welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 5 November 2011

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

http://shishir-ramavat.blogspot.com/2011/11/blog-post.html
આડધો ટકા પ્રજા ૯૯.૫૦ ટકા ઉપર રાજ કરે એ વાતમાં દમ જરુર છે. પૃથ્વીરાજ ચૌહાણ લંપટ હતો અને જયંચદે અપમાનનો બદલો લેવા મુહમદ ગોરીને આમંત્રણ આપ્યું. આ હકીકત હોવા છતાં જે પ્રજા પૃથ્વીરાજના નાટક ભજવે એની હાલત તો એજ થાય.

હવે આવીયે શીવાજી ઉપર. શીવાજીએ સુરતને ૨૦ દીવસ લુંટ્યું એ દુનીયાની મોટામાં મોટી લુંટ હતી. અત્યાચારો પણ કરેલ. હવે કોઈ કહેતું નથી આ શીવાજીને આલમગીર ઔરંગઝેબના દરબારમાં માથું ટેકાવવાની જરુર શી પડી? મહારાષ્ટ્રમાં ચોથા ધોરણમાં આખું પુસ્તક શીવાજી ઉપર છે પણ શીવાજીના બાપ કે પુત્ર વીશે ૪-૬ લાઈન પણ નથી. એટલે કે ઈતીહાસ છુપાવીને વાંચવું એ હકીકત છે. આ શીવાજીને કારણે ઔરંગઝેબે ધર્મ પરીવર્તનને હથીયાર બનાવ્યુ અને શરીયતનો અમલ થયો. ઔરંગઝેબના આ અત્યાચાર એટલા વધ્યા કે મોગલ રાજનો અંત આવ્યો અને એ ફીટકારને કારણે પોતાના પુત્રનું નામ કોઈ ઔરંગઝેબ રાખતું નથી. આ મરાઠાઓએ ચોથની પ્રથા દાખલ કરી ઠગ અને લુંટારાથી ચડીયાતું કામ કર્યું એ કોઈ ઈતીહાસ શીખવા તૈયાર નથી.

મુર્તી પુજામાં રચ્યા પચ્યા રહેતા માટે મુહમ્મદ ગજનવીને ઠેઠ ગજનીથી સોમનાથ સુધી આવવું પડયું કે આમંત્રણ આપી લાવવું પડયું.

ઉપરમાં જવાહર નેહરુનો ઉલ્લેખ છે. સરદાર વલ્લભાઈના જન્મ દીવસના ઘણાં લેખ આવ્યા. છેવટે સરદારે પણ સોગંદ તો સોમનાથ મંદીરના નીર્માણ માટે કર્યા. ટેકો આપ્યો ગાંધીજી અને કનૈયાલાલ મુનશીએ.

ઈતીહાસને હમેંશા મોડી મચડી વાંચવાનો આપણને શોખ છે એટલે તો ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ. ઐતે પર સુલ્તાન હૈ, મત ચુકો નીશન આપણને યાદ છે પ્ણ મુહમ્મદ ગોર તો પૃથ્વીરાજની કતલ પછી ઘણાં વર્ષ સુધી જીવેલ એ ચંદ બારોટ કે એના પુત્રને ખબર ન પડી તે આજ દીવસ સુધી ન પડી...

1 comment:

  1. ઇતિહાસને વિકૃત કરનારા પોતાની જાતને છેતરતા હોય છે અને વર્તમાનમાં જ એનાં પરિણામો ભોગવે છે.
    ૧૮૫૭ પહેલાં જે કોઈ વિગ્રહ થયા તેને આજે ધર્મ કે જાતિના નામે રજૂ કરવામાં આવે છે, પણ મુખ્યત્વે એ સત્તા માટેના સંઘર્ષ હતા.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર