રામ જાણે સત્ય શું છે? કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....
રવીવાર ૨-૧૧-૨૦૧૪ના ભારત પાકીસ્તાનની પંજાબ પાસે વાઘા સરહદ પાસે પાકીસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૫૦-૬૦ના મૃત્યુ થયા એ વીશે રામ જાણે સત્ય શું છે એમાં સોમવાર અને મંગળવાર પસાર થઈ ગયો. મંગળવારના મુંબઈમાં ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશને જવાનું થયું અને ફોટા પાડ્યા. એક જણે કહ્યું કે ચુનો ચોપડવા આટલે દુર જવાની શું જરુર? આ રહ્યો ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશનના બે નમ્બરના પ્લેટફોર્મનો મેં પાડેલ ફોટો.
વાઘા સરહદના બે પ્રખ્યાત ફોટાઓ મુકેલ છે. આનાથી નફરત ઉત્પન્ન થાય છે. સાંજના સરહદ બંધ થાય ત્યારે આ જોવા લોકો બપોરથી લાઈન લગાડે તો સાંજના જોવા મળે. આ ફોટા ગુગલ મહારાજની મદદથી લીધેલ છે.
મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી પહેલાં અને ચુંટણીના પરીણામ પછી ભાજપા અને શીવસેના વચ્ચે ઘણીં એટલે ઘણીં મીંટીંગો થઈ. નીવેડો શું આવ્યો એ તો રામને ખબર? મુખ્ય મંત્રીની સોગંદવીધી પહેલાં શીવસેનાએ સોગંદવીધીમાં ગેરહાજર રહેવાનો નીર્ણય કરેલ અને શીવસેનાના નેતાઓનું કહેવું છે કે ફોન આવેલ એટલે હાજરી આપેલ. બીજા દીવસે એક સમાચાર પત્રમાં મુખ્ય સમાચાર હતા કે કોઈ પટાવાળા કે ચપરાશીએ પણ ફોન કરેલ નથી અને પોતાની મેળે પાકા ગુજરાતી અમીત શાહ સાથે હીસાબ માટે ગયેલ.
એક મીત્રે કઠપુતળીના ખેલનો વીડીયો મોકલેલ. નીચે પ્રમાણે છે. આ કઠપુતળીને લગતો ફોટો છે જેમાં મહોરા લગાડેલ છે. એમાં મનપસંદને ઈંદીરા ગાંધી, નરેન્દ્ર મોદી, સોનીયા ગાંધી, જય લલીતા કે ઉદ્ધવ ઠાકરે સમજી લો. મજા આવશે.
બાકીના કઠપુતળીના ફોટા અને વીડીયો ફરી કયારેક.
૪-૬ મહીના પહેલાં લોકસભાની ચુંટણી પછી શીવસેનાના ૧૮ સાંસદો સાથે ઉદ્ધવ ઠાકરે કુળદેવી એકવીરા દેવીના દર્શને ગયેલ. મંગળવાર ૪-૧૧ના મહારાષ્ટ્રમાં ૬૩ શીવસેનાના વીધાનસભાસદો સાથે ઉદ્ધવ ઠાકરે અને કુટુંબીઓ એકવીરા દેવીના દર્શને ગયેલ અને ઉદ્ધવ ઠાકરે પ્રાર્થના કરેલ કે હવે પછીની ચુંટણીમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે અને ૧૮૦ શીવસેનાના સભાસદો સાથે આવીશ. મરાઠી સામના છાપામાં આવેલ ધારાસભો સાથે ઉદ્ધવ ઠાકરેનો આ ફોટો જુઓ.
મનોહર જોસી ચીફ મીનીસ્ટરને હટાવી બાળ ઠાકરેએ નારાયણ રાણેને ચીફ મીનીસ્ટર બનાવેલ ત્યારે સામનામાં સમાચાર હતા કે મનીયો ગયો અને નારીયો આવ્યો. હમણાં ચુંટણીમાં નારાયણ રાણે કોંગ્રેસના પ્રચાર સમીતીના વડા હતા અને પોતે હારી ગયા. હારી ગયા પછી નારાયણ રાણે બોલ્યા કે અપમાન સહન કરી શીવસેના ભાજપા સાથે ભાગીદારી કરે છે. આજે બાળ ઠાકરે હોત તો એ સત્તાને ઠોકર કે લાત મારત. શીવસેનાએ ભાજપાને અફઝલખાનની ફોજની ઉપમા આપેલ અને હવે શીવસેના પોતે અફઝલખાનની ફોજમાં જોડાય છે. કોને ખબર કોણ કઠપુતળીનો ખેલ રમે છે?
સવારના ચાર વાગે મોબાઈલ ફોન ઉપર મેસેજ આવ્યો. કંઈક એક્સપાયર્ડ જેવો મેસેજ વાંચ્યો. ખબર પડીકે ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડનો મેસેજ છે.
મુંબઈમાં ૧.૬૪ કરોડ ઈન્ટરનેટના કનેકશન છે. દીલ્લીમાં ૧.૨૧ કરોડના કનેકશન છે. મુંબઈ, દીલ્લી, કોલકત્તા, બંગળુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણેમાં ૫.૮ કરોડ વાપરનારા છે એમાં મારો નમ્બર પણ છે. સુરત, નાગપુર, લખનૌ અને વડોદરામાં ૧.૧ કરોડ કનેકશન છે.
મારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ.
ઉપરવાડો પાસા ફેંકે અને નીચે રમનારા હોય છે. રામ જાણે સત્ય શું છે?
મારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ.
ReplyDeletehttp://www.vkvora.in/2012/09/blog-post_23.html?utm_source=BP_recent