આજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરાતમાં જૈનો કારતકી પુનમને અલગ રીતે ઉજવે છે. હેમચંદ્રનો ઈતીહાસ લીપીબદ્ધ છે અને કારતકી પુનમે એનો જન્મ થયેલ.
જાહેર રજાનો દીવસ છે. મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડ તો રોજની જેમ હતી. મહારાષ્ટ્રના મંત્રાલય અને મુંબઈ મહાનગરપાલીકાથી બે પાંચ કીલોમીટર છેટે મસ્જીદ રેલ્વે સ્ટેશને બપોરના બાર વાગે ઉતરી બહાર આવ્યો તો પુલ ઉપર હાથગાડીને છ જણાં ધકેલી રહ્યા હતા. બે મીનીટ પછી હું પાછો આવ્યો પણ હાથગાડી આગળ નીકળી ગઈ. પુલ ઉપર રજા હોવાથી મોટી સ્ટેટ બેન્ક બંધ હતી એના પગથીયે બેસી બીજી હાથગાડીની રાહ જોવા બેસી ગયો. અહીં બે ફોટા મુકેલ છે. ગુરુવાર તારીખ 06.11.2014ના પહેલા ફોટોનો સમય 12:04:52 છે. કેમેરાને જરાક બાજુ હટાવી બીજો ફોટો કાઢ્યો એનો સમય 12:05:00 છે. એટલે કે આઠ સેકેન્ડનો ફરક છે. બેન્કનો દરવાજો બંધ છે એ જમીન ઉપર પડછાયામાં ખબર પડે છે. સામે મસ્જીદ રેલ્વે સ્ટેશનનું નામ દેખાય છે. પહેલાં ફોટામાં હાથગાડીને શ્રમીકો પુલ ઉપર ચડાવે છે. બીજા ફોટામાં બીજો હાથગાડી વાળો પણ આવી ગયો છે. સામે જે ટેમ્પો આવી રહ્યો છે એનો પહેલાં ફોટામાં અને બીજા ફોટામાં ફરક દેખાઈ આવે છે.
આ રહ્યા બે ફોટાઓ. રામ જાણે સાંચું શું હશે આજે રજા થોડી છે?
(2)
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzF8yRbwM333immU770X3PUc_iVsvtel6ArOP8lb8mrZNKbL7VC9KuHgyS3zjeUwwLNe1IVUA4XAqgUOnb46jFoBdGT0fl3hY6N5LsZrfHrSvLEunsrnXi4buhk7HTRgUVFshQlg/s1600/IMG_20141106_120458.jpg
પહેલા અને બીજા ફોટામાં ટેમ્પોનો રંગ બદલાઈ ગયેલ છે.
ReplyDelete