welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 6 November 2014

રામ જાણે સાંચુ શું છે? ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પુર્ણીમા. વાઘા સરહદ. પહેલાં અંટસ કે ઝગડો ઉભો કરવો. ઝગડો સુલટાવવા પતાવટ કરવી, લવાદથી નીવેડો લાવવો નહીંતો દાઉદ, છોટા રાજેનનો સમ્પર્ક કરવો.

રામ જાણે સાંચુ શું છે? ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પુર્ણીમા. વાઘા સરહદ. પહેલાં અંટસ કે ઝગડો ઉભો કરવો. ઝગડો સુલટાવવા પતાવટ કરવી, લવાદથી નીવેડો લાવવો નહીંતો દાઉદ, છોટા રાજેનનો સમ્પર્ક કરવો.

ગુરુ નાનક જયંતી ઉજવવા ભારત પાકીસ્તાનની વાઘા સરહદ ઓળંગી લાહોર પાસે નાનકના જન્મ સ્થળે ઘણાં શીખો જશે. 

ઝગડો કોઈ પણ રીતે ઉભો થાય. જેનું મગજ કામ ન કરતું હોય એ માણસ રાત્રે રખડતો હોય. ક્યાં પણ જાય. કોઈના બારણે રાતના બાર કે બે વાગે ઘંટી વગાડે. શું ઝગડો કરશો? કોની સાથે? 

પતી પત્ની વચ્ચેનો ઝગડો, માલ મીલ્કતનો ઝગડો, દાઉદ છોટા રાજનનો ઝગડો, ભારત પાકીસ્તાનનો ઝગડો, હીન્દુ મુસલમાનનો ઝગડો. આના માટે કોઈ અભ્યાસુ કે નીષ્ણાંત લવાદની જરુર નથી પડતી. મગજ બહેર મારી જાય. 

સરહદ ઓળંગી પકડાઈ જાય અને જેલમાં જાય એવા ભારત પાકીસ્તાનની જેલોમાં ઘણાં છે. હવે છોડી દે તો જાય કયાં? મગજ તો પહેલાં ક્યાં કામ કરતું હતું? 

૧૯૮૪ આસપાસ ઘણાં શીખોના મરણ થયા અને ૩૦ વરસ પછી પણ ૨૦૧૪માં આ શીખ રમખાણ અને શીખો બાબત સમાચાર નીયમીત આવે છે.

ભારત પાકીસ્તાનની જેલમાં છે એના કરતાં બહાર ઘણાં છે. ક્યારે પણ રાતના કોઈના બારણે ઉભા રહી ઘંટડી વગાડે છે. વાઘા સરહદ એનું ઉમદા ઉદાહરણ છે. લોકો જેને સ્વર્ગની ધરતી કહે છે એ આખું કાશ્મીર એનું ઉદાહરણ છે. જર્મનીની દીવાલ હોય કે લક્ષ્મણ રેખા. ઓળંગો એટલે હરણનું મોત ચોક્કસ.

ભારત પાકીસ્તાન વચ્ચે વાર્તાલાપ થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી અને શીવસેના વચ્ચે ઉંદર, વાઘ, અફઝલખાનની ફોજ, હપ્તા વસુલી, બાળ ઠાકરેના વારસદારો વચ્ચેનો ઝગડો સુલટાવવાનો બાકી છે. 

બાળ ઠાકરેના છોકરા કહે છે બાપ બાળ ઠાકરેનું મગજ ચાલતું ન હતું એટલે વીલ કે દસ્તાવેજ બનાવેલ છે એ નકલી છે. રામ જાણે સાંચુ શું છે?


No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર