http://govindmaru.wordpress.com
હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી..–પ્રા. ધવલ મહેતા
‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.
http://govindmaru.wordpress.com/2012/03/29/dhawal-mehta-4/#comment-...
vkvora Atheist Rationalist says:
લેખક શ્રી સુબોધ ભાઈ શાહે સાચું લખ્યું છે કે હીન્દુ ધર્મ કે જન્મ થી મરણ સુધીની વીધીઓમાં દંભ સીવાય બીજું કાંઈજ નથી.
દરેક જણ અભીમાન કરવા લાગ્યો કે હું કે મારો વર્ણ ઉચ્ચ અને હું જ ખરો ક્ષત્રીય કે વેદના જાણનારો બ્રાહ્મણ.
૨૬.૦૧.૧૯૫૦ના ભારતના બંધારણમાં આભળછેટ બાબત સ્પસ્ટ ઉલ્લેખ છે જેણે દંભ ખુલ્લો કર્યો છંતા આજની તારીખમાં હીન્દુઓ જાત પાત કે ઉચ્ચ નીચ્ચ જાતીની દેખરેખ અને સુંઘ સુંધ કરવામાંથી ઉચાં આવ્યા નથી.
હીન્દુ સમાજની આ વર્ણ વ્યવસ્થા અને દંભી અભીમાન વૃત્તીમાં મહાભારત અને રામાયણની કાલ્પનીક કથાઓએ ટેકો આપ્યો.
કોપરનીક્સ, ગેલેલીયો, એડવર્ડ જેનેર, ન્યુટન, વગેરે જે કર્યું એ તો અમને અને અમારા વેદ, ઉપનીસદમાં લખેલ છે એટલે ખબર છે બસ આજ હીન્દુ સમાજે ગાંણુ ગાયું અને મુઠીભર ઈસ્લામના સાસકોએ હીન્દુઓને એમના કર્મની સજા કરી જે મોક્ષ મલસે એ માન્યતામાં હજી ભોગવે છે.
વીધવા પુન લગ્ન પ્રતીબંધ હતો કારણ વીધવા પુનઃ લગ્ન કરે તો નરકમાં જાય અને પુનઃ લગન કરનાર વીધવાને મારી નાખવામાં આવતી એટલે ૧૫૦ વરસ પહેલાં વીધવા પુન લગ્ન કાયદો બનાવવામાં આવેલ.
સતી રીવાજ, વીધવા પુનઃ લગ્ન કાયદો અને આભળછેટ બાબતમાં આટ આટલી માર ખાવા છંતા દંભી હીન્દુ સમાજ મીયાભાઈની ટંગળી ઉંચી રાખવા હજી ગીતા રટણ દ્વારા હવાતીયા મારે છે.
અભીવ્યક્તીમાં અક્ષરાંકન, પ્રુફ વાંચનમાં યોગદાન આપવા બદલ ગોવીન્દ મારુ અને ઉત્તમ ગજ્જરને અભીનંદન.