==
ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.
ભૃષ્ટાચાર અને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સામે ચડવડ રોજે રોજ જોર પકડતી જાય છે.
ભારતમાં ૩-૫ હજાર વર્ષથી ધર્મ, રામાયણ મહાભારતની કથાઓના વર્ચસ્વને કારણે આત્મા - પરમાત્મા, પુર્વ જન્મ - પુનઃજન્મ, નરક - સ્વર્ગ અને કર્મ - મોક્ષમાં શ્રદ્ધા રાખનારાઓની ફોજ વધતી ગઈ. ઠગ અને લુટારાઓ પણ એમાં ભેગા થઈ ગયા. ધર્મ ગુરુઓને આજ જોઈતું હતુ અને ગુરુઓ પણ ઠગની જમાતમાં ભળી ગયા.
લોકોને ખબર ન પડી અને ભૃષ્ટાચારીઓની સાથે આંતકવાદીઓ પણ ભળી ગયા. દારુણ ગરીબાઈ વધતી ગઈ. દુનીયામાં માથાદીઠ આવક વધે કે સમૃદ્ધી ત્રણ ગણી થઈ જાય તો પણ એ બધું મુઠીભર લોકો લઈ જાય છે અને ગરીબો વધુ ગરીબ બની ગયા.
ધર્મ ગુરુઓ આશ્ર્વાસન આપે છે કે એ બધું કર્મના પ્રતાપે બને છે અને દલીત અત્યાચાર, બાળ મજુરી કે મહીલા અત્યાચાર પણ કર્મનો ભાગ છે. વીધવા પણ માને છે કે કર્મના કારણે વીધવા થવું પડયું.
કાયદાથી ભૃષ્ટાચાર હટાવવો સહેલો છે પણ આખાત્રીજના જે બાળ લગ્નો થાય છે એ હીસાબે કાયદો પેપર ઉપર જ રહી જાય છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશની કાયદા દ્વારા મનાઈ હોવા છતાં લોકો ખુલ્લે આમ એનો ઉપયોગ કરે છે. બંધારણ દ્વારા આભળછેટ નાબુદ બની પછી બીજા દસેક કાયદા બન્યા પણ હજી દલીતો ઉપર અત્યાચારના સમાચાર રોજે રોજ આવ્યા કરે છે. એટલે કે પ્રજા કાયદાના અમલમાં સહકાર આપે તો જ કાયદાનો અર્થ સરે અને ભૃષ્ટાચાર કે આંતકવાદ ઘટે.
આજ ગુરુવાર ૨૦.૧૦.૨૦૧૧ના ઘણાં સમાચાર પત્રોમાં સમાચાર છે કે મહારાષ્ટ્રમાં મનસે કે શીવસેનાના લોકો અન્ય પ્રદેશના લોકો ઉપર પ્રાંતવાદ કે ભાષાવાદના બહાના હેઠળ હુમલા કરે છે એની સામે અન્ના હજારે કાંઈ બોલતા નથી અને હાલી નીકળ્યા દીલ્લીમાં ઉપવાસ કરવા.
આ લોકપાલ કે જન લોક્પાલ બીલમાં ચાર્ટરની વ્યવસ્થા છે એટલે કે દરેક સરકારી કાર્યાલયમાં નોટીસ બોર્ડ રાખી નીતી નીયમો લખવામાં આવશે.
રસ્તા કે સાર્વજનીક જગ્યાઓ ઉપર જે રીતે ધર્મનો ખુલ્લો પ્રચાર થાય છે એ બંધ થવો જોઇએ. કેન્દ્ર, રાજય કે નગરપાલીકાના કાર્યાલયોમાં, શાળાઓમાં, આયકર અને વેંચાણ વેરા કે એક્સાઈઝની ઓફીસમાં ખુલ્લે આમ ધાર્મીક વીધીઓ થાય છે અને દેવ દેવીઓના ફોટાઓ કે પુતળા (પત્થરની મુર્તીઓ) મુકવામાં આવે છે. રસ્તા કે સાર્વજનીક જગ્યાએ ખુલ્લે આમ સરઘસો, રથ યાત્રાઓ કાઢી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. ધારા સભ્યો બેસી લોકોના કલ્યાણની જ્યાં ચર્ચા કરતા હોય ત્યાં પણ ધાર્મીક વીધી માટે જગ્યા રાખવામાં આવે.
