ગાંધીજીની પુણ્ય તીથી : જય હો જો આ પ્રાર્થના કરનારા ઘેટાઓની.
ભલું થાજો આ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, યુનીકોડ અને બ્લોગવાળાનું. દુનીયાના ખુણેં ખાંચરેથી લોકોને ભેગા કરી આપ્યા. માહીતી જે અને જેટલી જોઈએ એ ભેગી કરી આપી. બીજાના વીચારો જાણવાની અને પોતાના વીચારો વ્યક્ત કરવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી આપી.
ઈસ્લામના શાસકો હજાર વર્ષ પહેલાં હીન્દુસ્તાન ઉપર ચડી આવ્યા અને ફાંકી મારતા હીન્દુઓ ઉપર ચાબુકના ફટકારે આરામથી ઐયાશી સાથે રાજ્ય કર્યું, ખાધું પીધું અને મોજ કરી. ઓછ હતી તે ઔરંગઝેબે શરીયત કાયદો પણ લગાવ્યો અને બધું મુંગે મોઢે સહન કર્યું જેવી રીતે આજે કોંગ્રેસ કરે છે અને સહન કરે છે.
ક્ષત્રીયો માથા વગર બાર બાર ગાઉ સુધી લડી શકતા કે માણસના માથાને બદલે હાથીનું ડોકુ ચીપકાવી શકતા. મુઠીભર ઈશ્લામના શાસકોએ અંદરો અંદર લડી ઝગડતા ઉપર રાજ્ય કર્યું અને ઔરંગઝેબના જજઈયાવેરાને કારણે પાછા હીન્દુઓ ભેગા થયા અને આવ્યા અંગ્રેજ લાટ સાહેબો. આ ગોરી ચામડીવાળા પાસે હીન્દુઓ અને રાજા મહારાજાઓ શું પગચંપી કરતા હતા.
પાછું ગાંધીએ મુર્ખાઓને ભેગા કર્યા અને દેશ બહાર ઘણાંને તગડ્યા કે દેશના અને લોકોના બે ટુકડા કરી ભારત પાકીસ્તાન ઉભા કર્યા. આ ઘેટાઓના ભરવાડ બદલાયા અને ઘેટા એક વાડામાંથી બીજા વાડામાં ગયા અને ઠેર ઠેર ગાંધીજીના પાળીયા કે ખાંભીઓ ઉભી કરી. સોમનાથનું લીંગ કે બાબરી મસ્જીદ, જેને જે મળ્યું ત્યાં પ્રાર્થના કરવા લાગ્યા રઘુપતી રાઘવ રાજા રામ, પતીત પાવન સીતા રામ. જય હો જો આ પ્રાર્થના કરનારા ઘેટાઓની.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર