welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 18 January 2010

હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીવંત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે

ભલું થાજો આ ઈન્ટરનેટ, બ્લોગ અને યુનીકોડ વાળાઓનું. દુનિયાના વીવીધ પ્રકારની વીચાર શક્તીના ન્યુ ઝીલેન્ડ, ભારત. યુરોપ, આફ્રીકા અને અમેરીકામાં વસતા લોકો અહીં ભેગા થયા છે. 

માથા વગર ધડ બાર ગાઉ સુધી લડતું હતું કે બે દીવસ લડતું હતું એવા સતા, પુરા કે સતીઓના પાળીયા ગુજરાતના ગામડે ગામડે જોવા મળશે. હાથીનું ડોકું માનવ શરીર ઉપર, ભટ્ટ ચારણોની પ્રશસ્તી અને સૌરાષ્ટ્રની રસધારવાળા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. 

રામાયણ, મહાભારત, રામ, કૃષ્ણ, વગેરે કથાના પાત્રો મટી જીવંત બની ગયા. 

વલ્લભ ભાઈ પટેલે મસ્જીદ તોડી સોમનાથ મંદીરના નીર્માણમાં જે રસ લીધો કે ગોધરા કાંડ પછી ગુજરાતના તોફાનો કે તોફાનો પછી નરેન્દ્ર મોદીએ જે રસ લીધો એનાંથી ભારતમાં કોંગ્રેસ અને બીજેપીના નેતાઓમાં ફરીથી આશા જાગી કે હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીવંત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર