welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 17 May 2013

આજના બધા સમાચાર પત્રોમાં સંજય દત્તને જેલમાં મોકલવાના અને ક્રીકેટના સટ્ટાના સમાચાર છે.


આજના બધા સમાચાર પત્રોમાં સંજય દત્તને જેલમાં મોકલવાના અને ક્રીકેટના સટ્ટાના સમાચાર છે.

શરુઆતના વરસોમાં સંજય દત્ત ડ્રગ એડીકશન ચરસ ગાંજાના સેવન અને અવૈદ્ય ડ્રગ માટે ૧૯૮૨માં જેલમાં ગયેલ. 

૧૯૯૩ના મુંબઈમાં બોમ્બ બલાસ્ટ થયા.  અબુ સાલેમ નામના ટેરેરીસ્ટ પાસેથી સંજય દત્તએ એકે૫૬ રાઈફલ લીધેલ. 

૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ પછી ટેરોરીસ્ટ એન્ડ ડીસરપ્ટીવ એક્ટીવીટીસ પ્રીવેન્ટ્શન એક્ટ ટાડા એકટ હેઠળ સંજય દત્તને છોડી દેવામાં આવેલ પણ આર્મ્સ એક્ટ હેઠળ છ વરસની સજા થયેલ.

ટાડા કોર્ટ, મુંબઈ હાઈ કોર્ટ, સુપરીમ કોર્ટમાં ઘણી અરજી, ફેરવીચારણાની અરજીઓ પછી ૧૬.૫.૨૦૧૩ના એક વખતના કેબીનેટ મીનીસ્ટર અને ફીલ્મ કલાકાર સુનીલ દત્તનો પુત્ર સંજય દત્ત સફેદ વસ્ત્ર અને માથે તીલક સાથે પત્ની માન્યતા અને લોક સભાની સભાસદ બહેન પ્રીયા દત્ત પાસેથી વીદાય લઈ મુંબઈમાં આર્થર રોડ ઉપર સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવેલ અને પછી કદાચ પુનામાં યરવડા જેલમાં ખસેડવામાં આવશે.

સમાચાર પત્રોમાં એક વાંચકે કોમેન્ટ લખેલ છે કે સંજય દત્તને આંતકવાદીઓ સાથે સબંધ હતો અને આંતકવાદીઓની બોમ્બ બ્લાસ્ટ પ્રવૃતીમાં ઘણાં નીર્દોષના મૃત્યુ થયા છે એટલે એને ફાંસી કે આજીવન કેદની સજા થવી જોઈએ સંજય દત્તે સજા ઘટાડવા જેમ અરજીઓ અને ફેરવીચારણાની અરજીઓ કરેલ છે એમ સજા વધારવા અરજીઓ અને ફેરવીચારણાની અરજીઓ થવી જોઈએ.

આ સમાચાર અને બે ફોટાઓ યાહુ સમાચાર ભારતમાંથી લીધેલ છે સમાચાર માટે નીચે લીન્ક આપેલ છે.

યાહુ સમાચાર : સંજય દત્ત લીન્ક : sanjay-dutt-surrenders-before-tada-court











2 comments:

  1. આ ફીલ્મી કલાકારો દુબઈ કે અરબસ્તાનના દેશોમાં નાચવા જાય છે ત્યારે આડકતરી રીતે આંતકવાદીઓને આમંત્રણ આપવા જાય છે....

    ReplyDelete

  2. http://www.jagran.com/news/national-sanjay-is-qaidi-number-16656-in-yerwada-10417260.html

    सरेंडर के बाद पिछले हफ्ते भर से मुंबई की आर्थर रोड जेल में बंद अभिनेता संजय दत्त को बुधवार सुबह 4 बजे गुपचुप तरीके से पुणे की यरवदा जेल में शिफ्ट कर दिया गया। यरवदा जेल में संजय दत्त अब कैदी नंबर 16656 के रूप में जाने जाएंगे।

    गौरतलब है कि 1993 के मुंबई बम धमाके मामले में आ‌र्म्स एक्ट के तहत पांच साल कैद की सजा पाए दत्त डेढ़ साल जेल में गुजार चुके हैं। अब उन्हें साढ़े तीन साल कैद भुगतनी होगी। एक जेल अधिकारी ने बताया कि मुंबई से पुणे की तीन घंटे की यात्रा के दौरान सुरक्षा संबंधी कारणों और मीडिया से बचने के लिए 53 वर्षीय दत्त को पुणे की जेल ले जाया गया। उन्हें यरवदा भेजने के लिए पुलिस की तीन गाड़ियों का इस्तेमाल किया गया।

    जेल जाने से पहले संजू ने उनकी जान खतरे में है इस बात का हवाला देते हुए यरवदा जेल भेजे जाने की अपील की थी, लेकिन बाद में उन्होंने खुद अपनी ये अर्जी वापस ले ली थी। इसके बाद 16 मई मुंबई के आर्थर रोड जेल के अंडा सेल में रखे जाने पर भी उनके वकील ने आपत्ति जताई थी। संजू को वहां काफी घुटन महसूस हो रही थी। उन्होंने टाडा अदालत से उन्हें यरवदा जेल भेजने की अपील की थी। अंडा सेल में आमतौर पर संदिग्ध आतंकियों और खूंखार अपराधियों को रखा जाता है।

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર