ભારતના લોકોનું વધુ ને વધુ લોહી ચુસી વજન ઓછું કર્યું હોય તો એ છે મહારાષ્ટ્રના એક વખતના મુખ્ય મંત્રી અને હાલના દેશના અન્ન મંત્રી શ્રી શરદ પવાર. હમણાં ભારતમાં ઘંઉના એક કીલોના જે ભાવ છે એનાથી અડધી કીંમત પાકીસ્તાનમાં છે અને નેપાલમાં તો ઘંઉ એનાથી પણ સસ્તા છે.
ભારતમાં જન્મ લેતાં બાળકોમાંથી અડધો અડધ ભુખમરાથી પીડીત હોય છે અને દુનીયામાં જનમ લેતું આવું દરેક ત્રીજું બાળક ભારતનું હોય છે. ભારતમાં જનમ લેનાર બાળકોમાંથી ચોથા ભાગના બાળકોનું વજન જોઈતા પ્રમાણમાં ઘણું જ ઓછું વજન હોય છે જેના કારણે આખી જીંદગી રોગ સામે પ્રતીકાર કરવાની શક્તી ઘટી જાય છે.
છેલ્લા બાર મહીનામાં એટલે કે જાન્યુઆરી ૨૦૦૯ અને જાન્યુઆરી ૨૦૧૦ વચ્ચે ઘંઉ, સાકર, કઠોડના ભાવમાં જે વધારો થયો છે એનો હીસાબ કરવા માંડીએ તો રામ અને કૃષ્ણના જમાનામાં જે રાક્ષશ હતા એના કરતાં આ રાક્ષશ વધી જાય એમ છે.
હવે શરદ પવાર કહે છે આ ભાવને કાબુમાં લેવાની જવાબદારી રાજ્યોની છે.
વાહ આલીયા માલીયા. ટોપી એકની બીજા ઉપર લગાડનાર આલીયા માલીયા એના કરતાં સીધું કહી દે ને કે આ જવાબદારી સોનીયા ગાંધીની કે મનમોહન સીંહની છે.
પતંગની દોરી સસ્તી ચાઈનાની, દુધ અને દુધની બનાવટો જેમાં ચોકલેટ, ઘી, માંખણ વગેરે, સસ્તી ચાઈનાની, રમકડાં સસ્તા ચાઈનાના, પ્લાસ્ટીક કે ચામડાના જોડા સસ્તા ચાઈનાના, મોબાઈલ સસ્તા ચાઈનાના તો પછી સામાન્ય નાગરીકોને આ મોંઘા નેતાઓની શી જરુર છે?
લોકશાહીમાં આટલો બધો ભુખમરો હોય તો પછી જઠર માટે અગ્ની મેળવવા લોકોએ કંઈક તો માર્ગ કરવો જ પડશે.
http://vkvora2001.blogspot.com/
મોંઘા નેતાઓની કોઇ જ જરૂર નથી. ઉખાડીને ફેંકી દો ! આવા નેતાઓને ઉપર કોણ લાવ્યું ? ખોટા માણસોની પસંદગી કરો અને પછી પધ્ધતિ સામે કાગારોળ કરો તે કેમ ચાલે ? જો દેશની આટલા વર્ષોની તંત્ર વ્યવસ્થાનો અભ્યાસ કરી એ તો મોંઘવારીનું દુષણ અમુક વ્યક્તિઓ કે પક્ષો સાથે જ સંકળાયેલું જોવા મળશે. આપ્ણે જ આ પરિસ્થિતિ બદલવી રહી.
ReplyDeleteબિલકુલ સાચી વાત છે.પણ આ ભ્રષ્ટ અને હરામખોર નેતાઓ ને નેતા બનાવનારી તો પ્રજા જ છે ને.
ReplyDeleteઆવા નેતાઓને કારને નવી પેઢી ધીરે-ધીરે મત આપવાથી દુર થતી જાય છે.