લોકપાલ કે જન લોકબીલ કાયદો બન્યા પછી ચાર્ટરમાં ખુલ્લે આમ થતા ધાર્મીક પ્રચાર ઉપર બંધી મુકવામાં આવશે. ધાર્મીક રજાઓ કે શાળામાં થતી પ્રાર્થનાઓ ''ઓ ઈશ્ર્વર ભજીયે....'' વગેરે બંધ થશે.
મહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી મુર્તી કે પત્થર પુજાને પ્રોત્સાહન આપેલ છે. આતંકવાદમાં અલગ અલગ પ્રકાર છે. કોઈને પોતાનો પ્રદેશ દેશથી અલગ કરવો છે તો કોઈને ગરીબાઈ હટાવવી છે. આતંકવાદીઓમાં મુર્તી કે પત્થર પુજા વીરુદ્ધ છે એ ખુલ્લે આમ પ્રચાર કરી હુમલા કરે છે.
રામની રથ યાત્રા હોય કે રસ્તા ઉપર થતી નમાજ એ જાહેરમાં થતું હોય ત્યારે ધર્મનો પ્રચાર કે પ્રસાર થાય છે.
મીત્રો ભારતમાં ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મને કારણે છે અને ધર્મને જાહેર જીવનથી અલગ કરવું જરુર છે.
ધર્મને જાહેર જીવનથી અલગ કરવાથી સમસ્યા ઉકેલાવાને બદલે વકરશે. ધર્મના થતા દુરૂપયોગને રોકવાની જરૂર છે, નહિ કે ધર્મને દૂર કરવાની. ધર્મનો અર્થ થાય છે, કર્તવ્ય. આપણે કહીએ છીએ ને કે, આ મારો ધર્મ છે અર્થાત આ મારૂ કર્તવ્ય છે. દરેક ધર્મ પોતપોતાના વિસ્તારમાં એની રીતે બરાબર છે. જેતે વિસ્તારના ધામ-કર્તવ્યએ સીમાડા વટાવ્યા પછી જ સમસ્યાઓ શરૂ થઇ છે. હવે એ તો ટાળી શકાય તેમ નથી પણ તેને મર્યાદામાં રાખવાથી સમસ્યા હળવી કરી શકાય તેમ છે. રાજનીતિને કોઈ અંકૂશમાં રાખી શકે તેમ હોય તો તે ધર્મ છે. ધર્મને નામે જો રમખાણો થઇ શકતા હોય તો ધર્મના નામે સદભાવના પણ ફેલાવી શકાય છે. ‘ધર્મ’માં નક્કી કરવામાં આવેલા નિયમો સમાજને સુવ્યવસ્થિત ચલાવવા માટે જ નક્કી કરાયા હતા. પરિવારમાં પરસ્પરના વ્યવહાર ધર્મ દ્વારા નક્કી કરવામાં આવ્યા એટલે જ લોકો આજે પણ તેને વળગી રહ્યા છે. પરિણામે પશ્ચિમ કરતા આપણા પરિવારો વધુ સલામત છે. પશ્ચિમની અસરમાં ધર્મનું વળગણ દૂર કરાય છે ત્યાં પરિવારો તૂટે છે. જેતે સમયે નક્કી કરેલા નિયમો આજના સંદર્ભમાં ફેરફારને પાત્ર છે પણ કેટલાક જક્કી ધાર્મિક નેતાઓ ધર્મમાં એકવાર નક્કી થયું તેમાં ફેરફાર કરવાનું નકારે છે. તેમનો સમાજ પાછળ રહે છે તે તેમને દેખાતું નથી. આપણે એમાં દબાણ ન કરી શકીએ પણ ધર્મનો દેશ હિતમાં જ્યાં થઇ શકે ત્યાં સદુપયોગ કરવાના રસ્તા વિચારવા જોઈએ. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના સમયમાં ધર્મનો શાસન પર અંકૂશ હતો તેથી જ તે સમયે સુશાસન હતું. અત્યારે આપણે ધર્મને શાસનથી દૂર રાખીએ છીએ એટલે જ હાલમાં દેશમાં કુશાસન જેવી સ્થિતિ છે. ધર્મ શાસનને માર્ગદર્શન આપે તે જરૂરી છે પણ ધર્મ શાસન સંભાળવા બેસી જાય તો અનર્થ સર્જાય. આ ભેદ સમજવાની જરૂર છે.
ReplyDeleteSd/=
Ram Thacker (કચ્છી માડુ)
Has worked at VavadWent to k.vLives in BhujMarriedKnows Gujarati, Hindi, KutchiFrom Nakhtrana, Gujarat, IndiaBorn on 04 March
http://www.facebook.com/note.php?note_id=301089119916667
ગરીબીરેખાનો સૂચકઆંક જેટલો નીચો, દેશમાં ગરીબોની સંખ્યા એટલી ઓછી ! ગરીબીરેખાનો નવો દર Rs.૩૨ નો કર્યા પછી આજે ભારતમાં ૪૦.૭૪ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવતા હોવાનું કહેવાય છે. (આ આંકડો પ્લાનિંગ કમિશને માત્ર અંદાજ માંડીને તારવ્યો છે). માનો કે ગરીબીરેખા Rs.૩૨ ને બદલે Rs.૫૦ મુજબ ગણો તો શું બને? દેખીતી વાત કે દેશમાં ગરીબોની સંખ્યાનો ફિગર ૪૦.૭૪ કરોડ કરતાં ક્યાંય વધી જાય. ગરીબીનાબૂદીનાં બણગાં ફૂંકતી સરકાર માટે એ સ્થિતિ આવકાર્ય નથી.
ReplyDeleteदौलत के मामले में भारतीय आगे निकल रहे हैं। भारतीयों की औसत संपत्ति पिछले 10 साल में लगभग तिगुनी होकर 5,500 डॉलर (करीब 2.70 लाख रुपये) तक पहुंच गई है। इसी के चलते भारत ग्लोबल वेल्थ में योगदान करने वाल छठा सबसे बड़ा देश बन गया है। यह बात इन्वेस्टमेंट बैंकिंग क्षेत्र की प्रमुख संस्था क्रेडिट सुईस की ग्लोबल वेल्थ की रिपोर्ट में कही गई है।
ReplyDeleteहालांकि भारतीयों की औसत संपत्ति 51,000 डॉलर के ग्लोबल ऐवरेज से बहुत कम और स्विट्जरलैंड के प्रति व्यक्ति 5,40,010 डॉलर की एक फीसदी के बराबर है। रिपोर्ट के मुताबिक, भारत में 2000 में प्रति व्यक्ति संपत्ति 2,000 डॉलर थी जो फिलहाल बढ़कर 5,500 डॉलर हो गई है लेकिन संपत्ति का बंटवारा अब भी बहुत बेतरतीब है और यहां गरीबी बहुत ज्यादा है।
के्रडिट सुईस ने अपनी रिपोर्ट में कहा कि भारत में संपत्ति बढ़ रही है और मध्य वर्ग और अमीरों की तादाद बढ़ रही है हालांकि हर किसी की इस बढ़ोतरी में हिस्सेदारी नहीं है और अब भी बहुत ज्यादा गरीबी है। रिपोर्ट के मुताबिक भारत में 43 फीसदी युवाओं की संपत्ति 1,000 डॉलर से कम है ,जबकि विश्व में औसत 27 फीसदी लोगों की संपत्ति 1,000 डॉलर से नीचे है।
भारतीय जनसंख्या के बहुत छोटा वर्ग (0.4 फीसदी) की शुद्ध परिसंपत्ति 1,00,000 डॉलर से ऊपर है। भारत समेत उभरती अर्थव्यवस्थाओं के योगदान के कारण ग्लोबल वेल्थ जनवरी 2010 से 14 फीसदी बढ़कर जून 2011 में 231,000 अरब डॉलर हो गई है।
ग्लोबल वेल्थ में योगदान देने के मामले में अमेरिका नंबर वन पोजिशन में है। वहीं एशिया पसिफिक भी ग्लोबल वेल्थ में योगदान देने में काफी आगे है। इनमें चीन, जापान, ऑस्टे्रलिया और भारत छह सबसे प्रमुख देश हैं।
==
ReplyDeleteશ્રી કાન્તિભટ્ટ ની કલમ ના પ્રહારો...
ભારતમાં ધરમનો ધમધોકાર ધંધો - Relion the rocking business in india - www.divyabhaskar.co.in
www.divyabhaskar.co.in
Relion the rocking business in india Business Gadhriya, Kanti
સત્ય સાઈબાબાના શયનખંડમાંથી કરોડોનું સોનું અને રોકડ નીકળ્યા છે. આ તેમના ધરમનો વકરો છે. ભારત એક જબ્બર વિરોધાભાસવાળો દેશ છે. અહીં ૨૧મી સદીની ટેક્નોલોજીના ખેરખાંઓ કમાય છે. પણ તેના કરતાં બાબાઓ, બાપુઓ અને ધરમનો ધંધો કરનારા વધુ કમાય છે.
સ્કૂલો બંધાય તે કરતાં મંદિરો વધુ બંધાય છે. મંદિરો સામે વાંધો નથી. દરેક એક મંદિર સાથે એક સ્કૂલ બંધાવી જોઈએ જ. પ્રથમ વડાપ્રધાન પં. નહેરુએ પણ ૬૦ વર્ષ પહેલાં કહેલું કે ભારતમાં ૧૩ લાખ સાધુઓ અને ૩૯ લાખ ભિખારી છે. પણ પછી ૨૦૦૧ની સાલમાં સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે ૮૪ લાખ સાધુઓ થયા પણ તેમાં બે ડઝન તો સુપર સાધુઓ છે જે બિલિયોનેર છે. જુન મહિનો આવે એટલે ગરીબ મા-બાપોને તેમનાં પુત્ર-પુત્રીને સ્કૂલમાં એડમિશન માટેની ફીના R ૧૦,૦૦૦થી R ૨૦,૦૦૦ની ફીકર થવા માંડે છે.
કાંદિવલીનો હજામ હારુન વ્યાજે પૈસા લેવા જાય છે તેના બાળકોને સ્કૂલ પ્રવેશ માટે. બીજી બાજુ એક જ સપાટે કોઈ સાધુના કહેવાથી મંદિર કે દહેરાં માટે લાખ્ખો રૂપિયા મળે છે. અયોધ્યામાં ૧૧,૦૦૦ મંદિરો છે. ૨૫૦૦ જેટલા આશ્રમો પાંચ વર્ષ પહેલાં હતા તે આજે દોઢા થયા છે. મોટા ભાગના આશ્રમો કાળાં નાણાં વડે બંધાયા છે. મેં પાંચ વર્ષ પહેલાં એક ગાયત્રી મંદિરની યાત્રા કરેલી. ત્યાંના એક યોગીએ જ અમને ભારતમાં ધરમના ધંધાની વાત કરી હતી. માત્ર ગણ્યા ગાંઠ્યા બાબાઓ આ ધંધાથી દૂર છે. સુરેન્દ્રનગર નજીકના જાખણ ગામના તપસ્વી રાજર્ષિ મુનિ જે એક જમાનામાં ભાવનગરની કોલેજના પ્રોફેસર હતા તે અને બીજા ઘણા પબ્લિસિટીથી દૂર રહે છે. બીજા બીજા સ્વામીઓને તમાકુની જેમ કેમેરાનું વ્યસન થઈ ગયું છે.
ગાયત્રી મંદિરના યોગીએ કહ્યું કે ભારતમાં ભ્રષ્ટાચારી પ્રધાન કે સચિવ કે પોલીસ ઓફિસર એ તમામના પોતપોતાના ગુરુઓ છે. બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકરના ભક્તોમાં ઘણા ભ્રષ્ટાચારી બ્યુરોક્રેટો છે. તેમના આ ગુરુઓ ઉપરાંત સૌને પોતપોતાનાં કુળદેવી છે. તે કુળદેવીને, ભવાની માતાને, મહાલક્ષ્મીને, સિદ્ધિ વિનાયકના મંદિરને શરણે જઈ લાંચરુશ્વતનાં પાપ ધૂએ છે. હવે એમ લાગે છે આખા ભારતમાં ૧ સદીમાં ૩૩ કરોડ ગુરુઓ-સાધુ થઈ જશે કારણ કે સાધુ થવામાં જલદી માલામાલ થઈ શકાય છે. કર્ણાટકમાં અને બેંગલોરમાં એક નંબરનો ભ્રષ્ટાચાર ચાલે છે. તેની વિધાનસભાના પૂર્વ સ્પીકર તેમના ઘરે ભુવનેશ્વરી માતાનું મંદિર રાખે છે. તેમની આ દેવીને સારી એવી ‘ભેટો’ આવે છે.
