welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 2 November 2012

રેલવેના સ્લીપર કલાસ માટે હવે ઓળખપત્ર ફરજિયાત. જમાનો આવ્યો ઓળખ પત્રનો અને મડદું મસાણમાં લઈ જસો તો મડદાનું ઓળખ પત્ર જરુરી બનસે.




રેલવેના સ્લીપર કલાસ માટે હવે ઓળખપત્ર ફરજિયાત

ઓળખપત્ર બાબત નીયમીત સમાચારો આવતા હોય છે. સો વરસ પહેલાં એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો કોઈ વીધી ન હતી. જેને ફાવે એમ આવ જા કારી શકતા.

અત્યારે નેપાળના લોકો ભારતમાં બહુજ ઓછી તકલીફે વીસા વગર આવ જાવ કરી સકે છે. ઘણાં દેશોમાં આવી સગવડ હોય છે અને સરહદ નજીકનો લોકો આવ જાવ કરી સકે છે.

ભારતમાં ૬૦ વરસ પહેલાં શાળા પ્રમાણપત્ર કે જન્મ તારીખ બાબત કોઈ ચોક્કસતા ન હતી. જન્મ તારીખ શું છે એ ગામડાના લોકોને ખબર ન હતી અને જરુર પણ ઓછી પડતી.

આ જન્મ તારીખમાં ગોટાળા બાબત ૪-૬ મહીના પહેલાં ભારતના લશ્કરના વડા  જનરલ વીજય કુમાર સીંઘ (વીકે સીંઘ)  સુપરીમ કોર્ટે ચડયા હતા.

ખોટી જન્મ તારીખથી બઢતીના બધા લાભ લઈ નીવૃતી વખતે સુપરીમ કોર્ટ ગયેલ અને હવે અન્ના હજારે સાથે ભૃસ્ટાચાર હટાવવા જોડાયેલ છે.

સરહદ પાસે એક દેશમાંથી બીજા દેશમાં લોકો આવ જાવ ન કરે એ માટે સરહદ પાસે ઓળખ પત્ર જરુરી બન્યા. પછી તો આ ઓળખપત્રની વણજાર શરુ થઈ.

ઈન્કમ ટેક્ષ પેન કાર્ડ, ચુંટણીના મતદાર ઓળખ પત્ર, રેશનીંગ કાર્ડમાં નામ, બેન્કના ખાતાની પાસ બુક, આ સીલસીલો ગામની અને ગામના ચોરાની સભાઓ  સુધી ચાલ્યો.

હવે જમાનો આવ્યો આધાર કાર્ડનો.

ફોર્મમાં નામ, પીતાનું નામ, જન્મ તારીખ, સરનામું લખવું અને અમુક ડોક્યુમેન્ટ આપ્યા પછી કોમ્પ્યુટર સામે બેસવાનું અને ફોટો કઢાવવો.

આંખો અને કીકીઓનો
ફોટો કઢાવવો. બન્ને હાથની ચાર વતા ચાર આંગળીઓના ફોટા અને બન્ને અંગુઠાના ફોટા કઢાવવા.

પાપડી, ગાંઠીયા, ફાફળા બનાવવું સહેલું હોઈ સકે.

આ પાપડી, ગાંઠીયા કે ફાફળાનું ૨-૫ લાખ નહીં પણ ૨-૫ કરોડનું મસીન આવે અને શરુઆત થી પેકીંગ સુધી બધું ઓટોમેટીક થાય એને હાઈજેનીક ફાફળા કહેવાય.

આ આધાર કાર્ડનું પણ એવું જ છે. બાઈઓ મેટ્રીક આધાર કાર્ડ.

જમાનો આવ્યો ઓળખ પત્રનો અને મડદું મસાણમાં લઈ જસો તો મડદાનું ઓળખ પત્ર જરુરી બનસે.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર