સુરતના ભગાભાઈની ભગરી ભેંસ વીમાન સાથે ટક્કરમાં મરી ગઈ. નેટ અને વેબ ઉપર બેસણમાં દેશ વીદેશથી લોકો આવ્યા અને લેખીત શ્રદ્ધાંજલી આપી. હેરીડ, ડેવીડ, લેરી મીલ્લર, ઍલમેર, નેરોબામા, માર્ક, માઈકલ, નટુભા, ઈશ્માઈલ ચાકી, ચીમનભાઈ, કુમારસીંહ, શાહુપ્રકાશ, યેલમ્મા, કોણ જાણે ક્યાંને કયાંથી લોકોએ નેટ વેબ ઉપર શ્રદ્ધાંજલી આપી અને ભેંસના પુરા પરીવારને આશ્ર્વાસન આપ્યું.
સુરતના એરોડ્રામ ઉપર ગુરુવાર ૦૬-૧૧-૨૦૧૪ના સાંજના ઉપડી રહેલ એક વીમાન સાથે એક ભેંસની ટક્કર થઈ. ભેંસ મરી ગઈ. વીમાનને નુકશાન થયું અને ઉડવાનું મુલત્વી રાખ્યું. પછી તો રોજ ૨-૪ દીવસે દેશ અને દુનીયામાં આ સમાચાર આવવા લાગ્યા.
જવાબદાર અધીકારીઓની ખબર લેવા લેહ, લડાખ, આસામ, આંદામાન, માડાગાસ્કર, ગીલગીટ કે એવી કોઇ જગ્યાએ બદલીના હુકમ છુટ્યા.
પાડા ઉપર બેસાડીને યમ રાજા પોતાના દુતને મોકલે છે. એટલે આ ભેંસના પરીવારમાં બીજા કોણ હતા એની તપાસ ચાલુ છે. રામ જાણે સત્ય શું છે?
નીચેના ફોટાઓ ગુગલ મારાજની મેરબાનીથી.
http://news.yahoo.com/indian-plane-hits-stray-buffalo-during-off-055049770--finance.html
ReplyDeleteBBC Eng News
ReplyDeleteभैंस के आगे विमान उड़ाए, भैंस खड़ी पगुराए
ReplyDelete