બાબા રામદેવને આપણા સેલિબ્રિટીઓએ જ ઊંચા ચઢાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ સત્ય સાઈબાબા જીવતા હતા ત્યારે મળતા. શ્રી શ્રી રવિશંકર અને રામદેવને મળતા. હરિદ્વારમાં ગાયત્રી મંદિરની કોલેજના પદવીદાન સમારંભમાં અબ્દુલ કલામ ગયેલા. એકલા કર્ણાટકનાં મંદિરોની આવક ૨૦૦૬માં ૧૦૦ કરોડની થઈ ગઈ. મંદિરોની એટલી બધી પબ્લિસિટી થઈ કે ૨૦૦૨માં R ૪૦ કરોડની આવક હતી તે અઢી ગણી થઈ ગઈ.
સિદ્ધિ વિનાયકના મંદિરે સંજય દત્ત, સચિન કે મુકેશ-નીતા અંબાણી દર્શને જાય તો ટીવીના કેમેરા ટપકી પડે છે. તિરુપતિના મંદિરે અનિલ અંબાણી જાય તો કેમેરા હાજર હોય છે. સંજય દત્ત પર શસ્ત્રો રાખવાનો કેસ ચાલતો હતો ત્યારે સિદ્ધિ વિનાયકના દર્શને ગયેલો. ઐશ્વર્યા રાય અને તેના સસરા જાહેરમાં યાત્રા કરે છે. અમિતાભ સાબરીમાલાના દર્શને ટેકરીએ ચઢે છે. ઐશ્વર્યાને પાઘડીએ મંગળ છે એટલે કાશી વિશ્વનાથના મંદિરે જઈ આરતી કરે છે. રુદ્રાભિષેક યજ્ઞ કરે છે. ખરેખર તો સાબરીમાલાના દેવતાને ખુશ કરવાને બદલે બાળકોના આરોગ્યને હાનિ કરનારા કોલાની- પીણાની જા.ખ.ને છોડવી જોઈએ.ઠેર ઠેર ભારતમાં પિતા હરિવંશરાયના નામની સ્કૂલો હોવી જોઈએ.
મધ્ય પ્રદેશની સરકારે મુસ્લિમો હજ પઢવા જાય તેને માટે પાંચ વર્ષ પહેલાં ખર્ચના ૫૦ ટકાની સબસિડી જાહેર કરેલી. એ પછી હિન્દુઓ, પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનાં દર્શને જાય છે તેના ખર્ચમાં પણ સબસિડી જાહેર કરી હતી. બૌદ્ધધર્મીઓએ કંબોડિયામાં એંગકોર વાટના મંદિરની યાત્રા માટે સબસિડી માગી તો તે પણ મળી. ભારતમાં ક્યાંકને ક્યાંક ગણેશની કે હનુમાનની મૂર્તિ પ્રગટ થાય છે. પટણાના એક વૃક્ષ પાસે ગણપતિ પ્રગટ થાય તો મૂર્તિ પાસે નોટો-સિક્કાના ઢગલા થઈ ગયા.
એડવર્ડ લ્યૂસ એક ભારતીય સ્ત્રીને પરણ્યો છે એટલે ગૌમૂત્રને આંખે લગાડે છે! નાગપુરમાં ગાયનાં છાણ-મૂત્રમાંથી દવા બને છે. આ સેન્ટરનો દાવો છે કે ગૌમૂત્રથી કેન્સર અને મોટાપો દૂર થાય છે. ગાયના છાણમાંથી માથાનો ખોડો દૂર કરવાનો શેમ્પુ તૈયાર થાય છે. ભારતના ધરમની આ રામાયણ છે. આ તો પ્રથમ અધ્યાય જ છે.