welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 8 August 2013

શીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર

શીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર 

સોનીયા ગાંધી અને મન મોહનસીંઘની સરકારે શીક્ષણ અધીકારનો કાયદો બનાવ્યો.

હવે અન્ન સુરક્ષા કાયદો બનાવવાની છે.

ભાજપના સાંસદ વીરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજને અન્ન સુરક્ષા કરતાં દેશની સુરક્ષાની ચીંતા વધુ છે.

વાંચો બીબીસી હીન્દી, દૈનીક જાગરણ, નવભારત ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ઈન્દીઆને નીચેની લીન્કને કલીક કરીને...

ફોટાઓ ઈન્ટરનેટથી ડાઉન લોડ કરેલ છે.


6 comments:

 1. મારી દ્રષ્ટિએ સરકાર ભોજન કરતાં રાષ્ટ્ર સુરક્ષા ને મહત્વ આપે તો સારું. બિહારમાં જેમ મધ્યાહાન ભોજનમાં બાળકો મૃત્યુ પામ્યાં એમ જો દેશવાસીઓ ને પણ તકલીફ ભોજનને લીધે પડે એનાં કરતાં ભુખ્યાં મારે એ વધારે સારું.

  પ્રજા મહેનતથી કામ કરશે તો એમને ભોજન તો મળી જશે પણ સહેલાઇથી બંદુક નહીં ધરી શકે.

  ReplyDelete
  Replies
  1. પ્રાધ્યાપક દીનેશભાઈએ અન્ન સુરક્ષા અને દેશ સુરક્ષામાં ઉપર લખેલ કોમેન્ટ આમ તો સામાન્ય છે પણ ભૃષ્ટાચાર અને આંતકવાદના જમાનામાં ભુખ્યા પેટે જીવવું મુશ્કેલ લાગે છે.

   પાકીસ્તાન અને ચીનની સરહદ ઉપર રોજે રોજ સમાચાર આવે છે.

   સરહદ ઉપર ફલ્ડ લાઈટ, પાવર ફુલ કેમેરા, સેટેલાઈટથી વોચ વગેરે વગેરે હોવા છતાં સરહદ ભંગ કોણ અને કેવી રીતે કરે છે એ ખબર પડતી નથી.

   પૃથ્વીરાજ ચૌહાણના જમાનાથી પહેલાં મુહમ્મદ ગજનવી અને મુહમ્મદ ગોરને સામે જઈ આમંત્રણ આપવામાં આવેલ કે આવો અને લુંટ ચલાવો અને લુંટારા આપણા ઉપર રાજ કરવા લાગ્યા.

   આમંત્રણ આપનારાઓ કાંઈ ગરીબ ભુખ્યા નાગા પુગા અશીક્ષત અભણ નહીં પણ સાધન સંપન્ન નેતા, ધર્મગુરુઓ અને રાજા મહારાજા હતા.

   આ એજ નેતાઓ છે જે કહે છે આપણે માનસીક રીતે ગરીબ છીએ અને મંદીર અને મુર્તીના બાંધકામમાં રસ લઈ ભૃષ્ટાચાર અને આંતકવાદને આમંત્રણ આપીએ છીએ.

   Delete
 2. નેતાઓનું લક્ષ્ય લોકોના ‘લક્ષ’ને ભળતી દીશા તરફ લઈ જવાનું હોય છે....લોકોને જાણે કોઈ લક્ષ્ય જ નથી !

  આપણી અજ્ઞાનતાનો ગેરલાભ લેવાઈ રહ્યો છે....ક્રીકેટ, ટીવી અને સીનેમા જેવાં માધ્યમોની ચોકલેટો ચગળવા આપી દઈને નેતાઓ રાજ્ય કરે છે....

  ReplyDelete
  Replies
  1. આ નેતાઓ ચુંટણી પહેલાં ઘણાં નાટક કરે છે.

   રોજે રોજ ભારત પાકીસ્તાનની સરહદના સમાચાર આવે છે. લોકોને ભરમાવવા મંદીર મસ્જીદ જેવા મુદ્દા આગળ કરશે.

   આવા નેતાઓ પોતે ખાંભીઓની ભરમારમાં દેશને નુકશાન કરશે.

   લોકોને કાંદા ૧૦૦ રુપીયે કીલો મળશે પછી કેદારનાથની જેમ આક્રોશનો વાદળ ફાટવાનો છે.

   Delete
 3. આક્રોશ ફાટશે તો પણ આ નેતાઓને કાંઈ નહીં થાય.....એ બધા ગેંડાની ચામડીવાળા છે, આપણા લોકોજ પા્છા એમનેજ મત આપીને ચુંટશે, અને તેઓજ પાછા આવવાના......અગર કોઈ બીજો આવશે તો એ પણ ભૂતનો ભાઈ પલિતજ હશે....કોંગ્રેસની વાત કરો છો? તો ભાજપવાળા વળી ક્યાં દુધે ધોયેલા છે....????? બધાને પૈસા ઘર ભેગા કરવામાં જ રસ છે....અને પાકિસ્તાન સાથે તો બેમાંથી એકે દેશને સમજુતી નથી કરવી, પછી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, પીપી હોય, મુશરફની કે નવાઝ શરીફની કે ઝરદારીની કોઈની પણ સરકાર હોય, એ બધાને તો આ ઉંબાડિયું સળગતું રાખવામાં જ રસ છે, તાપણું સળગેલું છે, ઠંડુ પાડી દેશે તો પાછો સળગાવવાનો મુદ્દો નહીં રહે.....!!!!! થઈ જશે અને પાછા કાંદામાં તો પાછી એવી જાદુઈ છડી ફરશે કે ૨૦ રૂપિયે થઈ જશે અને પાછા ખેડુતો નવા પાક વખતે પોસાતું નથી કરીને રોક્કળ કરશે.......
  M.D.Gandhi
  U.S.A.
  mdgandhi21@hotmail.com

  ReplyDelete
  Replies
  1. લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે.

   અન્ન સુરક્ષા કાયદાથી જે લોકોને અન્ન નહીં મળે એ ફરીયાદ જરુર કરશે અને નીવારણ થશે.

   લોકોને અન્ન મળશે એટલે ભુખમરો ઓછો થશે લોકોને બીજું વીચારવાનું મળશે એના પછી લોકોને લોકશાહીની સમજણ પડશે.

   આ કાયદાના અમલ માટે જે પક્ષોએ ઢીલ કરી છે એમને સજા મળશે. લોકશાહીનો પાઠ હવે એ પક્ષોને બરોબર મળશે.

   Delete

કોમેન્ટ લખવા બદલ આભાર