==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
ઉપર મુજબના ધ્યેય પ્રમાણે ભાગ એકમાં અમેરીકાના પ્રમુખ ઓબામાનો ચોર મુખવટો, સુરંગ બનાવી બેન્કમાંથી કરોડો અબજો લુંટનારની આત્મહત્યા અને વડા પ્રધાનની બાજુમાં મુખવટો પહેરીની બેઠેલા ઉદ્ધવ ઠાકરે બાબત જણાંવેલ. સીસીટીવી માટે ચોરો હવે ન્યુટન, ગેલેલીયો, આઈનસ્ટાઈનનો મુખવટો જ લગાડે છે. દુનીયાની મોટામાં મોટી અને પ્રખ્યાત લુંટ માટે સોમનાથ મંદીર લુંટનાર મુહમદ ગજનવી કે સુરતની લુંટ કરનાર શીવાજીને એ વખતે મુખવટાની ખબર નહીં હોય?
શું લાગે છે સ્મીત કે હસવા બાબત?
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpByMzlzcA3OXfAeTGoAfDZBzNTuk845_z9dYWvvYVE4NZPc8xAbVPywVZbsZiX61FZa4EmF3J-V8Mr2yWeVYVCwBd5wbpBrt5vhqOTv5B0wScwAD_xkhky0mi-rvfLv6HOYeVTA/s1600/smiling+camel.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpByMzlzcA3OXfAeTGoAfDZBzNTuk845_z9dYWvvYVE4NZPc8xAbVPywVZbsZiX61FZa4EmF3J-V8Mr2yWeVYVCwBd5wbpBrt5vhqOTv5B0wScwAD_xkhky0mi-rvfLv6HOYeVTA/s1600/smiling+camel.jpg
ઉંદર, વાંદરા કે ઉંટને પણ હસવું તો આવે. લાઈનમાં ઉંટ જતા હતા. મીત્ર ડાર્વીન મોતાને ફોટા કાઢવાનું મન થયું અને એક ઉંટ સ્મીત સાથે ફોટો પડાવવા દોડી આવ્યું. ફોટાનો શોખ ઉંટને પણ હોય !
મુંબઈના વાનખેડે સ્ટેડીયમના કાર્યક્રમનો બહીસ્કાર કરી હાજર ન રહેવાનો શીવસેનાના નેતાઓએ નીર્ણય કરેલ. એના પછી ૩૧.૧૦ના વડાપ્રધાન સાથે ઉદ્ધવ ઠાકરેનો ફોટો જોઈ સમાચાર આવેલ કે ફોન આવેલ એટલે કાર્યક્રમ શરુ થયા પછી પુરુ થયાં પહેલા ઉદ્ધવે હાજરી આપેલ. ભાગીદાર થવા...
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી રોજ સમાચાર આવતા હતા કે કોંગ્રેસે બનાવેલ કે બનાવટી રાજ્યપાલો પોતાનો હોદ્દો નહીં છોડે. આ રાજ્યપાલોની નીમણુંક રાષ્ટ્રપતીએ કરેલ છે અને રાષ્ટ્રપતી કહેશે તો જ રાજ્યપાલનો હોદ્દો છોડશે. જો કે આ કોંગ્રેસી રાજ્યપાલોને રાષ્ટ્રપતીએ તો ફોન કે સુચના ન આપી પણ પછી બધાએ હોદ્દો છોડી દીધો. શીલા દીક્ષીત નામના રાજ્યપાલની નીમણુંક રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીએ કરેલ. આ નીમણુંક બાબત ઘણાં અહેવાલ આવેલ. લાગે છે કે કોઈ ચપરાશી કે કારકુને શીલાબેનને ફોન કર્યો અને ચુપચાપ હોદ્દો છોડી દીધો. આવા જ કોઈક હોદ્દા માટે ઈંદીરા ગાંધીના મૃત્યુ પછી કોંગ્રેસે પ્રણવ મુખરજીને સજા કરેલ.
૩૧.૧૦.૧૯૮૪ના ઈંદીરા ગાંધી સવારના નવ સવા નવે ઘરેથી બહાર નીકળ્યા અને અંગરક્ષકોએ બંદુકની ગોળીઓથી હત્યા કરી નાખી. મૃત શરીરને હોસ્પીટલમાં લઈ જવા ૨૪ કલાક હાજર રહેનાર એમ્બ્યુલસનો ડ્રાઈવર ક્યાંક ચા પાણી પીવા ફરજ ઉપર હાજર ન હતો. જેમ તેમ કરી એમ્બેસેડર ગાડીમાં મોટી એમ્સ હોસ્પીટલમાં પહોંચ્યા તો સ્ટ્રેચર ન મળ્યું. હોસ્પીટલના નીષ્ણાંત ડોકટરોએ બપોરના બે વાગ્યા પછી મરણ ખબરની જાહેરાત કરેલ અને સરકારે ઠેઠ સુરજ આથમી ગયા પછી જાહેર કરેલ. આ હાલત હતી ભારતના વડા પ્રધાનની તો મામુલી માણસની કલ્પના કરો. ઉદ્ધવ ઠાકરેના પીતા બાળ ઠાકરેનું મરણ ક્યારે અને કેવી રીતે થયેલ એ ૪-૬ દીવસ રહીને બધાને જાણ થયેલ. શ્રીમતી ઈંદીરા ગાંધીના મૃત શરીરને એમ્સમાં લઈ ગયા પછી નીષ્ણાત ડોકટરોનું કહેવું હતું ફેફસાં, હૃદય, મગજને મસીનથી ચાલુ કરીશું. બોલો મરણ પછી ૮૦-૧૦૦ બોટલ લોહી ચડાવેલ. લોહી પીવા બાબત કોઈ કાયદો જ નથી.
૧-૧૧-૨૦૧૪ના ધ સ્ટેટ્સમેનના પહેલા પાને નીચે મુજબ સમાચાર છે. ૧૯૮૪ના શીખ હુલ્લડ, સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીનો ફોટો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડનવીસનો ફોટો અને ઉદ્ધવ ચેન્જીસ માઈન્ડ, રાજા અને કનમોઝીનો ફોટો, એન્ડરસન ડેડના સમાચાર બધું પહેલે પાને...
દલપતરામે ઉંટને ખોટો અન્યાય કરેલ છે. સાંભળી શીયાળ બોલ્યું અન્યના તો એક વાંકું આપના અઢાર છે....
ઉપર સોનેરી ઉંટનો ફોટો બરોબર જુઓ. કાળી લક્ષ્મીમાં બધાને લાલચ હોય. લાલચુ કાળી સીતાને સુવર્ણ મૃગના ચામડામા રસ જાગ્યો અને ખુદ ભગવાન એને જીવતો પકડવા ગયો. પછી રેખા કે વર્તુળ દોરનાર લક્ષ્મણ ગયો. રાવણના હાથે મરવા કરતાં ભગવાનના હાથે મરણ માંગવા મામા મરીચી આવેલ. આમાં સત્ય ક્યાં શોધવું?
સાચું ખોટું રામ જાણેમાં મેં વોરેન એન્ડરસનાના મરણ ખબર લખેલ છે.
આ વોરેન એન્ડરસનને Warren M. Anderson હું ઓળખું. મુંબઈ ચર્ચગેટમાં સરકારી ઓફીસમાં હું ઘણી વખત જતો. ૧૧માં માળે જવા લીફ્ટમેન મને સલામ કરે એ જોઈ ઘણાંને નવાઈ લાગતી. નોકરી કે પાપી પેટને કારણે મારે ના છુટકે જવું પડતું. એક મોટા સાહેબે પોતાના જુનીઅરોને બોલાવી મારી સામે બધાને કહેલ આ વોરાની સાથે વહેવાર કરવો નહીં અને રુપીયાનો વહેવાર કરશો એ દીવસે નોકરી જવાની નોબત વાગશે.
૨-૩ ડીસેમ્બર ૧૯૮૪ના સવાર થતાં પહેલાં ભોપાલ આસપાસ ઝેરી વાયુના ગળતરને કારણે હજારો નીર્દોષના કરુણ મરણ થયેલ. ૧૯૮૪ પછી દર વરસે વોરેન એન્ડરસનની ઠાઠડી કે નનામી બનાવી બાળવામાં આવતી. આ વોરેન એન્ડરસનનું ખરેખર મૃત્યુ ૨૯.૦૯.૨૦૧૪ના થયું એના પછી એક મહીનો રહીને એના મરણ ખબર સમાચાર આવ્યા. ભોપાલમાં હજી ઘણાં લોકો આ માણસને પકડી સજા કરવા માંગે છે.
૧૪.૧૧.૨૦૧૩ના મેં ચાર લીન્ક અને ચાર પીડીએફ ફાઈલ મુકેલ છે. ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ. यूनियन कार्बाइड के भोपाल स्थित प्लांट से दो और तीन दिसंबर 1984 की दरम्यानी रात रिसी जहरीली गैस ने हज़ारों लोगों की जान ले ली थी. આ રહી એ લીન્ક...
http://www.vkvora.in/2013/11/blog-post_14.html
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર