welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 19 October 2009

રાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના,
હો..... જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો..... જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના



હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે


હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી…..

હેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે, રે,
બને તો થોડું…..કાપજે રે જી…….

માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…. રે….. (2)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [1]

કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે…. રે…..(2)

એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [2]
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે…..(2)

એને માથું એ હલાવી હોંકારો દે જે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [3]
‘કાગ’ એને પાણી પાજે….
સાથે બેસી ખાજે…… રે…. (2)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [4]



==



હંસલા હાલો રે હવે,  મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર, માથે મેહુલાનો માર, દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે, માટી માટીને મળે,  પ્રીતડી નહીં રે બળે



====



વડલો કહે છે વનરાયું સળગી

વડલો કહે છે વનરાયું સળગી ને
મેલી દીયોને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
રચનાઃ દુલા ભાયા 'કાગ'

12 comments:

  1. છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..


    ઓલ્યા પાટણ શે'રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

    ReplyDelete
  2. मेरो दरद न जाणै कोय

    हे री मैं तो प्रेम-दिवानी मेरो दरद न जाणै कोय।
    घायल की गति घायल जाणै जो कोई घायल होय।
    जौहरि की गति जौहरी जाणै की जिन जौहर होय।
    सूली ऊपर सेज हमारी सोवण किस बिध होय।
    गगन मंडल पर सेज पिया की किस बिध मिलणा होय।
    दरद की मारी बन-बन डोलूं बैद मिल्या नहिं कोय।
    मीरा की प्रभु पीर मिटेगी जद बैद सांवरिया होय।

    ReplyDelete
  3. राम रतन धन पायो

    पायो जी म्हे तो राम रतन धन पायो॥ टेक॥
    वस्तु अमोलक दी मेरे सतगुरु किरपा कर अपनायो॥
    जनम जनम की पूंजी पाई जग में सभी खोवायो॥
    खायो न खरच चोर न लेवे दिन-दिन बढ़त सवायो॥
    सत की नाव खेवटिया सतगुरु भवसागर तर आयो॥
    मीरा के प्रभु गिरधर नागर हरस हरस जश गायो॥

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
    ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
    ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
    જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
    ***
    મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
    હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
    ***
    કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
    કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
    ***
    પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
    આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
    જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
    બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
    ***
    પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
    કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
    ***
    ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
    નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
    ***
    દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
    અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
    ***
    રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
    લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
    ***
    હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
    પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
    ***
    ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
    જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
    ***
    હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
    મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
    ***
    વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
    માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
    ***
    સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
    સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

    10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874)

    ReplyDelete
  6. તિલક કરતાં ત્રેપન થયાં

    તિલક કરતાં ત્રેપન વહ્યા, ને જપમાળાનાં નાકાં ગયાં,

    તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
    કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

    એક મૂરખને એવી ટેવ

    એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

    પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
    એ અખા બહુ ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

    દેહાભિમાન હતું પાશેર

    દેહાભિમાન હૂતો પાશેર, વિધા ભણતાં વાધ્યો શેર;

    ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
    અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

    ReplyDelete
  7. સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
    ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

    નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
    અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

    પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
    બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

    સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
    રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

    રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
    દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

    હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
    તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

    શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
    ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ

    એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
    જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

    સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
    ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ

    ReplyDelete
  8. મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
    મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

    સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ,
    પ્રહલાદને ઉગારીયો રે
    હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

    ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
    સાચી વેળાના મારા વાલમા રે
    તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

    પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
    નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
    તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

    રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર,
    બેટો-બેટી વળાવીયા રે
    મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

    ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર,
    સાચું નાણું મારે શામળો રે
    મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

    તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
    વેશ લીધો વણીકનો રે
    મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

    હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
    રૂપીયા આપું રોકડા રે
    મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

    હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
    મેહતાજી ફરી લખજો રે
    મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
    મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

    ReplyDelete
  9. લાગ્યો કસુંબીનો રંગ -
    રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

    જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
    ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

    બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
    ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

    દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
    સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

    ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
    વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

    નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
    મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

    પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
    શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

    ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
    બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

    ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
    દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

    રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
    લાગ્યો કસુંબીનો રંગ !

    ReplyDelete
  10. આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)


    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.

    પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
    માતાજીને મુખ જે દીથી,
    ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

    પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
    કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
    સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

    ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
    રહેશે નહીં, રણઘેલુડા !
    ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

    પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
    કાયા તારી લોહીમાં ન્હાશે :
    ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

    ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
    તે દી તારે હાથ રહેવાની
    રાતી બંબોળ ભવાની….શિવાજીને…

    લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
    તે દી તો સિંદોરિયા થાપા
    છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

    આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
    તે દી તારાં મોઢડાં માથે
    ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

    આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
    તે દી કાળી મેઘલી રાતે
    વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

    આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…

    આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
    તે દી તારે શિર ઓશીકાં
    મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

    સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
    જાગી વ્હેલો આવ, બાલુડા !
    માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

    જાગી વ્હેલો આવજે, વીરા !
    ટીલું માના લોહીનું લેવા !

    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.

    ReplyDelete
  11. જય જય ગરવી ગુજરાત !
    જય જય ગરવી ગુજરાત,
    દીપે અરૂણું પરભાત,
    ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
    તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
    ઊંચી તુજ સુંદર જાત,
    જય જય ગરવી ગુજરાત.

    ઉત્તરમાં અંબા માત,
    પૂરવમાં કાળી માત,
    છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
    ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
    છે સહાયમાં સાક્ષાત
    જય જય ગરવી ગુજરાત.

    નદી તાપી નર્મદા જોય,
    મહી ને બીજી પણ જોય.
    વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
    પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
    સંપે સોયે સઉ જાત,
    જય જય ગરવી ગુજરાત.

    તે અણહિલવાડના રંગ,
    તે સિદ્ધ્રરાજ જયસિંગ.
    તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
    શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
    જન ઘૂમે નર્મદા સાથ,
    જય જય ગરવી ગુજરાત.

    ReplyDelete
  12. સર જી, મને ખુબ ખુબ ગમ્યુ એટલે મેં આહિથી ઉઠાવીને મારા બ્લોગ ઉપર ઉતાર્યુ છે, ભુ થઈ હોય તો માફ કરજો સાહેબ....

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર