welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 4 May 2014

ચાલો પરીવારને ગોતીએ. ભગવાને બે બહેનોને ગોતી આપી ૭૮ વરસ પછી ૧-૫-૨૦૧૪ના...

ચાલો પરીવારને ગોતીએ.  ભગવાને બે બહેનોને ગોતી આપી ૭૮ વરસ પછી ૧-૫-૨૦૧૪ના...

એપ્રીલ ૨૦૧૩ના અમેરીકાના ઓરેગોન પ્રાંતમાં ૭૮ વરસની એલીજાબેથ ઘરે આવી તો બ્રીટનના એલ્ડરશોટથી આવેલ એક પત્ર મળ્યો. પત્રમાં લખેલ હતું કે હું પોતાના પરીવારના સબંધીઓને ગોતતી હતી અને એના સબંધમાં આ પત્ર લખી રહું છું. તરત જ એલીજાબેથને ખબર પડી ગઈ કે પત્ર કોનો છે અને કોણે લખ્યો છે?  સાથે જન્મેલ બે બહેનો ચાલવાની શીખી એ પહેલાં અલગ થઈ ગઈ અને પછી તો ૭૮ વરસ નીકળી ગયા. તરત જ એલીજાબેથે ફોન લગાડ્યો અને સામે મળી બહેન એન્ન.

એલીજાબેથને બહેનની ખબર હતી પણ ગોતવી ક્યાં? એલીજાબેથે ગોતવા ખુબ કોશીસ કરી પણ સફળતા મળી એન્નને. બને બહેનો મળી ૭૮ વરસ પછી ૧-૫-૨૦૧૪ના. એલીજાબેથને બધી ખબર હતી એ ૨૦ મીનીટ એન્નથી મોટી છે.

બ્રીટનના એલ્ડરશોટમાં કેન્ટીન મેનેજર હેક્ટર વીલ્સન અને ગ્લૈડીએ એન્નને ગોદ લીધેલ એના પછી ૧૪ વરસે એન્નને ખબર પડી અને માને પુછ્યું તેં મને ગોદ લીધેલ છે? માનો જવાબ હતો ભગવાને અમને તને પસંદ કરવાની તક આપી અને હવે તો તું અમારી બેટી છે. 

એન્નની બેટી સામંથા સ્ટેસી પરીવારનો ઈતીહાસ ગોતતી હતી ત્યારે એન્ને કહ્યું મારી માને ગોતી આપ. એન્નના માબાપનો પત્તો ન મળ્યો પણ એન્નની બેટીને નાની એલીસનો જન્મ દાખલો મળ્યો. ૨૦૧૦માં સમંથાએ પતીને કહ્યું કે મારે નાની ગોતવી છે. ૨૦૧૩માં નાની એલીસાની થોડીક ખબર પડી સાથે એ પણ ખબર પડી કે માની તો એક બહેન પણ છે અને એન્નની બેટી સામંથાએ એલીજાબેથને ગોતવા સફળ થઈ. 

એન્ન અને એલીજાબેથનો જન્મ થયો ૧૯૩૬માં. એલીજાબેથ ૧૫ વરસની થઈ ત્યારે મા લગ્ન કરી ચેસ્ટર ગઈ. એલીજાબેથને બહેનની ખબર હતી પણ ગોતવી ક્યાં? એન્ન અને એલીજાબેથ બને બહેનો મળી ૭૮ વરસ પછે ૦૧-૦૫-૨૦૧૪ના.







વાંચો બધી વીગતો બીબીસી હીન્દીમાં નીચે આપેલ લીન્કને કલીક કરીને...


No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર