જેવી રીતે આજે કોંગ્રેસ કરે છે અને સહન કરે છે.

ક્ષત્રીયો માથા વગર બાર બાર ગાઉ સુધી લડી શકતા કે માણસના માથાને બદલે હાથીનું ડોકુ ચીપકાવી શકતા. મુઠીભર ઈશ્લામના શાસકોએ અંદરો અંદર લડી ઝગડતા ઉપર રાજ્ય કર્યું અને ઔરંગઝેબના જજઈયાવેરાને કારણે પાછા હીન્દુઓ ભેગા થયા અને આવ્યા અંગ્રેજ લાટ સાહેબો. આ ગોરી ચામડીવાળા પાસે હીન્દુઓ અને રાજા મહારાજાઓ શું પગચંપી કરતા હતા.

પાછું ગાંધીએ મુર્ખાઓને ભેગા કર્યા અને દેશ બહાર ઘણાંને તગડ્યા કે દેશના અને લોકોના બે ટુકડા કરી ભારત પાકીસ્તાન ઉભા કર્યા. આ ઘેટાઓના ભરવાડ બદલાયા અને ઘેટા એક વાડામાંથી બીજા વાડામાં ગયા અને ઠેર ઠેર ગાંધીજીના પાળીયા કે ખાંભીઓ ઉભી કરી. સોમનાથનું લીંગ કે બાબરી મસ્જીદ, જેને જે મળ્યું ત્યાં પ્રાર્થના કરવા લાગ્યા રઘુપતી રાઘવ રાજા રામ, પતીત પાવન સીતા રામ. જય હો જો આ પ્રાર્થના કરનારા ઘેટાઓની.

Wednesday 27 January 2010

આત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.

આત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.

અખાએ કહેલ છે કે એક મુરખને એવી ટેવ.

આપણે ૩-૪ કુટેવની યાદી બનાવીએ.

રસ્તામાં ગમે તેમ થુકવું.
બસ કે રેલ્વેમાં ભીડ શરુ થાય એ પહેલાં ગમે તેમ પગ ફેલાવીને બેસવું.
આવવા જવાની જગ્યામાં વચ્ચે ઉભા રહી જવું.
બીજાના કલ્યાણની ભાવના ન રાખવી.

ધર્મ ગુરુઓમાં આત્મા, પરમાત્મા, મંદીર, મુર્તી પુજા કે કર્મની કુટેવ આવી જાય છે અને ભકતો એનું અનુસરણ કરે છે. પછી કુટેવ દાખલ થવાની લાઈન લાગે છે. આ કુટેવને કારણે બીજાના કલ્યાણની ભાવના આવતી નથી.

શીતળાની રસીથી આખી દુનીયામાં શીતળા નાબુદ થઈ એમાં ભારતમાં સૌથી છેલ્લે નાબુદ થઈ.

પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ચક્કર લગાવે છે એ ગેલેલીયોએ ગાઈ વગાડી કહ્યું એના ૨૦૦ વર્ષો પછી આપણે એ સ્વીકાર્વા તૈયાર ન હોતા અને આજે પણ ઘણાં સ્વીકારવા તૈયાર નથી.

પોલીયો દુનીયાના ખુણે ખાંચરે નાબુદ થશે પણ ભારતમાં આ બધું કર્મને કારણે થાય છે માટે પોલીયો નાબુદ નહીં થાય.

Saturday 23 January 2010

મુર્તી, પાળીયા અને ખાંભીની પુજા, પ્રાણ પ્રતીષ્ઠા, અંજલ શલાકા

મુર્તી, પાળીયા અને ખાંભીની પુજા, પ્રાણ પ્રતીષ્ઠા, અંજલ શલાકા

ક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;,

પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;,

એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત

નારાયણ સરોવર, કોટેશ્ર્વર, અંબાજી, આબુના દેલવાડા કે ગુરુશીખર મંદીર, વૈશ્ણોદેવીનું મંદીર, નેપાળનું પશુપતીનાથ, આસામ બંગાળમાં કાલકા કે દુર્ગા દેવી, તીરુપતીનું બાલાજી મંદીર, શીરડીના સાઈબાબા, અજંતા ઈલોરાની ગુફાઓ, ગીરનાર અને

પાલીતાણાંના વીવીધ મંદીરો,

સોમનાથનું મદીર,

સાંચી સ્તુપ.

Friday 22 January 2010

પાકીસ્તાન અને ચીનમાં દુધનું ઉત્પાદન અને વપરાશ ભારત કરતા વધારે છે.

कृषि मंत्री शरद पवार द्वारा निकट भविष्य दूध की कीमतें बढ़ने की बात कहे जाने के मद्देनजर मध्य प्रदेश सरकार ने मांग की है दुधारु पशुओं की नस्ल सुधार के साथ-साथ गाय और गोवंश के वध पर पूर्ण प्रतिबंध लगाया जाए। साथ ही इसे संविधान में मूलभूत अधिकार के रूप में भी शामिल किया जाए।


बुधवार को आयोजित राज्यों के पशुपालन मंत्रियों के सम्मेलन में मध्य प्रदेश के पशुपालन मंत्री अजय बिश्नोई ने मांग की दूध का उत्पादन बढ़ाने के लिए दुधारु पशुओं के लिए पोषक चारे की व्यवस्था की जानी चाहिए। इसके लिए केंद्र सरकार को तत्काल 'फोडर कारपोरेशन ऑफ इंडिया' का गठन करना चाहिए। साथ ही गाय सहित सभी दुधारु पशुओं को मांस के लिए काटने पर प्रतिबंध लगाया जाना चाहिए।

उन्होंने सुझाव दिया कि केंद्र सरकार को इस दिशा में प्रोत्साहन देने के लिए विशेष योजनाएं बनानी चाहिए। क्योंकि बिना पोषक खुराक और संरक्षण के दूध का उत्पादन बढ़ाना संभव नहीं है। गोवंश को ज्यादा उपयोगी और लाभदायक बनाने के लिए केंद्र सरकार को गोमूत्र से मनुष्य के इलाज तथा कीटनाशक बनाने के प्रयासों को प्रोत्साहन देना चाहिए। इसके अलावा गोबर से गैस और खाद उत्पादन की एकीकृत योजनाओं पर जोर दिया जाना चाहिए। बिश्नोई ने दुधारु पशुओं की लुप्त हो रही प्रजातियों के संरक्षण पर भी जोर दिया।

उल्लेखनीय है कि मध्य प्रदेश की राजधानी भोपाल में देश का पहला 'एनीमल डायबर्सिटी पार्क' भी बनाया जा रहा है।

Monday 18 January 2010

હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીવંત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે

ભલું થાજો આ ઈન્ટરનેટ, બ્લોગ અને યુનીકોડ વાળાઓનું. દુનિયાના વીવીધ પ્રકારની વીચાર શક્તીના ન્યુ ઝીલેન્ડ, ભારત. યુરોપ, આફ્રીકા અને અમેરીકામાં વસતા લોકો અહીં ભેગા થયા છે. 

માથા વગર ધડ બાર ગાઉ સુધી લડતું હતું કે બે દીવસ લડતું હતું એવા સતા, પુરા કે સતીઓના પાળીયા ગુજરાતના ગામડે ગામડે જોવા મળશે. હાથીનું ડોકું માનવ શરીર ઉપર, ભટ્ટ ચારણોની પ્રશસ્તી અને સૌરાષ્ટ્રની રસધારવાળા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. 

રામાયણ, મહાભારત, રામ, કૃષ્ણ, વગેરે કથાના પાત્રો મટી જીવંત બની ગયા. 

વલ્લભ ભાઈ પટેલે મસ્જીદ તોડી સોમનાથ મંદીરના નીર્માણમાં જે રસ લીધો કે ગોધરા કાંડ પછી ગુજરાતના તોફાનો કે તોફાનો પછી નરેન્દ્ર મોદીએ જે રસ લીધો એનાંથી ભારતમાં કોંગ્રેસ અને બીજેપીના નેતાઓમાં ફરીથી આશા જાગી કે હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીવંત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે.

Saturday 16 January 2010

ચીત્ર જોઈ વર્ણન કરો.







ચીત્ર જોઈ વર્ણન કરો.

એક વૃદ્ધ માણસ સુતો છે. પાછળ એક ડોકટર ઉભો છે. અન્ય બેઠેલા કે ઉભેલાના મોઢાના હાવભાવથી કોઈ દુખદ પ્રસંગ લાગે છે. સુતેલા કે મરણ પામેલા માણસના પલંગ પાછળ બે એરકંડીશન અને એક પંખો છે. બે મહીલાઓ અને બેઠેલા માણસના મોઢા અને પહેરવેશથી એ કોઈક દક્ષીણ ભારતીય લાગે છે. ડોકટરની આગળ એક માણસ કંઈક લખી રહ્યો છે. હોઈ શકે છે ડોકટરના કહેવાથી મરણનું પ્રમાણપત્ર તૈયાર કરી રહ્યો છે. ૨૦૦૯નું આ મરણ ખબર છે. છાપામાં મરણ ખબર આવેથી બાકીની વીગતો ખબર પડે.

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.


==========================


ચીત્ર જોઈ વર્ણન કરો.





Tuesday 12 January 2010

સામાન્ય નાગરીકોને આ મોંઘા નેતાઓની શી જરુર છે?

ભારતના લોકોનું વધુ ને વધુ લોહી ચુસી વજન ઓછું કર્યું હોય તો એ છે મહારાષ્ટ્રના એક વખતના મુખ્ય મંત્રી અને હાલના દેશના અન્ન મંત્રી શ્રી શરદ પવાર. હમણાં ભારતમાં ઘંઉના એક કીલોના જે ભાવ છે એનાથી અડધી કીંમત પાકીસ્તાનમાં છે અને નેપાલમાં તો ઘંઉ એનાથી પણ સસ્તા છે.

ભારતમાં જન્મ લેતાં બાળકોમાંથી અડધો અડધ ભુખમરાથી પીડીત હોય છે અને દુનીયામાં જનમ લેતું આવું દરેક ત્રીજું બાળક ભારતનું હોય છે. ભારતમાં જનમ લેનાર બાળકોમાંથી ચોથા ભાગના બાળકોનું વજન જોઈતા પ્રમાણમાં ઘણું જ ઓછું વજન હોય છે જેના કારણે આખી જીંદગી રોગ સામે પ્રતીકાર કરવાની શક્તી ઘટી જાય છે.

છેલ્લા બાર મહીનામાં એટલે કે જાન્યુઆરી ૨૦૦૯ અને જાન્યુઆરી ૨૦૧૦ વચ્ચે ઘંઉ, સાકર, કઠોડના ભાવમાં જે વધારો થયો છે એનો હીસાબ કરવા માંડીએ તો રામ અને કૃષ્ણના જમાનામાં જે રાક્ષશ હતા એના કરતાં આ રાક્ષશ વધી જાય એમ છે.

હવે શરદ પવાર કહે છે આ ભાવને કાબુમાં લેવાની જવાબદારી રાજ્યોની છે.

વાહ આલીયા માલીયા. ટોપી એકની બીજા ઉપર લગાડનાર આલીયા માલીયા એના કરતાં સીધું કહી દે ને કે આ જવાબદારી સોનીયા ગાંધીની કે મનમોહન સીંહની છે.

પતંગની દોરી સસ્તી ચાઈનાની, દુધ અને દુધની બનાવટો જેમાં ચોકલેટ, ઘી, માંખણ વગેરે, સસ્તી ચાઈનાની, રમકડાં સસ્તા ચાઈનાના, પ્લાસ્ટીક કે ચામડાના જોડા સસ્તા ચાઈનાના, મોબાઈલ સસ્તા ચાઈનાના તો પછી સામાન્ય નાગરીકોને આ મોંઘા નેતાઓની શી જરુર છે?

લોકશાહીમાં આટલો બધો ભુખમરો હોય તો પછી જઠર માટે અગ્ની મેળવવા લોકોએ કંઈક તો માર્ગ કરવો જ પડશે.

http://vkvora2001.blogspot.com/

Sunday 10 January 2010

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી : વીકે વોરાની કોમેન્ટ

http://drsudhirshah.wordpress.com/

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી

ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ એક અને બાવનમાં ચેપ્ટરમાં પણ ઉપરોકત વીગતો નોંધાયેલી છે. અને ઉલ્લેખ છે કે રોહીણી નક્ષત્ર મીડનાઇટનો જન્મ કૃષ્ણનો.

આમ ઉપરોકત ત્રણેય ગ્રંથોના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણ 19/20 જુલાઇ 3228 બી.સી. ના મીડનાઇટે મથુરામાં જન્મયાં હતાં. વધુમાં જન્મસ્થળીએ પણ આ વાત નોંધાયેલી છે.

વીકે વોરાની કોમેન્ટ :

ભારતમાં આર્યો આવ્યા એની પહેલાં હડ્ડપ્પા, મોંએ જો દડો, ધોળાવીરાની સંસ્કૃતી હતી. આ કૃષ્ણની સંસ્કૃતી કઈ?

હડ્ડપ્પા અને ધોળાવીરાની લીપી આજ દીવસ સુધી ઉકેલાઈ નથી. આમ આર્યો રખડુ ખરા પણ લાગે છે એમને કાંઈક લખતા વાંચતા જરુર આવડતું હશે.

વૈયાકરણી પાણીની વખતે દેવનાગરી કે અન્ય લીપી જરુર હશે. એ હીસાબે આ તારીખ ૧૨૨૮ બી.સી. આવવી જોઈએ ૩૨૨૮ બી.સી. નહીં.

બુદ્ધ અને મહાવીરે ધર્મનો પ્રચાર પાલી અને અર્ધ માગધીમાં કર્યો અને જૈનોતો ખુલ્લમ ખુલ્લા કહે છે કે અમારું મહાભારત અને રામાયણ સાંચુ છે જે પ્રચલીત મહાભારત અને રામાયણ કરતા ઘણું અલગ છે.

સંસ્કૃત કવી અને ગદ્ય પદ્યના રચનાકારમાંથી એકના ઈતીહાસમાં મેળ કે તાલ મેલ જામતો નથી.

ઈતીહાસના ઠોઠમાં ઠોઠ કે સામાન્ય વીદ્યાર્થીના ગળે આ સમજાવવું મુશ્કેલ છે. હારવર્ડ, ઓક્ષફોર્ડ કે કેમ્બ્રીજના ઈતીહાસના વીદ્યાર્થીઓ સામે આ વીગતો આપણે રાખીએ તો મુરખમાં ખપી જઈએ.