http://drsudhirshah.wordpress.com/
ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી
ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ એક અને બાવનમાં ચેપ્ટરમાં પણ ઉપરોકત વીગતો નોંધાયેલી છે. અને ઉલ્લેખ છે કે રોહીણી નક્ષત્ર મીડનાઇટનો જન્મ કૃષ્ણનો.
આમ ઉપરોકત ત્રણેય ગ્રંથોના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણ 19/20 જુલાઇ 3228 બી.સી. ના મીડનાઇટે મથુરામાં જન્મયાં હતાં. વધુમાં જન્મસ્થળીએ પણ આ વાત નોંધાયેલી છે.
વીકે વોરાની કોમેન્ટ :
ભારતમાં આર્યો આવ્યા એની પહેલાં હડ્ડપ્પા, મોંએ જો દડો, ધોળાવીરાની સંસ્કૃતી હતી. આ કૃષ્ણની સંસ્કૃતી કઈ?
હડ્ડપ્પા અને ધોળાવીરાની લીપી આજ દીવસ સુધી ઉકેલાઈ નથી. આમ આર્યો રખડુ ખરા પણ લાગે છે એમને કાંઈક લખતા વાંચતા જરુર આવડતું હશે.
વૈયાકરણી પાણીની વખતે દેવનાગરી કે અન્ય લીપી જરુર હશે. એ હીસાબે આ તારીખ ૧૨૨૮ બી.સી. આવવી જોઈએ ૩૨૨૮ બી.સી. નહીં.
બુદ્ધ અને મહાવીરે ધર્મનો પ્રચાર પાલી અને અર્ધ માગધીમાં કર્યો અને જૈનોતો ખુલ્લમ ખુલ્લા કહે છે કે અમારું મહાભારત અને રામાયણ સાંચુ છે જે પ્રચલીત મહાભારત અને રામાયણ કરતા ઘણું અલગ છે.
સંસ્કૃત કવી અને ગદ્ય પદ્યના રચનાકારમાંથી એકના ઈતીહાસમાં મેળ કે તાલ મેલ જામતો નથી.
ઈતીહાસના ઠોઠમાં ઠોઠ કે સામાન્ય વીદ્યાર્થીના ગળે આ સમજાવવું મુશ્કેલ છે. હારવર્ડ, ઓક્ષફોર્ડ કે કેમ્બ્રીજના ઈતીહાસના વીદ્યાર્થીઓ સામે આ વીગતો આપણે રાખીએ તો મુરખમાં ખપી જઈએ.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર