welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 10 November 2011

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

શ્રી ગોવીન્દભાઈ મારુના બ્લોગ અભીવ્યકતી ઉપર શ્રી મુરજીભાઈ ગડાને વાંચો
http://govindmaru.wordpress.com/2011/11/09/murji-gada-9/

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચા કરીએ તો મજા ન આવે. મીત્ર અશોક મોઢવાડીયા કહે ગામડામાં જગ્યા બનાવીએ એટલે થોડાક પત્થરા ભેગા કરી, માંટી, ચુના, સીમેન્ટથી બાંધી જરુરી બારી બારણા અને છત થાય એટલે આલીશાન ભવન તૈયાર. ( જો કે એમાં બારી તો ખાલી સમ ખાવા પુરતી હોય.. આ મારા વીચાર છે ). રહેવા જતાં પહેલા લાપસીના જમણને અમે વાસ્તુ કહીએ એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. મુળ વાત છે આ લાપસી કે સીરાની જે જટપટ સોસરું પેટમાં ઉતરવું જોઈએ.

આ મુરજીભાઈ પણ કમાલ છે. મથાળું બાંધ્યું મનનો અંધાપો અને તાર્કીકતા અને શરુઆત કરી કુવામાંના દેડકાથી. આમતો ભારતમાં બધા લોકો એક જ જાતના છે જેને કોઈ પણ વીદેશી હીન્દુઓનો દેશ તરીકે ઑળખે છે.

મહમદ ગજનવીને સોમનાથ સુધી લઈ આવનાર અને વાસ્કો ડી ગામાને ભારતમાં લઈ આવનાર એક જ જણ હતો અને એ મારો મીત્ર અને દુરનો સગો થાય.

મેં એ સગાને પુછ્યું આમને શા માટે લઈ આવ્યો? તો કહે આપણી હીન્દુ સંસ્કૃતી અને સમૃદ્ધી બતાવવા. એટલે કે ભારતમાં જૈન, બૌદ્ધ, શીખ, મનુવાદી, બ્રાહ્મણો, ક્ષત્રીયો, વૈશ્ય, શુદ્ર, પછી મુસલમાનો, ઈસાઈઓ અને ૩૦૦૦ પેટા જાતી જમાતીઓ બધા એક જ હીન્દુ ધર્મના સમજવા.

આ તર્ક કે દર્શનની વાત કરીએ તો સંતરાનું ઉપરનું પડ ખોલીએ અને બધા અલગ અલગ થઈ જાય. લેખમાં મુરજીભાઈએ લખ્યું છે કે દુનીયા વીશાળ છે અને અલગ અલગ દેશમાં જાત પાતના ભાતભાતના લોકો વસે છે અને"....કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે..."

પછી તો ધર્મગુરુ, આંતકવાદીઓ, નાજીઓ, સામ્યવાદ, ચમ્તકાર, પરલોક, વગેરેનો પણ ઉલ્લેખ છે.

મેં એક કોમેન્ટ મુકી છે કે મોક્ષની રચના માણસના મગજમાંથી જન્મેલ કાલ્પનીક રચના છે અને ધર્મ ગુરુઓ, રાજ કરણીઓ આ મોક્ષ મેળવવા લોકોને છેતરી ઠગાઈ કરે છે એનો અર્થ એજ થાય છે કે જો મોક્ષ જેવી કંઈક રચના હોય તો ભારત સીવાય જાપાન, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, ચીન, યુરોપ, બ્રાઝીલ, કેનેડા, ઉત્તર ધ્રુવ, સુરજ જ્યાં ઉગે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર કીરીબાટી (kiribati) કે સુરજ જ્યાં આથમે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર અલાસ્કાનું સીવાર્ડ પેનીનસુલા (Seward Peninsula), ક્યાંક તો આ મોક્ષની રચના જરુર હોવી જોઈએ ને?

ડફોળ ઋષી મુનીઓએ બનાવેલ આ મોક્ષની રચના પત્થરાને પુજવાથી, પશુના પુંછડાને આંખે લગાડવાથી, યજ્ઞમાં ડાયનાસોર, વહેલ, હાથી, ઘોડા, જવ, મધ, ઘીની આહુતીથી, મંત્રોના ઉચ્ચારથી, જેટલા ભુવા એટલા વીધી વીધાનથી મળે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોગંદ ખાઇ સાથીઓના સથવારે સ્વતંત્ર, પ્રજાતંત્ર, લોકતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી છેવટે તો પત્થર પુજાને પ્રોત્સાહન આપ્યું મોક્ષ મેળવવા.

મુરજી ભાઈના શબ્દોમાં .....મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર