welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 19 October 2009

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.

ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.

બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.

વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.

કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.

vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર