હકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....
મુંબઈની લોકલ ટ્રેનમાં બારી પાસે આરામથી બેઠો હતો અને મને ફોન આવ્યો કે શીવરી આવવાનું છે અને મને થયું ગાંધી જયંતી છે લગભગ રજા જેવું છે એટલે વચ્ચે ઉતરી મેડીકલેઈમના હકના પૈસા આપતાં કમ્પનીઓ કેવા કેવા બહાના કાઢે છે એ જણાવી આવીશ.
જયાં બેઠો હતો ત્યાં ચાર વરસની એક બાળકી આવી. પછી એની મમી આવી અને પછી એની નાની આવી. બાળકીને મમીએ કહ્યું તારો પરીચય આપ બાળકી જાણે માઈકની સામે ઉભી હોય એમ ૪-૬ લાઈનની કવીતા બોલી. ચાર વરસની બાળકીએ બધું પોતા વીશે કહ્યું જેમાં ચાર વરસની છું એમ પણ કહ્યું. નોટબુકમાં ડ્રોઈંગ કરું છું.
મેં એને મારી સમક્ષ નજદીક બોલાવી એક આંગળી ઉંચી કરી કહ્યું હકડો, બે આંગળી ઉંચી કરી કહ્યું બ, ત્રણ આંગળી ઉંચી કરી કહ્યું ત્રે અને હાસ્યનું મોજું ફર્યું. પછી મેં એને રીપીટ કરવાનું કહ્યું અને એ બોલી વન, ટુ, થ્રી એટલે ફરીથી હાસ્યનું મોજું ફર્યું.
મેં બાળકીની મમીને પુછ્યું તને ગુજરાતી આવડે છે? બાળકીને મમીએ કહ્યું મને ગુજરાતી અક્ષરો ઓળખતા આવડે છે પણ વાંચતા થોડીક ગડબડ થાય. મેં લખવા બાબત પુછ્યું તો કહે મને લખતાં બીલ્કુલ નથી આવતું. આઠમાંથી એકે કહ્યું ૫-૬ વરસ થયા નોટબુકમાં ગીત સ્તવન ઉતારેલ નથી પણ હજી ઉમરના હીસાબે અક્ષરોમાં લગભગ ફરક પડયો નથી.
મીત્રો આ હકડો, બ, ત્રે એ ઘણાં મરાઠી માણસોને મુંબઈમાં ખબર છે. ગુજરાતી વાંચવા લખવા બધા તાલીમ લે એ માટે આ લખાંણ મારા બ્લોગ, ફેસબુક અને ક્ચ્છીઓના કેવીઓઓર્કુટ ઉપર મુકેલ છે. ગુગલના ગ્રુપ ગુજબ્લોગ ઉપર લીન્ક આપેલ છે.
આ પોસ્ટ લખ્યા પછી અમેરીકાથી દીલીપ ભાઈ ભટ્ટનો તરત જ ફોન આવેલ. ગુજરાતી માટે...વાહ વાહ ગુજરાતી.....હકડો, બ, ત્રે...
ReplyDeleteમોઈદાંડીયા રમતી વખતે દાંડીયા વડે અંતર માપવામાં વક્કટ, લેન, નાર વગેરે ગણતરી માટેના શબ્દો આવતા તે અંગે કાંઈ ખબર નહોતી...પછી જ્યારે અમીતાભનું અગ્નીપથ જોયું તો તેમાં મીથુન ચક્રવર્તી ડગલાં ભરતી વેળા વક્ક્ટ, લેન વગેરે બોલતો હતો ! હજી આ શબ્દો મારે માટે તો રહસ્ય જ છે !! મેં હકડો, બો એમ સાભળ્યું છે...
ReplyDelete