welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 22 October 2009

આત્મા, કર્મ અને મોક્ષ


આત્મા, કર્મ અને મોક્ષ

ધર્મની શરુઆત કોણે અને ક્યારથી કરી એ સંશોધનનો વીષય છે. ભરત ખંડમાં હીન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર છેલ્લા ૨૦૦૦-૫૦૦૦ વર્ષથી થયો છે. જેમાં આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચા મુખ્ય છે.

ગદ્ય ગવાય નહીં અને હીન્દું, બૌદ્ધ, જૈન સાહીત્યની પદ્યમાં શરુઆત થઈ. પછી ઋગવેદ, ઉપનીષદ, સ્મૃતીકાર, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, બૌદ્ધ, જૈન સાહીત્યના પદ્ય, ગદ્યમાં વીકાસ થતો ગયો. ૨૬૦૦ વર્ષ પહેલાં ચાર્વાક નામના ઋષી અથવા ચાર્વાક નામનો વાદ પણ આ જ ખંડમાં થયો અને મારા, તમારા જેવા એમાં ભળતા ગયા.

ધર્મની ચર્ચા કે વીરોધ રાજાશાહીને કારણે સ્વતંત્રતા પહેલાં શક્ય ન હતી કારણકે ધર્મ રાજ્યાશ્રયનો ભાગ બની જતો હોવાથી મારે એની તલવાર જેવી હાલત હતી અને જેમને વાંકુ પડયું એમાંથી સાતમી થી બારમી સદી સુધીમાં ઈસ્લામના રાજવીઓને આ દેશમાં આવવા આમંત્રણ આપ્યું.

પૃથ્વીરાજ ચૌહાણ પછી દીલ્લીની ગાદી હીન્દુ, બૌદ્ધ કે જૈન શાસનથી રુઠાઈ ગઈ.

શીવાજીએ બંડ કરી ઔરંગઝેબને ધર્મ પરીવર્તન માટે પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજોની આવન જાવન શરુ થઈ. ભલું થાજો ગાંધીનું વળી આપણે ભેગા થયા.

કૃષ્ણ અને ગાંધીના ગુજરાતમાં અહીંસા અને શાકાહારનો વધુ પ્રચાર થઈ રહ્યો છે. ભારતના બંધારણમાં દારુબંધીનો ઉલ્લેખ છે. ગુજરાતે અમલ કરેલ છે.

આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચામાં ભાગ લેવા આપ સૌને આમંત્રણ છે.


जैन दर्शन के नव तत्त्व मेंसे साभार

अन्य दर्शनों की मान्यताएं।

सांख्य, योग और वेदान्त दर्शन आत्मा को स्थायी, अनादि, अनन्त, अविकारी, नित्य, निष्क्रिय कूटस्थ और नित्य मानते है। परन्तु उसे परिवर्तनीय नहीं मानते। षड्दर्शनसमुच्चय में कहा गया है कि सुख, दु:ख और ज्ञान आत्मा के धर्म नहीं, प्रकृति के धर्म है। सांख्य आत्मा को कर्ता नहीं मानता केवल भोक्ता मानता है। सांख्य आगम में कहा गया है, "अस्ति पुरुषोकर्ता निर्गुणो भोक्ता चिद्रूपः" (गणधरवअद, पृ ६)।

नैयायिक और वैशेषिक मानते है कि आत्मा नित्य है और सर्वव्यापी है। उनके अनुसार प्रत्येक कार्य के लिए जीव स्वयं जिम्मेदार है। वे ज्ञान आदि को आत्मा का गुण मानते है।

मीमांसा दर्शन मानता है आत्मा एक है परन्तु देहादि की विविधता के कारण वह पानी में पडे चन्द्रप्रतिबिम्ब के समान अनेक रुपों में दिखाई देती है।

बौद्ध दर्शन के अनुसार आत्मा एकान्त क्षणिक है उसमें जीव का स्वभाव नहीं बताया गया है। कारण यह है कि दु:ख मुक्ति उदेश्य होने से जीव का स्वभाव जानने की आवश्यकता नहीं है। जीव किसी भी वस्तु के एक भाग में नहीं वरन् प्रत्येक भाग में है। उदाहरणार्थ रथ के प्रत्येक भाग में रथ है और रथ की कल्पना भी है। इस प्रकार बौद्ध धर्म अनात्मवद को मानता है।

ऋग्वेद और अथर्ववेद में कहा गया है कि मृत्यु के उपरान्त जीव अपने पूर्वजों के पास जाकर पूर्णत्व प्राप्त होने तक रहता है।

बृहदारण्यक उपनिषद् में अनेकजीववाद का विरोध है। कठोपनिषद् के अनुसार जीव चिरन्तन है और शरीर से स्वतन्त्र है। एक जन्म से दुसरे जन्म तक जाने का कारण अविद्या है। गौडपादाचार्य कहते है कि जीव एक है उसका जन्म या मरण नहीं होता। उपनिषद् के ऋषियों के अनुसार आत्मा ही दर्शनीय, श्रवणीय, मननीय और ध्यान करने योग्य है।

स्मृतिकार आचार्य मनु कहते हैं कि सब ज्ञानों मे आत्मज्ञान ही श्रेष्ठ है। सब विद्याओं में वही पराविद्या है। उसी के कारण मानव को अमृत अर्थात् मोक्ष की प्राप्ति होती है।

Tuesday, 20 October 2009

: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :

: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :





Monday, 19 October 2009

How can financial regulators regain trust?

ગેલેલીયોને ઓળખો છો? (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ.સ.૧૬૪૨)

ગેલેલીયોને ઓળખો છો? (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ.સ.૧૬૪૨)

ખગોળશાસ્ત્રનો નીષ્ણાંત હતો. પૃથ્વી સુર્યની આસપાસ હજારો કરોડો વર્ષથી ચક્કર મારે છે. કેપલર અને કોપરનીકસે જાણ કરી.

ગેલેલીયોએ Galileo has been called the "father of modern observational astronomy", the "father of modern physics", the "father of science" and "the Father of Modern Science."

ધર્મ ધુરંધર પુજ્ય પાદ આચાર્ય પોપે એ વખતે એને રોમમાં બોલાવી ગેલેલીયોની બધી પ્રવૃત્તીપર નજરબંદી મુકેલ. ૧૬૧૬ થી ૧૬૩૨ વચ્ચે વીચારોનું યુદ્ધ ચાલ્યું. ચારસો વર્ષ પછી રોમના ચર્ચને ફેરવી તોડવું પડેલ. ગેલેલીયો સાચો હતો.

Have you seen : Famous World Trial : Trial of Galileo Galilei : 1633

Please, click the link given below:



http://www.law.umkc.edu/faculty/projects/ftrials/galileo/galileo.html


According to the Tuscan Ambassador, Galileo returned from Rome "more dead than alive". In 1637, aged 73, he lost the sight of both eyes but managed to complete a final work, Discourses Concerning Two New Sciences, which was published in 1638. This refines his earlier studies of motion and the principles of mechanics.

Galileo died at Arcetri, near Florence, on January 8, 1642. In that same year Newton was born and would carry forward the torch of knowledge by uniting Kepler's Planetary Laws with Galileo's mathematical physics to perfect the Law of Universal Gravitation, the missing link in the Cosmic Puzzle that was to establish heliocentricity beyond doubt.

An investigation into Galileo's conviction, calling for its reversal, was opened in 1979 by Pope John Paul II. In October 1992 error was reversed.

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.

ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.

બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.

વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.

કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.

vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.

હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.

ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.

મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.

કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
..... ..... પાટણથી પટોળા મોંઘા લાવજો ..... ..... .....
..... ..... દીવો રે દીવો, માંગલીક દીવો ..... ..... .....

આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.

સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.

નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક

-- આચાર્ય હેમચન્દ્ર --

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
email : vkvora2001@yahoo.co.in

હેમચન્દ્ર સૂરિ ટૂંક પરિચય ( ત્યાં આ લેખની લિન્ક આપી છે.)

http://sureshbjani.wordpress.com/2006/07/29/hemachandra/





રાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના,
હો..... જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો..... જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના



હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે


હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી…..

હેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે, રે,
બને તો થોડું…..કાપજે રે જી…….

માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…. રે….. (2)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [1]

કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે…. રે…..(2)

એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [2]
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે…..(2)

એને માથું એ હલાવી હોંકારો દે જે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [3]
‘કાગ’ એને પાણી પાજે….
સાથે બેસી ખાજે…… રે…. (2)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [4]



==



હંસલા હાલો રે હવે,  મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર, માથે મેહુલાનો માર, દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે, માટી માટીને મળે,  પ્રીતડી નહીં રે બળે



====



વડલો કહે છે વનરાયું સળગી

વડલો કહે છે વનરાયું સળગી ને
મેલી દીયોને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
રચનાઃ દુલા ભાયા 'કાગ'