અઘોર પંથ અને વીધી.
મસાણમાં સાધના કરવી. દીવસે ઉંઘવું અને રાતના વીધી કરવી. ખાવા પીવામાં મળ મુત્ર લોહી માંસ બધુ ચાલે. ગળામાં નર માનવની ખોપરીની માળા અને એનું જ કમંડલ. ક્યારેક શીષ્યો હોય. મસાણમાં પ્રાણીમાં કુતરા સીવાય કોણ સાથ આપે?
ઉજ્જૈન, નાસીક, બંગાળ કે આસામના કોઈ કાલ ભૈરવ કે કૈલાસ મંદીરમાં પણ સાધના થાય. અજંતા, ઈલોરા કે એલીફન્ટાની ગુફાઓમાં પણ સાધના થાય. વીધી સહેલી ને સરળ છે. ઘંઉ કે ચોખાના લોટની માનવ આકૃત્તી બનાવવી. જુઓ કમાલ. એ આકૃત્તીમાં આત્મા પ્રવેશ કરશે પછી વાતો કરી કામ કઢાવો.
નેટ ઉપર અઘોર, પંથ, વીધી કે એવું કંઇક ગુજારાતીમાં લખો અને ગુગલ મહારાજને શોધવાનું કહો. લગભગ વીસ લાખ ફોટાઓ જોવા મળશે. મારું નામ કહેતા નહીં. પ્રત્યક્ષ જોવા મળશે.
લોકસભાની ચુંટણીના પરીણામ પહેલાં નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, માયાવતી કે જયલલીતાના કોઈ એજન્ટને પકડો. કાળા મગ, અડદ કે જવારીના દાણા હાથમાં લ્યો. ભુત પ્રેત બધા આવશે. યુનીફોર્મ સીવીલ કોડ આવશે. રામનું મંદીર બનશે. અઘોર વીધીમાં ઉછાડો આવશે. રામે વધ કરેલ રાક્ષશોમાં પ્રાણ પુરાશે. હવન કુંડમાં મહાકાય હાથીઓ કે વહેલ માછલીઓ હોમાશે.
યુનીવર્સીટીઓમાં અભ્યાસક્રમ દાખલ થશે. જાગતા માનવો સુઈ નહીં સકે અને સુતેલા સફાળા જાગી જશે. આપણે જાણીશું ધારાસભ્યો ક્યા ભરવાડ પાસે જાય છે એ નજીકના દીવસોમાં.
ફોટાઓ માટે ગુગલ મહારાજની આભાર વીધી કરવાની બાકી છે.
રામે વધ કરેલ રાક્ષશોમાં પ્રાણ પુરાશે.
ReplyDeleteગુફા, મંદિર, વગેરે બધું પત્થરના છે. થોડાક જીવતા માણસો દેખાય છે. ચરસ અને ગાંજાના બંધાણીઓ, અઘોરીઓથી મને ચીડ ચડે છે.
ReplyDelete