welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 2 October 2013

ન્યાય.....

ન્યાય.....

ન્યાય શબ્દને ગુજરાતીલેક્ષીકોનમાં મુકી ગુજરાતી થી ગુજરાતી શબ્દકોષમાં જુઓ તો ૩-૪ પાના ભરાય એટલું લખેલ છે અને ગુજરાતી થી અંગ્રેજીમાં મુકો એટલે ગુજરાતીલેક્ષીકોન તરત જ કહે ન્યાય એટલે જસ્ટીશ કે જજમેન્ટ. કંઈક તથ્ય રજુ કરો અને તથ્યના આધારે નીર્ણય લો.

આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ દીવસ છે. આ મહાત્મા ગાંધીએ બકરી અને ગુજરાતી જોડણી ઉપર ભાર મુકી દેશને આઝાદી આપવામાં ઢીલ કરેલ છે. વળી સોમનાથ મંદીરના નીર્માણમાં ભાગ લઈ પત્થર પુજા કે પત્થર પ્રાર્થનાને મહત્વ આપેલ છે.

જેલમાં જવું કે સજા ભોગવવી એ કાંઈ મોટી વાત નથી. ભગતસીંહ જેલમાં ગયેલ અને ફાંસી મળેલ. કોઈકે તો ન્યાય કર્યો જ હશે ને?

ગાંધીજી પોતે ઘણી વખત જેલમાં ગયા હતા.

૧૯૪૭માં આઝાદી પછી મોરારજી દેસાઈ, ઈંદીરા ગાંધી વગેરે જેલમાં ગયા છે. ભાજપના પ્રમુખ લાંચ કેસમાં સજા પામી જેલમાં ગયા છે. પ્રમોદ મહાજનની ખબર છે? કરોડો, અબજોના માલીક સગા ભાઈની સગા ભાઈએ સવારના પહોરમાં ગોળી મારી સજા કરી.

કહેવાતા ગુરુ કે બાપુ આશારામ હજી જેલમાં છે અને સમાચાર આવ્યા કે લાલુ પ્રસાદ જેલમાં ગયા. આતો હજી પંયાયત કે ખાપ પંચાયતનો ન્યાય છે. તાલુકા, જીલ્લા કોર્ટ, હાઈ કોર્ટ અને સુપરીમ કોર્ટ ઘણે લાંબે છે.

હવે તો લોકો ખુલ્લે આમ કહે છે કે રામ જેનો કેસ લે એના ૧૫-૨૫ કરોડ ઓછા થાય અને જેલમાં જવાની સજા ચોકસ થાય. બોલો શીયારામ કે રામ જેઠમલાણીની જય...

મહાત્મા ગાંધી રામ રાજ્યનું સ્વપનું જોતા હતા એ હવે આવવા લાગ્યું છે....

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર