રામ જાણે સાંચુ શું છે? ત્રીજો ભાગ...
૨૪ કલાક એમ્બ્યુલસ અને ડ્રાઈવર ખડે પગે હાજર રહેનાર સવારના નવ સવા નવ વાગે શ્રીમતી ઈંદીરા ગાંધીના મૃત્યુ વખતે હાજર ન હતો અને ઈંદીરા ગાંધીનું મૃત શરીર એમ્બેસેડર ગાડીમાં દીલ્લીમાં દેશની મોટામાં મોટી એમ્સ હોસ્પીટલમાં લઈ જવું પડ્યું. કમાલ તો જુઓ હોસ્પીટલમાં સવારના નવ સાડા નવ વાગે મૃત શરીર માટે સ્ટ્રેચર પણ હાજર ન હતું. એ આપણે અગાઉ રામ જાણેમાં જાણ્યું.
મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી હમણાં પુરી થઈ. મુંબઈની બાજુમાં ઠાણે જીલ્લામાં માજીવાડા ઠાણે વીસ્તારથી શીવસેના પાર્ટીના પ્રતાપ સરનાઈકને ૬૮૫૭૧ મત મળેલ અને વીજયી થયા. બીજેપીના સંજય પાડેને ૫૭૬૬૫ મત મળેલ અને બીજા નમ્બરે આવેલ. બુધવાર ૨૯.૧૦.૨૦૧૪ના ઠાણે વરતક નગર પોલીસ સ્ટેશનમાં ભાજપાના સંજય પાંડે ફરીયાદ કરી છે કે મારી પોખરણ રોડ ઠાણેની ઓફીસમાં આવી શીવસેનાના પ્રતાપ સરનાઈકે ૨૦ કરોડની ખંડણી માંગી છે. લગભગ કારણ એ છે કે માંડ માંડ જીતવા આટલો બધો ખરચ કરવો પડેલ છે અને એ વસુલાત કરવી છે.
લોકસભા કે વીધાનસભામાં સરકાર બચાવવા ઘણીં વખત મતદાન થતું હોય છે અને સભાસદોને લાંચમાં કરોડો રુપીયા આપવા પડે છે. વડા પ્રધાન નરસીંહ રાવના જમાનામાં સીબુ સોરેને ઘણાં રુપીયા માંગેલ. એના પછી કર્ણાટકમાં વીધાનસભ્યને ૨૫ કરોડ બાબત આંકડો આવેલ. મહારાષ્ટ્રમાં આ આંકડો ૫૦ કરોડનો બોલાતો હતો.
એ હીસાબે ૨૦ કરોડની ખંડણીનો ભાવ વ્યાજબી કહેવાય.
નીશાળમાં જતો ટાબરીયો ઘરે આવી બાપાને કહેવા લાગ્યો હું નીશાળે નહીં જાઉ. આજે નીશાળમાં મારું વજન કરેલ છે અને હવે મારી કીંમત નક્કી કરી મને જરુર વેંચી નાખશે.
રામ અને લક્ષ્મણ બન્ને પરણીત હતા અને જંગલમાં રાવણની બહેન રામની પાસે જઈ લગ્નનો પ્રસ્તાવ મુકેલ. એ જમાનામાં આટલી હીમત? જુઠા રામે રાવણની બહેનને કહ્યું હું પરણેલો છું અને લક્ષ્મણ પાસે જા.
રાવણ જેવા મહારથીની બહેનને નાક કાન ખોવા પડ્યા અને બહેને ભાઈને ફરીયાદ કરી. રામાયણ થઈ ગઈ.
રામ જાણે સાંચું શું છે?
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર