સાચું ખોટું તો રામ જાણે. રામાયણ કથાના દશરથ પુત્ર રામને પણ સત્ય ખબર નથી હોતી. ભાગ ૧.
રાતના લાઈટ જાય કે ગરમી થતી હોય અને ઉંઘ ઉડી જાય એટલે સમાચાર વાંચવા પડે. ખબર પડે કે અમેરીકાના પ્રમુખ ઓબામાનો મુખવટો પહેરી ચોર આવેલ.
આવું તો રોજે રોજ બનતું હોય છે. સુરંગ ખોદી બેન્કને પ્રથમ વાર લુંટનારને કરોડો અબ્જો રુપીયાનો માલ મળે. પણ લુંટનારને આપઘાત કરવો પડે?
મહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી પછી ભાજપ અને શીવસેનાના આગેવાનોની રોજે રોજ ૪-૫ વખત સભાઓ થતી. ચર્ચા તો રામ જાણે શું થતી બધા કહેતા હતા કે મીડીયામાં જે સમાચાર આવેલ છે એ ખોટા છે.
ચુંટણી વખતે શીવસેનાના નેતા (નેતા એટલે ઉદ્ધવ ઠાકરે એક જ )એ ભાજપ અને નેતાઓ માટે જે ભાષા વાપરેલ એ માટે માફી માંગશે એના પછી જ ભાજપ અને શીવસેના વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બાબત ચર્ચા થશે.
બે દીવસ પહેલાં સમાચાર આવેલ કે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં અને શપથવીધી કે સોગંદવીધી વખતે કોઈ શીવસૈનીક (વાંચો ઉદ્ધવ ઠાકરે ) હાજરી નહીં આપે.
મંચ ઉપર વડા પ્રધાનની બાજુમાં ઉદ્ધવ ઠાકરેને જોઈને ઘણાંને લાગેલ કે કોઈક માણસ ઉદ્ધવ ઠાકરેનો મુખવટો પહેરી બેઠો છે.
આવું તો ભાગ ૧ થી ૧૦૦ સુધીમાં ઘણું ચીત્ર કે ફોટાઓ સાથે આવશે.
ભારતમાં ૧૫.૦૮-૧૯૪૭ અથવા ૨૬.૦૧.૧૯૫૦ પછી લોક સભા દ્વારા દેશનું સંચાલન થાય છે. કાઈ પણ ગડબડ થાય, નુકશાન થાય, પ્રગતી કે વીકાસ માટે સમીતી કે પંચ (કમીટી એન્ડ કમીશન) નીમવામાં આવે અને બધી તપાસ કરી અહેવાલ આપે. જેમકે કોઠારીનો શીક્ષણ બાબતનો અહેવાલ, ગજેન્દ્ર ગડકરનો મજુરો બાબતનો અહેવાલ. આવા કેટલાયે અહેવાલ બહાર પડ્યા છે.
સમજો કે આજથી શરુ થાય છે ચીત્ર કે ફોટાઓ સાથે અહેવાલ ઉપર અહેવાલ. મુખવટો પહેરી સાચું ખોટું પણ જાણવા મળશે. આપણે જાણીશું લુંટારા ઓબામા કે ઉદ્ધવ ઠાકરે વીશે પણ.
આ બધું વીકેવોરા.ઇન વેબ સાઈટ ઉપર. ફેસબુકમાં ફક્ત નોંધ આવશે અહેવાલ અને ચીત્ર કે ફોટા મહોરા વેબ સાઈટ ઉપર આવશે.
http://en.wikipedia.org/wiki/Daulat_Singh_Kothari
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/P._B._Gajendragadkar