કાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.
કુંટુંબમાં કોઈનું અચાનક કે અકાળે મૃત્યુ થયું હોય તો મરનારની આત્મા ભટકે છે અને ભટકતી આત્માની શાંતી કરવી જરુરી છે.
અકાળે મૃત્યુમાં દાખલા તરીકે રામની જેમ પાણીમાં ડુબી મરવું. કૃષ્ણનું ખુન થયેલ, એમ ખુનથી મૃત્યુ થાય. કૃષ્ણના જમાનો તીર કામઠાનો હતો એટલે તીર મારી મારવામાં આવેલ. ભીષ્મનું ઈચ્છામૃત્યુ હોવા છતાં યુદ્ધમાં તીરોના પ્રહારથી કંટાળી આપઘાત કરેલ. ૪-૫મી સદી પછી અપમૃત્યુમાં વધારો થયો. ૯-૧૨મી સદીમાં ઈશ્લામના શાસકોનું આગમન થતાં હીન્દુઓમાં રોજે રોજ સેંકડો હજારોમાં અપમૃત્યુ થતા ગયા. ઘણાંની શાંતી થઈ કે નથી થઈ.
આ શાંતીની વીધી સહજ, સરળ, સહેલી અને સસ્તી છે. ૧૦૦ કે ૨૦૦ ગ્રામ માંટી કે ભીની માંટી લઈ એની માનવ જેવી આભાસી કે ગમેએવી આકૃતી બનાવવી. સ્નેહીની શાંતી માટે આ કરું છું એમ કહી શબને દાટવામાં માનતા હો તો દાટી દેવો અને શબને બાળવામાં માનતા હો તો બાળી દેવો. એના માટે કોઈ હીન્દુ શમસાન કે મુસ્લીમ કબ્રસ્તાન કે ખ્રીસ્તી મસાણમાં જવાનું નહીં. એનો બારણે ઉભેલો રક્ષક કે કાર્યાલયનો કલાર્ક તમારી પાસેથી મૃત્યુનું અધીકૃત પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટીફીકેટ માંગશે અને એ વીધી નહીં કરો તો કદાચ જેલમાં જવાનો વારો આવે. દફન વીધી સહેલી છે તો બની શકે તો દફન વીધી કરવી. નર્મદા કીનારે, નાસીક, તાપી, કાવેરી, ગંગા યમુના નદી કીનારે જઈ વીધી કરવી એનાં કરતા આ વીધી સરળ છે.
આમ થોડીક માંટીથી કામ થઈ જતું હોય તો કોણ સોનાનો સાપ બનાવે?
આ સાપને પગ ન હોવાથી એ પેટે સરકીને ચાલે છે.બીચારા સાપને હાથ પગ નથી. મદારીની મોરલીનો અવાજ સાંભળવા કાન પણ ક્યાં છે? હવે આ સાપને ફુટબોલ કે વોલીબોલ રમવું હોય તો શું કરે? ફુટબોલ રમતાં ઉશ્કેરાઈ જાય કાંઈક પણ બોલે , મારામારી કરે તો રેફરી બીચારો શું કરે?
હાલે નવરાત્રી ચાલે છે અને રોજ યુવાનો નવરાત્રીના ડ્રેસમાં સજધજ થઈ દાંડીયા કે રાસ રમે છે. આ કાળસર્પના સાપને પણ દાંડીયા કે રાસ રમવાની ઈચ્છા થાય?
આ પ્રથમ ભાગને હજી થોડુંક એડીટ કરી બરોબર લખવાનું બાકી છે પછી બીજા ભાગ માટે રાહ જુઓ.
જરુરી ફોટાઓ મુકવામાં આવશે...
દશેરા કે કાળી ચૌદસ પહેલાં બધાને કાળ સર્પની બધી વીધી સમજમાં આવે એ રીતે કહેવામાં આવશે.
અરે કોઈ મરવા થોડા તૈયાર થાય? સિતા મૈયાને ઘરમાંથી કાઢી નાખવામાં આવેલ અને છેવટે એને જીવતી જમીનમાં દાટી દેવામાં આવેલ. તપાસ થવી જોઈએ કે નહી?
ReplyDeleteરાહ જોઈશું, બીજા ભાગની....સર્પની આજ અને કાલ.
ReplyDelete