welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 3 November 2012

અંધારુ : અમાસની અંધારી રાત, દીવાળી : લક્ષ્મી પુજન, ઘુવડ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગતો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.


અંધારુ : અમાસની અંધારી રાત, દીવાળી : લક્ષ્મી પુજન, ઘુવડ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગતો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.

બ્રહ્માંડની રચના થઈ એ અગાઉ અંધારુ હતું અને આજે પણ બ્રહ્માંડમાં વર્ચસ્વતો અંધારાનું જ રહ્યું છે.
પછી તારાઓની રચના થઈ અને પ્રકાશની આશા બંધાણી.

પૃથ્વી સુર્યની આસપાસ ગોળ ચક્કર મારે છે તથા પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગોળ ચક્કર મારે છે એટલે
જ્યારે સુર્ય ન દેખાય એ સાંજ થી સવાર વચ્ચેના સમયમાં અંધારુ હોય છે.

પછી દીપકની શોધ થઈ અને છેવટે વીજળી લાઈટથી ઠેક ઠેકાણે અજવાળું થયું.

ઠેર ઠેર પત્થરની પુજા કરનારાઓ, શીતળા દેવી, હડકવા દેવ, પોલીયા કે લકવા દેવ કે લકવા પીર, લક્ષ્મી કે એવી કઈ કેટલીએ દેવીઓ, દેવ કે છેવટે પત્થરના લીંગની પુજાનું વળગણ છુટતું નથી.  આમા બધા હીન્દુઓ, જૈનો અને બૌદ્ધ આવી જાય.

બૌદ્ધના જમાનામાં શરુઆતની ગુફાઓમાં મુર્તી પુજાની વ્યવસ્થા ન હતી પણ વળગણને કારણે બૌદ્ધ પછીના
ત્રણ ચારસો વરસમાં પત્થરની મોટી મોટી મુર્તીઓ બનવા લાગી અને ક્યાંક તો આખાને આખા પહાડને કોતરી
 હાલના અફઘાનીસ્તાનના બામીયાન જેવી મુર્તીઓ બનાવી નાખી.

આને કહેવાય દીવા તળે અંધારું. બીચરો દીપક ગમે એટલો પ્રકાશ આપે તળીયામાં તો અંધારુ જ દેખાય.


દંભી લોકો આજે પણ મંદીરોમાં અખંડ જયોત કે દીપકના નામે દીવા રાખે છે અને અમાસની અંધારી રાતે
 દીવાળીની ઉજવણી કરે છે.

સાચું કહો તો લક્ષ્મીના વાહન ઘુવડની જેમ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગવાનો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.

મારો બ્લોગ વીવેકપંથ 

ગુજરાતીમાં ટાઈપ કરવાનું પાટીયું....

1 comment:

કોમેન્ટ લખવા બદલ આભાર