==
ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.
ભૃષ્ટાચાર અને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સામે ચડવડ રોજે રોજ જોર પકડતી જાય છે.
ભારતમાં ૩-૫ હજાર વર્ષથી ધર્મ, રામાયણ મહાભારતની કથાઓના વર્ચસ્વને કારણે આત્મા - પરમાત્મા, પુર્વ જન્મ - પુનઃજન્મ, નરક - સ્વર્ગ અને કર્મ - મોક્ષમાં શ્રદ્ધા રાખનારાઓની ફોજ વધતી ગઈ. ઠગ અને લુટારાઓ પણ એમાં ભેગા થઈ ગયા. ધર્મ ગુરુઓને આજ જોઈતું હતુ અને ગુરુઓ પણ ઠગની જમાતમાં ભળી ગયા.
લોકોને ખબર ન પડી અને ભૃષ્ટાચારીઓની સાથે આંતકવાદીઓ પણ ભળી ગયા. દારુણ ગરીબાઈ વધતી ગઈ. દુનીયામાં માથાદીઠ આવક વધે કે સમૃદ્ધી ત્રણ ગણી થઈ જાય તો પણ એ બધું મુઠીભર લોકો લઈ જાય છે અને ગરીબો વધુ ગરીબ બની ગયા.
ધર્મ ગુરુઓ આશ્ર્વાસન આપે છે કે એ બધું કર્મના પ્રતાપે બને છે અને દલીત અત્યાચાર, બાળ મજુરી કે મહીલા અત્યાચાર પણ કર્મનો ભાગ છે. વીધવા પણ માને છે કે કર્મના કારણે વીધવા થવું પડયું.
કાયદાથી ભૃષ્ટાચાર હટાવવો સહેલો છે પણ આખાત્રીજના જે બાળ લગ્નો થાય છે એ હીસાબે કાયદો પેપર ઉપર જ રહી જાય છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશની કાયદા દ્વારા મનાઈ હોવા છતાં લોકો ખુલ્લે આમ એનો ઉપયોગ કરે છે. બંધારણ દ્વારા આભળછેટ નાબુદ બની પછી બીજા દસેક કાયદા બન્યા પણ હજી દલીતો ઉપર અત્યાચારના સમાચાર રોજે રોજ આવ્યા કરે છે. એટલે કે પ્રજા કાયદાના અમલમાં સહકાર આપે તો જ કાયદાનો અર્થ સરે અને ભૃષ્ટાચાર કે આંતકવાદ ઘટે.
આજ ગુરુવાર ૨૦.૧૦.૨૦૧૧ના ઘણાં સમાચાર પત્રોમાં સમાચાર છે કે મહારાષ્ટ્રમાં મનસે કે શીવસેનાના લોકો અન્ય પ્રદેશના લોકો ઉપર પ્રાંતવાદ કે ભાષાવાદના બહાના હેઠળ હુમલા કરે છે એની સામે અન્ના હજારે કાંઈ બોલતા નથી અને હાલી નીકળ્યા દીલ્લીમાં ઉપવાસ કરવા.
આ લોકપાલ કે જન લોક્પાલ બીલમાં ચાર્ટરની વ્યવસ્થા છે એટલે કે દરેક સરકારી કાર્યાલયમાં નોટીસ બોર્ડ રાખી નીતી નીયમો લખવામાં આવશે.
રસ્તા કે સાર્વજનીક જગ્યાઓ ઉપર જે રીતે ધર્મનો ખુલ્લો પ્રચાર થાય છે એ બંધ થવો જોઇએ. કેન્દ્ર, રાજય કે નગરપાલીકાના કાર્યાલયોમાં, શાળાઓમાં, આયકર અને વેંચાણ વેરા કે એક્સાઈઝની ઓફીસમાં ખુલ્લે આમ ધાર્મીક વીધીઓ થાય છે અને દેવ દેવીઓના ફોટાઓ કે પુતળા (પત્થરની મુર્તીઓ) મુકવામાં આવે છે. રસ્તા કે સાર્વજનીક જગ્યાએ ખુલ્લે આમ સરઘસો, રથ યાત્રાઓ કાઢી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. ધારા સભ્યો બેસી લોકોના કલ્યાણની જ્યાં ચર્ચા કરતા હોય ત્યાં પણ ધાર્મીક વીધી માટે જગ્યા રાખવામાં આવે.
લોકપાલ કે જન લોકબીલ કાયદો બન્યા પછી ચાર્ટરમાં ખુલ્લે આમ થતા ધાર્મીક પ્રચાર ઉપર બંધી મુકવામાં આવશે. ધાર્મીક રજાઓ કે શાળામાં થતી પ્રાર્થનાઓ ''ઓ ઈશ્ર્વર ભજીયે....'' વગેરે બંધ થશે.
મહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી મુર્તી કે પત્થર પુજાને પ્રોત્સાહન આપેલ છે. આતંકવાદમાં અલગ અલગ પ્રકાર છે. કોઈને પોતાનો પ્રદેશ દેશથી અલગ કરવો છે તો કોઈને ગરીબાઈ હટાવવી છે. આતંકવાદીઓમાં મુર્તી કે પત્થર પુજા વીરુદ્ધ છે એ ખુલ્લે આમ પ્રચાર કરી હુમલા કરે છે.
રામની રથ યાત્રા હોય કે રસ્તા ઉપર થતી નમાજ એ જાહેરમાં થતું હોય ત્યારે ધર્મનો પ્રચાર કે પ્રસાર થાય છે.
મીત્રો ભારતમાં ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મને કારણે છે અને ધર્મને જાહેર જીવનથી અલગ કરવું જરુર છે.