welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 23 January 2010

મુર્તી, પાળીયા અને ખાંભીની પુજા, પ્રાણ પ્રતીષ્ઠા, અંજલ શલાકા

મુર્તી, પાળીયા અને ખાંભીની પુજા, પ્રાણ પ્રતીષ્ઠા, અંજલ શલાકા

ક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;,

પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;,

એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત

નારાયણ સરોવર, કોટેશ્ર્વર, અંબાજી, આબુના દેલવાડા કે ગુરુશીખર મંદીર, વૈશ્ણોદેવીનું મંદીર, નેપાળનું પશુપતીનાથ, આસામ બંગાળમાં કાલકા કે દુર્ગા દેવી, તીરુપતીનું બાલાજી મંદીર, શીરડીના સાઈબાબા, અજંતા ઈલોરાની ગુફાઓ, ગીરનાર અને

પાલીતાણાંના વીવીધ મંદીરો,

સોમનાથનું મદીર,

સાંચી સ્તુપ.

9 comments:

  1. મીત્રો, આમાં આપ કોમેન્ટ જરુર લખજો. આપની કોમેટને અનુરુપ એની નોંધ લઈ ઉપરના બ્લોગમાં જરુરી ફેરફાર કરવામાં આવશે.

    ReplyDelete
  2. નાથદ્વારા કે કાંકરોલીના મંદીરો, કાશી, મથુરા, અયોધ્યાના મંદીર, વેટકીન કે મક્કા મદીનાના મંદીરો, મસ્જીદો અને દેવળો

    ReplyDelete
  3. ધરતીને બિસ્તર અને આકાશને ચાદર બનાવીને પોતાની માસૂમ આંખોમાં એક પ્યાલી દૂધના સપના જોતા જોતા ગંદી ગટરોની બાજુમાં ફૂટપાથો ઉપર ઢબૂરાઈ જતા મારા દેશના લાખો ભૂલકાઓને જોવા છતાં પણ દિવાળીમાં પોતાના ગળાની નીચે મીઠાઈના ટુકડા ઉતારી સકતા પેટુઓને, પલ્લીઓમાં હજારો મણ ઘી ધૂળમાં રગદોળી નાખતા (અ)શ્રદ્ધાળુઓને , કામધંધા છોડીને ધજાઓ લઈને દિવસો સુધી શ્રદ્ધાના નામે પગપાળા ચાલ્યા જતા પલાયનવાદી ભાવિકોને, દિવસો સુધી કથાઓ કે શિબિરોમાં ભીરૂ શ્રદ્ધાળુઓને ઉપદેશો આપતા આપતા દેશના હજારો માનવ કલાકો વેડફી નાખતા દંભી ધર્મગુરુઓને , નદી કે તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરી પાણીના મહામૂલા કુદરતી સ્ત્રોતો બગાડતાં મૂર્ખાઓને પણ દેશદ્રોહીઓની જમાતના ના ગણવા જોઈએ ? ?

    ReplyDelete
  4. અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
    અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

    યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
    આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.


    પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
    આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

    જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
    આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

    અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
    આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

    પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
    આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

    ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
    આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

    પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
    આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

    વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
    ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

    સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

    લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

    poet: ખીમજી કચ્છી

    ReplyDelete
  5. જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
    અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી

    ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
    પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

    મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
    સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

    સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
    મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

    જગતને ક્ષય લાગ્યો અંધશ્રદ્ધાનો ભયંકર પણ
    નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

    થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
    આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

    ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
    નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

    નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
    તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી
    ……………………………………..
    આભાર આધ્યાત્મિક કાવ્યો
    અને આ અગાઉ રજુ થયેલી સંદીપ ભાટીયાની રચના ક્ષણમાં માણસ ધુમાડો થઈ જાય...આજથી સુર સાથે ઉપલબ્ધ છે તો તે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

    ReplyDelete
  6. પૃથ્વીથી હજારો માઈલ દૂર અવકાશમાં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં બેઠેલા અવકાશયાત્રીઓ પણ હવે ઈન્ટરનેટના માઘ્યમથી પૃથ્વી પર તેમના પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેશે. ક્રૂ સપોર્ટ લેન નામની નવી ટેક્નોલોજીના કારણે હવે સ્પેસ સ્ટેશનમાં પણ ઈન્ટરનેટની સુવિધા શકય બની છે.


    આ વાયરલેસ કનેકશનની મદદથી હવે અવકાશયાત્રીઓ તેમના ઈમેલ કરી શકશે ઉપરાંત અન્ય વેબસાઈટ પણ સર્ફિંગ કરી શકશે. ઈન્ટરનેટ કનેકશનના કારણે પરિવારથી અલગ થવાનું તેમનું દુ:ખ ઘટી શકશે. ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનને કેયૂ-બેન્ડ હાઈ સ્પીડ ડેટા નેટવર્કથી જોડવામાં આવ્યું છે જેના કારણે અવકાશયાત્રીઓ પૃથ્વી પર રાખેલા મુખ્ય સર્વર સાથે જોડાઈ શકશે. આ ટેકનિકમાં અવકાશયાત્રીઓને ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બ્લોગ મૂકવાની સુવિધા પણ મળે છે.

    ReplyDelete
  7. ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અંધશ્રદ્ધા નિવારણ કાયદો કેમ નહીં ? તેવો પ્રશ્ન પૂછવાનું સ્વાભાવિક રીતે જ મન થાય છે. તેનું કારણ એ છે કે, વેપારમાં છેતરપિંડી અટકાવવા આપણી પાસે કાયદો છે, તોલમાપમાં બનાવટ રોકવા માટે, હૂંડિયામણમાં થતી ચોરી ડામવા માટે, ભ્રષ્ટાચાર નિવારણ માટે આપણી પાસે કાયદાઓ છે, પરંતુ વહેમ, નજરબંધી, ભૂતપ્રેત, આંગળાથી વાઢકાપ, ગર્ભાશયમાંની જાતિ બદલવાનું આશ્વાસન, એકના ડબલ થતા અટકાવવા આપણી પાસે કોઈ કાયદો નથી. આવી છેતરપિંડીથી થતું આર્થિક, માનસિક કે શારીરિક શોષણ બંધ કરવા આપણી પાસે વ્યવસ્થા હોવી જ જોઈએ. અશોક જાડેજાએ દેશના અનેક લોકોને કરોડોમાં નવડાવવાનો દાખલો તાજો જ છે. આવા દાખલાઓમાંથી બોધપાઠ લઈને રાજ્યે ચેતીને સવેળા આવો કાયદો ઘડવો જોઈએ. મહારાષ્ટ્ર રાજ્યે આવો કાયદો ઘડીને આ દિશામાં પગરણ માંડયા છે.

    કોઈ ને કોઈ અખબારમાં દરરોજ આપણે એકના ડબલ કે જ્યોતિષની જાળમાં ફસાયેલ લોકોની હૈયાવરાળ વાંચીએ છીએ. રાજ્ય અંધશ્રદ્ધા નિવારણ કાયદો ઘડવાથી દૂર કેમ રહે છે તે પ્રશ્નનો જવાબ એ છે કે, પ્રજા અંધશ્રદ્ધામાં મગ્ન રહે, પ્રજા અજ્ઞાની ને અજાગૃત રહે તો જ પોતાનું શાસન ટકી રહે એવો સ્પષ્ટ ખ્યાલ રાજ્યના શાસનકર્તાઓના મનમાં પ્રકટપણે વસેલો છે. ૧૯૯૫માં ગણેશની ર્મૂિતને દૂધ પીવડાવવાથી લઈને પાવાગઢમાં ભેંસે આપેલ બાળકીને જન્મ, ર્મૂિતમાંથી આંસુઓની ધારા, બાળકોની સલામતી માટે ખુલ્લા પગે ચાલીને ભદ્રકાળી માતાના દર્શન, રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધ્યા બાદ અશુભ મુહૂર્તના કારણે ભાઈના મૃત્યુની બીકથી મધ્યરાત્રે ભાઈના ઘરના દ્વાર ખટખટાવીને રાખી તોડવી, દરિયાનું પાણી મીઠું થઈ જાય, કલ્કી માતાની પાદુકા મહેસાણા, પાલનપુરમાં ચાલવા લાગે, હનુમાનજી રડવા લાગે વગેરે અનેક બનાવોની શ્રેણી એમ સૂચવે છે કે, પ્રજાને અંધકારમાં રાખવા માટેનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. એક તરફ રાજ્યમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણના ઢોલ પીટવામાં આવતાં હોય, બીજી તરફ અનેક લોકોને લાલચ કે ભયમાં ફસાવીને કરોડો રૃપિયાનું ફુલેકું ફેરવવામાં આવતું હોય, વાસ્તુશાસ્ત્રના નામે આર્થિક પાયમાલીમાં લોકોને ધકેલી દેવામાં આવતાં હોય અને આવા બનાવો રાજ્યની જાણમાં હોય ત્યારે ‘ધર્મની બાબતમાં અમે કાંઈ માથું ન મારી શકીએ’ એમ કહી દેવાથી લોકોની યાતનાઓનો અંત આવતો નથી. ‘કાયદાથી શું વળે ?’ એમ પણ કાયદો ન ઘડવા પાછળ બચાવ રજૂ કરાતો હોય છે.

    અશ્વિન ન. કારીઆ - Sandesh 24.01.2010

    ReplyDelete
  8. અંધશ્રદ્ધા એ ચેપી રોગ છે. એકને લાગે એટલે એના વાઈરસ કે બેકટરીયા પોતાની વૃદ્ધી માટે નવા નવા નુસખા શોધી કાઢે અને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે.

    તમે ધર્મનો પ્રચાર કે ભુવાનો પ્રચાર કરનારને સાંભળ્યા હસે કે આ પ્રયોગ કરો કે આ વીધી કરો અને એની આડ અસર નથી અને તમને ફાયદો થશે તે તમારા હીતમાં છે. ડુબતા માણસને તો જાણે ઘાસ કે તરણું મળી ગયું.

    આ અંધશ્રદ્ધાના બેકટરીઆ અને વાઈરસ ભગવદ્દ ગીતાના આત્માના શ્ર્લોક જેવા છે અવ્યક્ત, અસોચનીય,અવર્ણનીય અને છતાં આત્મા છે.

    અરે ડફોડો, જે અવ્યક્ત, અસોચનીય અને અવર્ણનીય હોય એમાં ગમે તે ઉમેરો, લખો, વર્ણન કરો એ દરેકને માટે અલગ અલગ હોય જ હોય.

    હું વાર્તા લખું કે રામ નામનો દારુડીયો અને વંઠેલ માણસ હતો અને જનક નામના માણસે પોતાની સીતા નામની કન્યા ને એની સાથે પરણાવી મોતના મુખમાં ધકેલી. પછી એ ઉપર ફીલમ બનાવું અને વીતરણ કે પ્રદર્શન કરવાવાળા પાછા રુપીયા કમાવવા કંઈક ઓર ઉમેરો કરે.

    ભારતમાં ચોર, ડાકુ, લુંટારા ઉપર કેટલીયે ફીલમ આવેલ છે કે સારા હતા અને લોકોનું ભલું કરતા હતા.

    પીંઢારા અને ઠગનો અંગ્રેજોએ નાશ કર્યો એના પછી કેટલીયે નવલકથાઓ અને ફીલમ આવી કે આ પીંઢારા અને ઠગ સારા છે જેમકે આજના મહારાષ્ટ્ર કે રાષ્ટ્રના અમેરીકા થી લઈ અફઘાનીસ્તાન સુધીના નેતાઓ કરી રહ્યા છે.

    રામ બોલો ભાઈ રામ કે હે રામ કે મંદીરોનું નીર્માણ કરનારા આ ઠગ અને પીંઢારા કહેવાય.

    Sd/= MKG, SVP, JNU, IG, You and Me and go on Editing and Writing.

    ReplyDelete
  9. Jai Jinendra,
    Dada, Sadar Namaskar,
    Conceptually, Apna Vicharo ma kranti che je aj-na youth ma jaroor che. Vicharo jani anand thayo, apni anukulta thi ek vakhat ahmedabad or mumbai, jarror vthi satsang karawa aa-vish.
    Sanjay Shah/09825017080

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર