welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 6 November 2014

આજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરાતમાં જૈનો કારતકી પુનમને અલગ રીતે ઉજવે છે. હેમચંદ્રનો ઈતીહાસ લીપીબદ્ધ છે અને કારતકી પુનમે એનો જન્મ થયેલ. આ રહ્યા બે ફોટાઓ. રામ જાણે સાંચું શું હશે આજે રજા થોડી છે?

આજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરાતમાં જૈનો કારતકી પુનમને અલગ રીતે ઉજવે છે. હેમચંદ્રનો ઈતીહાસ લીપીબદ્ધ છે અને કારતકી પુનમે એનો જન્મ થયેલ.

જાહેર રજાનો દીવસ છે. મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડ તો રોજની જેમ હતી. મહારાષ્ટ્રના મંત્રાલય અને મુંબઈ મહાનગરપાલીકાથી બે પાંચ કીલોમીટર છેટે મસ્જીદ રેલ્વે સ્ટેશને બપોરના બાર વાગે ઉતરી બહાર આવ્યો તો પુલ ઉપર હાથગાડીને છ જણાં ધકેલી રહ્યા હતા. બે મીનીટ પછી હું પાછો આવ્યો પણ હાથગાડી આગળ નીકળી ગઈ. પુલ ઉપર રજા હોવાથી મોટી સ્ટેટ બેન્ક બંધ હતી એના પગથીયે બેસી બીજી હાથગાડીની રાહ જોવા બેસી ગયો. અહીં બે ફોટા મુકેલ છે. ગુરુવાર તારીખ 06.11.2014ના પહેલા ફોટોનો સમય 12:04:52 છે. કેમેરાને જરાક બાજુ હટાવી બીજો ફોટો કાઢ્યો એનો સમય 12:05:00 છે. એટલે કે આઠ સેકેન્ડનો ફરક છે. બેન્કનો દરવાજો બંધ છે એ જમીન ઉપર પડછાયામાં ખબર પડે છે. સામે મસ્જીદ રેલ્વે સ્ટેશનનું નામ દેખાય છે. પહેલાં ફોટામાં હાથગાડીને શ્રમીકો પુલ ઉપર ચડાવે છે. બીજા ફોટામાં બીજો હાથગાડી વાળો પણ આવી ગયો છે. સામે જે ટેમ્પો આવી રહ્યો છે એનો પહેલાં ફોટામાં અને બીજા ફોટામાં ફરક દેખાઈ આવે છે.

આ રહ્યા બે ફોટાઓ. રામ જાણે સાંચું શું હશે આજે રજા થોડી છે?







(2)
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzF8yRbwM333immU770X3PUc_iVsvtel6ArOP8lb8mrZNKbL7VC9KuHgyS3zjeUwwLNe1IVUA4XAqgUOnb46jFoBdGT0fl3hY6N5LsZrfHrSvLEunsrnXi4buhk7HTRgUVFshQlg/s1600/IMG_20141106_120458.jpg


1 comment:

  1. પહેલા અને બીજા ફોટામાં ટેમ્પોનો રંગ બદલાઈ ગયેલ છે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર