welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 31 October 2011

કથની ભૂષ્ટાચારી અમલદારોની.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com




મુંબઈથી બહાર પડતાં મુંબઈ સમાચારમાં ધીરજ રાંભીયા નીયમીત લખે છે " જન જાગે તો સવાર"

વાંચો નીચે
કથની ભૂષ્ટાચારી અમલદારોની.

ગત લેખાંકમાં આરટીઆઇના સમુચિત ઉપયોગથી જન-સામાન્યને થતી દુવિધાને સુવિધામાં સફળ રીતે ફેરવવાની વાત વિગતે આપણે જાણી. તરુણ મિત્ર મંડળના સમર્પિત કાર્યકરોએ મહાનગરપાલિકાના જી. નોર્થ વોર્ડના અધિકારીઓથી માંડી મુંબઇના પ્રથમ નાગરિક- મેયરના કાર્યાલયને દોડતા કરી મૂકવાની એ વાત હતી. આજે પુનઃ એક વખત સંસ્થા સંચાલિત આર. ટી. આઇ. કેન્દ્ર- દાદરના એ જ સમર્પિત કાર્યકરો મહેનતથી ઉજાગર થયેલા ભ્રષ્ટાચારી અમલદારોની આ કથની છે.

વર્ષ ૨૦૦૯માં દાદર, ગોખલે રોડ (ઉત્તર)ની એક ગલી, નાનકડા રસ્તાની (બાબરેકર માર્ગ)ની ફૂટપાથોનું પેવર- બ્લોકથી નવીનીકરણ કરવામાં આવ્યું. નવીનીકરણના તદ્દન ટૂંકા સમયમાં પેવર-બ્લોકો ઉખડી ગયા છે. દબાઇ ગયા અને એના કારણે ફૂટપાથો ચાલવાલાયક રહી નહીં. ફૂટપાથોની આસપાસ રહેતા નાગરિકોની સહી લઇ એક લેખિત ફરિયાદ મહાનગપાલિકાના જી-ઉત્તર વિભાગના વોર્ડની કચેરીમા કરવામાં આવી. આ ફરિયાદ પર કોઇ કાર્ય કરવાનું તો બાજુ રહ્યું, લક્ષ સુદ્ધાં આપવામાં આવ્યું નહીં. અર્થાત પેધી ગયેલા બાબુઓએ એ અરજી કાં તો દબાવી દીધી અને કાં તો એને કચરાપેટીને હવાલે કરી દીધી. મહાનગરપાલિકાનાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર સિટી કે જેમની કચેરી નવજીવન સોસાયટી સામે પઠે બાબુરાવ માર્ગ ગ્રાન્ટ રોડ પર છે અને જે ફૂટપાથ રસ્તાઓના સમારકામ તથા નવીનીકરણની પ્રક્રિયા સંભાળવા જવાબદાર છે. એમના પર તા. ૮ જૂન ૨૦૧૦ના આર.ટી.આઇ. કાયદા હેઠળ ઉપરોક્ત લેખિત ફરિયાદનાં અનુસંધાનમાં અરજી કરવામાં આવી. જેેમણે આ અરજી સબંધીત જાહેર માહિતી અધિકારીને મોકલી આપી. વાચકો, આ વાતની ખાસ નોધ લે કે જ્યારે જાહેર માહિતી અધિકારીની વિગતો/ માહિતી આપની પાસે ન હોય, જે બિલકુલ સંભવ છે, કારણ કે આર.ટી.આઇ. કાયદા હેઠળ હજારો જાહેર માહિતી અધિકારીઓની પી.આઇ.ઓ.ની નિમણૂંક થઇ છે એટલે એ બધાનાં નામ-સરનામાં સામાન્ય નાગરિક પાસે ન હોય, એવા સંજોગોમાં સંબંધિત ખાતાના ઉપરી અમલદારોના નામે આર.ટી.આઇ. અરજી કરી આપતા જાહેર માહિતી અધિકારીને અરજી સંબોધિત કરી ખાતાના ઉપરી અમલદારની કચેરીમાં- કાર્યાલયમાં આપવાની, એ અધિકારીની ફરજ છે કે એ લાગતા-વળગતા માહિતી અધિકારીને મોકલાવે અને એની જાણ અરજીકર્તાને પણ કરે.

ત્રીસ દિવસની સમયમર્યાદામાં અરજીકર્તાને જવાબ મળ્યો. ઓર્ડરની નકલ પણ મળી. પરંતુ અરજીકર્તાઓના આગેવાન, દાદર કેન્દ્રના નિયામક મહેન્દ્રભાઇ ધરોડને એમ લાગ્યું કે આપેલ માહિતી પૂરી નથી અને કોઇકને છાવરવાની ગંધ એમને જવાબમાંથી મળી. આથી એમણે ડેપ્યુટી ઓફ એન્જિનિયરના કાર્યાલયને પત્ર લખ્યો કે આર.ટી.આઇ. કાયદાની કલમ-૮ હેઠળ એઓ સંબંધિત ફાઇલનું નિરીક્ષણ- ઇન્સ્પેકશન કરવા માંગે છે. પત્રમાં કલમ-૪ પણ અક્ષરશઃ ટાંકી પત્રમાં એમણે લખ્યું કે હું તા. ૩૦-૧૧-૨૦૧૦ના રોજ મારા અન્ય સાથીઓ સાથે આવીશ, આથી આપ સંબંધિત ફાઇલ શોધીને તૈયાર રાખજો. ૩૦ નવેમ્બરે મહેન્દ્રભાઇ એમના સાથીઓ સાથે ઇન્સ્પેકશન માટે પહોંચી ગયા. ફાઇલ તૈયાર રાખવામાં આવેલી. એના નિરીક્ષણમાં ધ્યાન આવ્યું કે (૧) ફૂટપાથ રિપેરીંગ -રિબ્લોકિંગ કરવાની ગેરેંટી ૫ વર્ષની ટેન્ડરમાં દર્શાવેલ હતી. (૨) ટેન્ડરની એક શરત પ્રમાણે જો મહાપાલિકાને કામ બદલ કોઇ ફરિયાદ મળે તો કોન્ટ્રેકટરે ૪૮ કલાકમાં ફરિયાદના નિવારણ માટેનું કાર્ય કરી નાખવું જોઇએ અને એ પણ પોતાના ખર્ચે. (૩) જે ટેન્ડર ફોર્મ ભરાયેલું એ રસ્તા માટેનું ટેન્ડર ફોર્મ હતું. (૪) બેન્ક ગેરંટીની ફોટોકોપી પણ ફાઇલમાં નહોતી. વગેરે વગેરે. આ બધી ખામીઓ મહેન્દ્રભાઇએ જ્યારે ત્યાના અધિકારીને જણાવી ત્યારે તેઓ અવાક થઇ ગયાં. મહેન્દ્રભાઇ અને સાથીઓ દાદર પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્ય અને અચંબા વચ્ચે ફૂટપાથ રિપેરીંગનું કાર્ય શરૂ થઇ ગયું હતું. અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર રોડસ ખાતાના સિનિયર અધિકારી કાર્ય પર દેખરેખ રાખી રહ્યા હતાં. ચાર દિવસમાં સમગ્ર બંને તરફની ફૂટપાથ વ્યવસ્થિત કરી, કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. કાર્યનિષ્ઠ, સેવાભાવી કાર્યકરોની જહેમતથી બાબરેકર માર્ગ પર રહેતાં અને એ માર્ગ વાપરતા આમઆદમીની પરેશાની દૂર થઇ. આર.ટી.આઇ. કાયદાનો જયજયકાર થયો. કર્મનિષ્ઠ કાર્યકરોના સંપર્ક નંબર છે. મહેન્દ્ર ધરોડ- ૯૮૬૯૪૨૯૫૪૩, અશોક છેડા- ૯૮૧૯૪૮૧૬૬૬, જયેશ જસાની- ૯૮૩૩૦૬૫૩૯૨ તથા પારસ દેઢિયા ૯૭૬૯૩૬૮૪૯૫. આપ સર્વ વાચકો પણ આપના અધિકાર માટે જાગૃત થાય એ ઇજન સહ . (ક્રમશઃ)

-----

મુખવાસ

અંધેરો કો ઉજાલો મેં બદલના અબ જરૂરી હૈ,

રાષ્ટ્રહિત કો સંભાલના અબ જરૂરી

જરૂરી યહ ભી હૈ, કિ લલકારે વ્યવસ્થા કો,

યુવાનો ઔર યુવતીયો કા મચલના અબ જરૂરી હૈ!



http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર